પ્રભુ શ્રી રામ બાળ સ્વરૂપે અહી બિરાજમાન છે તમે જયારે હવે MP ફરવા જાવ તો આ જગ્યાની મુલાકાત લેવાનું ચુકતા નહિ…

મધ્યપ્રદેશનું અયોધ્યા કહેવાતુ ઓરછા શહેર પોતાના ઈતિહાસ માટે વધુ પ્રસિદ્ધ છે. ભવ્ય મંદિરો અને કિલ્લાઓનો ગઢ અહીંના શાસકો બુંદેલોના પરાક્રમોની ગાથા કહે છે. દેશના ઓફબીટ પર્યટન સ્થળોમાંથી એક ઓરછા હવે લોકોની વચ્ચે ફેમસ થઈ રહ્યું છે.

image source

મધ્યપ્રદેશમાં ઝાંસથી 16 કિલોમીટર દૂર પર ઓરછા શહેર આવેલું છે. હરિયાળીથી ઘેરાયેલું અને પહાડોની ગોદમાં વસેલું ઓરછા એક સમયે બુંદેલખંડની રાજધાની કહેવાતું હતું. ઓરછા એક એવી જગ્યા છે, જ્યાં એન્ટ્રી કરતા જ તમને પ્રાચીનકાળના શહેરોના વાસ્તુકલા અને સૌંદર્યની અનુભૂતિ થશે. માન્યતા છે કે, ઓરછાને બીજું અયોધ્યા માનવામાં આવે છે. અહીં પર પ્રભુ રામ પોતાના બાળ સ્વરૂપમાં બિરાજમાન છે. લોકોની માન્યતા છે કે, શ્રીરામ દિવસે અથવા તો રાત્રિએ અયોધ્યામાં વિશ્રામ કરે છે. બીજી એક ધાર્મિક માન્યતા એમ પણ છે કે, શ્રીરામના બે નિવાસ છે, જેમાં દિવસે તે ઓરછામાં રહે છે, અને રાત્રે અયોધ્યામાં વાસ કરે છે.

image source

પરિહાર રાજાઓના બાદ ઓરછા પર ચન્દેલો અને બાદમાં બુંદેલોએ શાસન કર્યું હતું. ચન્દેલ રાજાઓના કાળમાં ઓરછાની દશા સારી હતી. પરંતુ જ્યારે બુંદેલોનું શાસન આવ્યું તો ઓરછાનો ફરી ઉદય થયો હતો. બુંદેલોના રાજા રુદ્રપ્રતાપે 1531માં નવી રીતે શહેરની સ્થાપના કરી હતી. તેમણે નગરમાં અનેક જગ્યાઓએ મંદિર, મહેલા અને કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું. પછી મુઘલ શાસક અકબરના સમયમાં અહીંના રાજા મધુકર શાહ હતા. જહાંગીરે વીરસિંહદેવ બુંદેલાને, જે ઓરછા રાજ્યની બડૌની જાગીરના સ્વામી હતા, સમગ્ર ઓરછા રાજ્યની ગાદી આપી હતી. તો જ્યારે શાહજહાનું શાસન આવ્યું તો બુંદેલોએ મુઘલોને અનેકવાર મ્હાત આપી હતી.

ઓરછામાં શું જોશો

image source

ઓરછા ફરવા જાઓ તો અહીંનો ઓરછા કિલ્લો, જહાંગીર મહેલની સાથે બેતવા નદીના કિનારે કંચન ઘાટ પર અનેક છત્રીઓ બનાવાયેલી છે, જે બુંદેલખંડના શાસકોની વૈભવ કહાની બતાવે છે, તે જરૂર જોજો. ચૌદ છત્રીઓમાં બુંદેલ ખંડના રાજા-મહારાજોના અસ્તિત્વ વસ્યા છે, તેને જરૂર જોવાનું રાખજો. આ સાથે જ ઓરછાનું સૌથી લોકપ્રિય મંદિર રાજા રામ મંદિરમાં પણ જજો. તે ભારતનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં ભગવાન રામને રાજાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. ઓરછા ગામના પશ્ચિમમાં એક પહાડી પર બનેલું 622 ઈ.મા બીરસિંહ દેવે લક્ષ્મી નારાયણ મંદિર બનાવ્યું હતું, તેને પણ જોવાનું ન ભૂલતા.

અહીં કેવી રીતે પહોંચવું

image source

ઓરછાની નજીકનું એરપોર્ટ ખજુરાહો છે, જે 163 કિલોમીટર દૂર છે. આ સાથે જ રેલમાર્ગથી ઝાંસી ઓરછાથી નજીકનું રેલવે સ્ટેશન છે. દિલ્હી, આગ્રા, ભોપાલ, મુંબઈ, ગ્વાલિયર વગેરે પ્રમુખ શહેરોથી ઝાંસી માટે અનેક ટ્રેન મળી રહે છે. ઓરછા એ ઝાંસી-ખજુરાહોના માર્ગ પર જ આવે છે. રોડ દ્વારા નિયમિત બસ સેવાઓ ઓરછા અને ઝાંસીને જોડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.