જોઇ લો આ વિડીયોમાં જ્યારે રામાનંદ સાગરે કરી છે ‘રામાયણ’માં એક્ટિંગ

રામાયણ

image source

રામાનંદ સાગર પોતાની જ સીરીયલના એક મહત્વપૂર્ણ અંગ હતા જેઓ એક એક્ટર તરીકે પણ શોનો ભાગ બન્યા હતા. આ સમયે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ હી રહ્યો છે. આ વાયરલ થઈ રહેલ વિડીયોને દુરદર્શન દ્વારા શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલ વીડિયોના અંતમાં દેવતાઓની સાથે રામાનંદ સાગર પણ ઉભા રહેલ જોવા મળી રહ્યા છે.

image source

રામાનંદ સાગરની રામાયણ હાલના સમયમાં ફરીથી દર્શકોના દિલ પર પહેલાની જેમ રાજ કરી રહ્યો છે. આટલા વર્ષો પછી પણ ‘રામાયણ’ શોનો એ જ જાદુ કાયમ છે જે પહેલા જોવા મળતો હતો. શોના દરેક પાત્રો દર્શકોની નજરમાં અમર થઈ ગયા છે. પરંતુ આ લોકપ્રિય સીરીયલની એક એવી પણ વાત છે જે કદાચ જ કોઈને ખબર હશે. જે શોને જોઇને આપણે દરેક પાત્રનો અભિનય કરતા થાકતા નથી, આ સીરીયલમાં શોના નિર્દેશક રામાનંદ સાગરએ પોતે એક્ટિંગ કરી હતી.

‘રામાયણ’માં રામાનંદ સાગરએ કરી એક્ટિંગ :

રામાનંદ સાગર પોતાની જ સીરીયલના એક મહત્વપૂર્ણ ભાગ હતા જેઓ એક એક્ટર તરીકે પણ શોનો ભાગ બન્યા હતા. અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોને દુરદર્શન તરફથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના અંતમાં આપ જોઈ શકો છો કે, દેવતાઓની સાથે રામાનંદ સાગર પણ ઉભા રહેલ જોઈ શકાય છે. રામાનંદ સાગર પોતે એક દેવતાનું રૂપ ધારણ કરી રાખ્યું છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.

image source

આપને જણાવી દઈએ કે, રામાનંદ સાગર જે સીનનો ભાગ છે તે ત્યારનો છે જયારે ભગવાન રામ ૧૪ વર્ષનો વનવાસ ભોગવીને પરત અયોધ્યા આવી જાય છે. ત્યારે તેમના સ્વાગતમાં અયોધ્યાના નિવાસીઓએ ભક્તિ ગીતોનું ગાન કરે છે. આ ગીતમાં દેવતા અને ભગવાન બધા એકસાથે આવી જાય છે. આ સીનમાં રામાનંદ સાગરને પણ એક્ટિંગ કરતા જોવા મળે છે. દરેક વ્યક્તિને આ સીન ખુબ જ પસંદ આવી રહ્યો છે.

‘રામાયણ’ને મળી રહી છે જબરદસ્ત ટીઆરપી.:

image source

રામાનંદ સાગરની ‘રામાયણ’એ ત્રણ દાયકાઓ પછી ફરીથી પોતાનો જાદુ બતાવી રહી છે. રામાનંદ સાગરના શો ‘રામાયણ’ને હાલમાં પણ જોરદાર ટીઆરપી મળી રહી છે. વર્ષો પછી ફરીથી દુરદર્શન નંબર વન ચેનલ બનીને ઉભરી આવી છે. જયારે લોકડાઉનના સમયે દરેક ચેનલ વ્યુઅરશીપ માટે તરસી રહી છે, આવા સમયમાં ‘મહાભારત’ અને ‘રામાયણ’ના લીધે દુરદર્શનના સારા દિવસો શરુ થઈ ગયા છે.