‘રામાયણ’ની સીતાએ રાજેશ ખન્ના સાથે કામ કર્યું, પછી બોલીવુડ માંથી ગાયબ કેમ થયા?

‘રામાયણ’ની સીતાએ રાજેશ ખન્ના સાથે કામ કર્યું, પછી બોલીવુડ માંથી ગાયબ કેમ થયા?

દીપિકા ચીખલીયા આ દિવસોમાં પુનઃપ્રસારિત ટીવી શો ‘રામાયણ’ના લીધે ચર્ચાનું કેન્દ્ર બની છે. ટીવી ‘રામાયણ’ પુનઃપ્રસારણ પછી દરેક જગ્યાએ તેમની જ વાતો થઈ રહી છે. દીપિકા ચીખલીયાએ ટીવી ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બોલીવુડ અને રીજનલ સિનેમામાં પણ કામ કર્યું છે. પરંતુ દીપિકા ચીખલીયાએ કેટલીક ફિલ્મો કર્યા પછી દીપિકા એકાએક ગાયબ થઈ ગઈ. હવે એક્ટ્રેસ દીપિકા ચીખલીયા આ વિષે વાત કરી છે.

image source

સ્પોટ બોય સાથે વાતચીતમાં જયારે દીપિકા ચીખલિયાને પૂછવામાં આવ્યું કે, તેઓ રાજેશ ખન્ના સાથે ફિલ્મમાં કામ કર્યા પછી બોલીવુડ માંથી ગાયબ કેમ થઈ ગઈ? આ સવાલના જવાબમાં દીપિકા કહે છે કે, ‘મેં ટીવી શો ‘વિક્રમ ઔર બેતાલ’ અને ‘રામાયણ’ પહેલા ઘણા બધું કામ કર્યું. ખરેખરમાં ‘રામાયણ’ મારો ટીવી પર છેલ્લો શો હતો.

‘મને ઘણા બધા સુપરસ્ટાર્સની સાથે ઘણી બધી સાઉથની ફિલ્મો કરી છે. મેં રાજેશ ખન્નાની સાથે કેટલીક ફિલ્મ્સ કર્યા પછી બોલીવુડ ફિલ્મ્સ છોડી દીધી.’

image source

દીપિકા ચીખલીયાનું કહેવું છે કે, ‘જો આપ એક ટીવી એક્ટ્રેસના રૂપમાં ટેગ કરવામાં આવે અને ફિલ્મો ના મળવા વિષે વાત કરીએ છીએ તો હું કહીશ કે, મને મૈન સ્ટ્રીમમાં જે કામ ઓફર કરવામ આવતું હતું, તે મને પસંદ આવી રહ્યું હતું નહી. હું જે કરવા ઈચ્છતી હતી તે મને રીજનલ ફિલ્મોમાં મળી રહેતું હતું. બસ એટલું જ કહેવું છે કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારા માટે કામમાં આવી નહી.

દીપિકા ચીખલીયાને એક્ટિંગ વર્લ્ડમાં પાછા ફરવા પર પૂછવામાં આવ્યું તો ચાલો જાણીએ શું કહેવું છે દીપિકા ચીખલીયાનું. દીપિકા એક્ટિંગ વર્લ્ડમાં પાછા ફરવા પર કહે છે કે, મને સારા પ્રોડક્શન હાઉસથી કોલ આવી રહ્યા છે પરંતુ પોતાના દમ પર, મેં કોઈને કોલ કર્યો નથી. કેમ કે, હું કોઈને પણ વ્યક્તિગત રીતે ઓળખતી નથી.

આપને જણાવી દઈએ કે, દીપિકા ચીખલીયાએ રામાનંદ સાગરની ‘રામાયણ’માં સીતા માતાના પાત્ર નિભાવ્યું હતું. દીપિકાને ‘રામાયણ’માં સીતા માતાનું પાત્ર નિભાવ્યા પછી ખુબ જ પ્રસિદ્ધિ મળી હતી.