‘રામાયણ’ના આ કલાકારો જીવી રહ્યા છે ગુમનામીની જિંદગી, કોઈ પરત ગામડે ચાલ્યા તો કોઈ ચલાવી રહ્યા છે ડાંસ ક્લાસ

‘રામાયણ’ના આ કલાકારો જીવી રહ્યા છે ગુમનામીની જિંદગી, કોઈ પરત ગામડે ચાલ્યા તો કોઈ ચલાવી રહ્યા છે ડાંસ ક્લાસ

‘રામાયણ’ ફરી શરુ થયા પછી આજે અમે આપને ‘રામાયણ’ના કેટલાક એવા કલાકારો વિષે જણાવીશું. જેમની ‘રામાયણ’ ધારાવાહિક પછી જિંદગી બદલાઈ ગઈ છે.

image source

‘રામાયણ’માં શિવનું પાત્ર નિભાવનાર અભિનેતા વિજય કવિશને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. વિજય કવિશએ ‘રામાયણ’માં ફક્ત શિવનું પાત્ર જ નહોતું નિભાવ્યો ઉપરાંત મહર્ષિ વાલ્મીકી બન્યા હતા. કવિશએ રામાનંદ સાગરની ‘વિક્રમ ઔર બેતાલ’ ‘શ્રીકૃષ્ણ’માં કામ કર્યું છે. આના સિવાય બોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું છે. કવિશએ ‘અરમાન’, ‘ફૂલ’ ‘સલમા’ જેવી ફિલ્મો કરી છે. હાલમાં લાંબાસમયથી સીરીય્લકે ફિલ્મમાં જોવા મળ્યા નથી.

‘રામાયણ’ના પુનઃપ્રસારણ પછી સોશિયલ મીડિયા પર જે અભિનેતાની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે તે છે અસલમ ખાન. અસલમ ખાન પર કેટલાક મજેદાર મીમ્સ બની રહ્યા છે. ‘રામાયણ’માં અસલમ ખાનએ અરુણ ગોવીલના બોડી ડબલ નિભાવ્યો, સમુદ્ર દેવ તો, કોઈ મંત્રી બન્યા. આજે પોતાની આટલી ચર્ચા થતી જોઇને અસલમને વિશ્વાસ નથી થઈ રહ્યો. હવે તેઓ ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. અસલમએ મુંબઈ છોડી દીધું છે અને ઝાંસીમાં માર્કેટિંગનું કામ કરે છે. તેમને એક દીકરી અને એક દીકરો છે.

image source

રાણી કૈકયી બનેલ અભિનેત્રી પદ્મા ખન્નાએ પોતાના અભિનયથી પાત્રમાં જીવ રેડી દીધો હતો કે લોકો રીયલ લાઈફમાં તેમને નફરત કરવા લાગ્યા હતા. એક કલાકારની ખાસિયત જ આ હોય છે કે તે પોતાના રોલથી ઓળખાય. મેરેજ પછી અમેરિકા ચાલી ગઈ. ત્યાં તેમણે ઇન્ડિયાનિકા ડાંસ એકેડમીમાં ક્લાસિકલ ડાંસ શીખવાડવા લાગી. પતિના મૃત્યુ પછી પદ્મા બાળકોની સાથે જ ડાંસ એકેડમી સાંભળી છે. તેમને બે બાળકો છે એક દીકરો અને એક એ દીકરી.

જામવંતનું પાત્ર રાજશેખર ઉપાધ્યાયએ નિભાવ્યું હતું. તેમના બુલંદ અવાજે જામવંતના રોલને જીવંત કરી દીધો હતો. રાજશેખરને અભિનયમાં નાનપણથી જ રુચિ હતી. તેઓ રંગમંચ સાથે જોડાયેલ હતા અને નાનપણમાં રામલીલામાં ભાગ લેતા હતા. રાજશેખર મુંબઈના નાલાસોપારામાં રહે છે. લોકડાઉન પહેલા રાજશેખર યુપીના ભદૌહીમાં ગયા હતા. આ સમયે તેઓ ત્યાંજ છે.

રાવણની પત્ની મંદોદરીનું પાત્ર જે અભિનેત્રીએ નિભાવ્યું આજે તેમની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ છે. ‘રામાયણ’માં મંદોદરીનું પાત્ર અપરાજિતા ભૂષણએ નિભાવ્યું હતું. અપરાજિતા હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ભારત ભૂષણની દીકરી છે. અપરાજિતા હાલમાં ઇન્ડસ્ટ્રીથી દુર છે અને પરિવારની સાથે સમય વિતાવી રહી છે. તેમણે છેલ્લીવાર વર્ષ ૧૯૯૭માં ફિલ્મ ‘ગુપ્ત’ કરી હતી. અપરાજિતા હવે આધ્યાત્મ તરફ છે. હવે તેઓ લેખનનું કામ કરે છે. એમાં અધ્યાત્મથી જોડાયેલ વાતો થાય છે.