‘રામાયણ’માં આ અભિનેતાએ નિભાવ્યા હતા ત્રણ પાત્ર, પ્રસિદ્ધ થઈ ગયા છતાં પણ લાઈમલાઈટ થી રહે છે દુર.
‘રામાયણ’માં આ અભિનેતાએ નિભાવ્યા હતા ત્રણ પાત્ર, પ્રસિદ્ધ થઈ ગયા છતાં પણ લાઈમલાઈટ થી રહે છે દુર.
રામાનંદ સાગરની ‘રામાયણ’માં કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે એક કરતા વધારે રોલ નિભાવ્યા. એમાં ‘સુગ્રીવ’ અને ‘વાલી’નું પાત્ર નિભાવનાર શ્યામ સુંદર સિવાય વિજય કવિશનું નામ પણ સામેલ છે. વિજય કવિશએ 33 વર્ષ પહેલા આ પ્રસિદ્ધ પૌરાણિક સીરીયલમાં એક સાથે ત્રણ પાત્ર નિભાવ્યા હતા. ખાસ વાત એ છે કે, આ ત્રણેવ પાત્ર એક-બીજાથી એટલા બધા અલગ હતા કે દર્શકો પણ જાણી શક્યા હતા નહી. ચાલો જાણીએ ક્યાં પાત્ર છે જે વિજય કવિશએ ‘રામાયણ’માં નિભાવ્યા છે.

‘રામાયણ’માં વિજય કવિશએ ભગવાન શિવ, મહર્ષિ વાલ્મીકી અને રાવણના શ્વસુરનું પાત્ર નિભાવ્યું હતું. વિજય કવિશ ‘રામાયણ’માં ભગવાન શિવ અને રાવણના શ્વસુરના રોલમાં જોવા મળ્યા તો ત્યાંજ ‘ઉત્તર રામાયણ’માં મહર્ષિ વાલ્મિકીના રૂપમાં જોવા મળ્યા. રાવણના શ્વસુર અને મહર્ષિ વાલ્મીકી બન્ને પાત્રમાં વિજય કવિશના ચહેરાને દાઢી અને મુછોથી ઢાંકી દેવામાં આવ્યો હતો. જેમાં તેઓને ઓળખી શકવા સરળ હતા નહી.

આ સીરીયલમાં વિજય કવિશને મહર્ષિ વાલ્મીકીનું પાત્ર સૌથી વધારે મહત્વનું છે. એવી માન્યતા છે કે, જયારે રાજધર્મનું પાલન કરતા રામજીને માતા સીતાનો ત્યાગ કરી દે છે તો વાલ્મીકીએ જ માતા સીતાને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો હતો. આ આશ્રમમાં જ લવ કુશનો જન્મ થયો હતો.

મુંબઈમાં જન્મેલ વિજય કવિશના પિતા ડાયલોગ રાઈટર હતા. આવામાં ઇન્ડસ્ટ્રીમાં આવવું તેમના માટે સરળ હતું. તેમણે પોતાના કરિયરની શરુઆત દુરદર્શન પર પ્રસારિત સીરીયલ ‘ઇધર ઉધર’થી કરી હતી. વિજય કવિશએ રામાનંદ સાગરની સીરીયલ ‘વિક્રમ બેતાલ’ અને ‘શ્રીકૃષ્ણ’માં પણ કામ કર્યું છે. આના સિવાય તેમણે બોલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વિજય કવિશએ ‘અરમાન’, ‘ફૂલ’ અને ‘સલમા’ જેવી ફિલ્મો કરી છે. હાલમાં તેઓ લાંબા સમયથી કોઈ સીરીયલ કે ફિલ્મમાં જોવા મળ્યા નથી.

રામાનંદ સાગરની ‘રામાયણ’ના છેલ્લા એપિસોડ પછી ‘ઉત્તર રામાયણ’નું પ્રસારણ શરુ થઈ ગયું છે. ‘ઉત્તર રામાયણ’માં જ લવ કુશનો જન્મ બતાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે, લોકડાઉનના કારણે સીરીયલનું આગળનું શુટિંગ નથી કરી શકાયું જેના કારણે જુના સિરિયલનું પ્રસારણ ફરીથી શરુ કરી દેવામાં આવ્યું છે. આ સીરીયલ્સને ફરીથી પ્રસારણ થવાથી આ સ્ટાર્સ ફરીથી લાઈમલાઈટમાં આવી ગયા છે.