જયારે રામાનંદ સાગરે ચોડી દીધો રામાયણ ના જામવંત ને લાફો,આ આ હતું એ પાછળનું કારણ

રાજશેખરે વિક્રમ વેતાલમાં કામ કર્યું હતું.રાજશેખર એસ્ટ્રોલોજી પણ જાણતા હતા. અને એમને રામાનંદ સાગરને કહ્યું હતું કે એમના પર શનિ ની સાડા સાતી પનોતી ચાલી રહી છે. રાજશેખરે રામાનંદ સાગરને કહ્યું હતું કે તમે હનુમાન ચાલીસા ના પાઠ કરો.

image source

રામાનંદ સાગર ની રામાયણ ના શૂટિંગ વખતના એવા ઘણા રસપ્રદ કિસ્સા છે કે જે સાંભળીને આપણે આ સિરિયલની જૂની યાદોમાં ખોવાઈ જાઈએ છે. સિરિયલમાં રાજશેખર ઉપાધ્યાયે જામવંત નો રોલ નિભાવ્યો હતો. રીંછો ના રાજા જામવંત નો રોલ કરવા માટે રાજશેખરે હંમેશા રીંછનું માસ્ક પહેરી રાખવું પડતું હતું. એમનો ચહેરો, એમના વાળ, નકલી લાબું નાક અને મુકુતથી લગભગ આખો જ ઢંકાયેલો રહેતો હતો. બાકીના શરીર પર નકલી વાળ લગાવી દેવામાં આવતા હતા. રાજશેખરે આ રોલ નિભાવ્યો હશે એ વાતની ખબર જો જણાવવામાં ન આવે તો કોઈને ખબર પડે એમ જ નહોતી.

image source

એમને ખબર હતી કે એમને આ રોલમાં કોઈ નહિ ઓળખે તેમ છતાં રાજશેખરે આ રોલ ને ખરા દિલથી નિભાવ્યો હતો અને પોતાના રોલની ભૂમિકા ને પડદા પર જીવંત બનાવવામાં સફળ રહ્યા હતા. જામવંત ના રોલ સિવાય પણ રાજશેખરે આ સીરિયલમાં બીજા ઘણા નાના મોટા રોલ પણ કર્યા હતા. એ આ સીરિયલમાં અગ્નિદેવ થી માંડીને સંદેશવાહક સુધ્ધાં બન્યા હતા. ઘણા ઓછા લોકો છે જેમને ખબર છે કે રાજશેખર અને રામાનંદ સાગર વચ્ચે ઘણી જૂની મિત્રતા હતી. બંને એકબીજાને ત્યારથી ઓળખતા હતા જ્યારે રામાયણ સિરિયલ નો આઈડિયા પણ દિમાગમાં નહોતો આવ્યો.

image source

રાજશેખર કોલેજના દિવસોથી જ રંગમંચ સાથે જોડાયેલા હતા. જ્યારે એ બનારસમા અભ્યાસ કરતા હતા ત્યારથી જ રામનગરની જાણીતી રામલીલામાં ભાગ લેતા હતા.આવી જ રામલીલા માં રામાનંદ સાગરના દીકરાની નજર એમના પર પડી અને એમને વિક્રમ અને વેતાલ માં રોલ મળી ગયો. ત્યારબાદ વિક્રમ વેતાલમાં એમની એક્ટિંગથી પ્રભાવિત થઈ રામાનંદ સાગરે એમને રામાયણ માં જામવંત નો રોલ ઓફર કર્યો હતો.

image source

રાજશેખરે વિક્રમ વેતાલ માં પણ કામ કર્યું હતું. રાજશેખર એસ્ટ્રોલોજર પણ હતા અને રામાનંદ સાગરને એમને જણાવ્યું હતું કે એમના પર શનિ ની સાડા સાતી પનોતી ચાલી રહી છે. એમને પત્તા રમવાનો ઘણો શોખ હતો અને એક દિવસ જ્યારે રામાનંદ સાગર અચાનક જ રાજશેખરના રૂમમાં પહોંચ્યા તો એમને જોયું કે રાજશેખર પત્તા રમી રહ્યા હતા. રાજશેખરે એક ઇન્ટરવ્યૂમાં પોતે જ જણાવ્યું હતું કે રામાનંદ સાગર સાહેબે એમને એકવાર લાફો મારી દીધો હતો. રામાનંદ સાગરે કહ્યું હતું કે તમે આટલા સારા માણસ છો અને તમે અહીંયા પત્તા રમી રહ્યા છો.