‘રામાયણ’માં કૈકેયીનું પાત્ર ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી આજે કંઈક આવી લાઈફ જીવી રહી છે

‘રામાયણ’માં કૈકેયીનું પાત્ર ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી આજે કંઈક આવી લાઈફ જીવી રહી છે

80ના દાયકામા રાંમાનંદ સાગરના ‘રામાયણ’માં કૈકેયીનું પાત્ર નિભાવ્યા બાદ ઘરે ઘરે જાણીતી બનેલી અભિનેત્રી પદ્મા ખન્ના આજે 71 વર્ષની થઈ ગઈ છે. હિન્દી ફિલ્મોમાં ઢગલાબંધ વિવિધ ભૂમિકાઓ નિભાવ્યા છતાં આજે લોકો તેને રામાયણની કૈકેયી તરીકે જ ઓળખે છે. જો કે હાલ પદ્મા ખન્ના આ રંગીન ફિલ્મી દુનિયાથી ઘણી દૂર થઈ ગઈ છે.

image source

પદ્મા ખન્નાએ પોતાની કેરીયરની શરૂઆત ભોજપુરી ફિલ્મોથી કરી હતી. 1961માં ફિલ્મ ભઈયાથી તેણીએ ભોજપુરી ફિલ્મ ઇડસ્ટ્રીમાં મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરી હતી. 1970માં પદ્મા ખન્નાને ફિલ્મ ‘જોની મેરા નામ’માં હીન્દી ફીલ્મોમાં બ્રેક મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં દેવાનંદ મુખ્ય અભિનેતા હતા. તેમાં તેણીએ એક આઇટમ સોંગ ક્રયું હતું. ત્યાર બાદ તેમણે વિવિધ ભાષાઓમાં લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ મોટે ભાગે તેણીએ એક ડાન્સર તરીકેનું જ પાત્ર ભજવ્યું છે. તેમની જાણીતી ફિલ્મોમાં લોફર, જાન એ બહાર, પાકીઝા વિગેરેનો સમાવેશ થાય છે.

image source

90ના દાયકામાં પદ્મા ખન્નાએ દીગ્દર્શક જગદીશ એલ સિડાના સાથે લગ્ન કરી લીધા. તે બન્નેની પ્રથમ મનુલાકાત ફિલ્મ સૌદાગરના સેટ પરર થઈ હતી. સૌદાગર, આ એજ ફિલ્મ હતી જેમાં અમિતાભ બચ્ચન અને વહીદા રહેમાને મુખ્ય ભુમિકાઓ ભજવી હતી. આ ફિલ્મમાં સિડાના આસિસ્ટન્ટ ડીરેક્ટર હતા. અને તેના થોડા વર્ષો બાદ પદ્મા ખન્ના અને સિડાના લગ્નબંધનમાં બંધાઈ ગયા. સિડાનાએ એવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં પદ્મા ખન્નાએ અભિનય કર્યો હોય.

image source

જો કે લગ્ન બાદ પદ્મા ખન્નાએ ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી દીધું હતું. જો કે તેઓ ફિલ્મોમાંથી ગાયબ થતાં લોકો તેમને ભૂલી ગયા. લગ્ન બાદ તેઓ અમેરિકા શીફ્ટ થઈ ગયા. ત્યાં તેમણે ઇન્ડિયાનિકા ડાંસ એકેડેમી ખોલી જ્યાં તેણી બાળકોથી લઈને મોટાઓને ક્લાસિકલ ડાંસ શીખવવા લાગી. પતિના મૃત્યુ બાદ પદ્માએ એકલા જ ડાન્સ એકેડેમી સંભાળી લીધી અને સાથે સાથે ઘરની જવાબદારીઓ પણ. પદ્મા ખન્નાને બે બાળકો છે એક દીકરો અને એક દીકરી.

image source

પદ્મા ખન્નાને બાળપણથી જ ડાન્સનો શોખ રહ્યો છે. સાત વર્ષની ઉંમરમાં જ તેણીએ કથક શીખવાનુ શરૂ કરી દીધું હુતં. લગભગ 12 વર્ષની ઉંમર સુધીમાં તે તેણી સ્ટેજ પર પણ પર્ફોમન્સ આપવા લાગી હતી. આજે પણ તેણીએ પોતાનો ડાન્સનો શોખ જરા પણ ઓંસરવા નથી દીધો. પદ્મા પોતાના બાળકો સાથે મળીને ડાન્સ એકેડેમી ચલાવી રહી છે.