રણબીર કપૂરે આટલી બધી એક્ટ્રેર્સને પ્રેમમાં આપ્યો છે દગો, હાલમાં આલિયા પાછળ છે લટ્ટુ

અવંતિકાથી લઈને આલિયા ભટ્ટ સુધી જયારે આમની સાથે થયો રણબીર કપૂરને પ્રેમ, ખુબસુરત અભિનેત્રી માટે આપી દીધો પોતાની ગર્લફ્રેંડને દગો.

કપૂર ખાનદાનનો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મહત્વનું યોગદાન રહ્યું છે. જેની શરુઆત પૃથ્વીરાજ કપૂર દ્વારા કરવામાં આવી હતી અને આજના જમાનામાં કપૂર ખાનદાનના ચશ્મોચિરાગ છે અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor). ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ચોકલેટી હિરોમાં સામેલ લેટ ઋષિ કપૂર અને અભિનેત્રી નીતુ સિંહ કપૂરના દીકરા રણબીર કપૂરનો આજે જન્મદિન છે. રણબીર કપૂર હવે ૩૮ વર્ષના થઈ ગયા છે. પોતાના પપ્પાની જેમ રણબીર કપૂર પણ ચોકલેટી હીરોની લિસ્ટમાં ટોપ પર છે. ક્યારેક ફિલ્મોમાં પોતાના પાત્રને લઈને, તો ક્યારેક પોતાની લેડી લવના કારણે રણબીર કપૂર હંમેશા ચર્ચામાં રહ્યા છે. અવંતિકાથી લઈને આલિયા ભટ્ટ સુધી કઈ કઈ અભિનેત્રીઓની સાથે રણબીર કપૂરનું નામ જોડાયું છે, ચાલો જાણીએ…

અભિનેતા રણબીર કપૂર હવે ૩૮ વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ તા. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૨ ના રોજ મુંબઈમાં થયો હતો. કપૂર ખાનદાનના વારસદાર રણબીર કપૂરએ ૧૭ વર્ષની ઉમરમાં જ પોતાના પિતાની ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’ માં આસીસ્ટન્ટ ડાયરેક્ટરનું કામ કર્યું હતું. તેમણે વર્ષ ૨૦૦૭માં ફિલ્મ ‘સાવરિયા’માં અભિનય કરીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું. પહેલી ફિલ્મ પછી જ તેમની ફેન ફોલોઈંગ ખુબ જ વધી ગઈ હતી.

ફિલ્મ ‘રોકસ્ટાર’, ‘યે જવાની હૈ દીવાની’, ‘બર્ફી’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર રણબીર કપૂર હંમેશાથી જ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહ્યા છે. પિતાની સાથે સંબંધની વાત હોય કે પછી રણબીર કપૂરના અફેર્સની, તેઓ હંમેશા ચર્ચામાં રહે છે.

image source

ફિલ્મોમાં આવતા પહેલા પણ રણબીર કપૂર પોતાની લેડી લવને લઈને ચર્ચામાં રહ્યા હતા. ટીવી સીરીયલ ‘જસ્ટ મોહબ્બત’માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કરનાર અવંતિકા મલિક (Avantika Malik) સાથે તેમના અફેરની ચર્ચા હતી. એવું કહેવામાં આવે છે કે, બંનેએ એકબીજાને ૫ વર્ષ સુધી ડેટ કર્યા હતા, પરંતુ અવંતિકાએ વર્ષ ૨૦૧૧માં આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાન સાથે લગ્ન કરી લીધા.

image source

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બ્લેક’માં રણબીર કપૂર અને સોનમ કપૂર (Sonam Kapoor) એ આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન બંનેએ એકબીજાની સાથે પ્રેમ થઈ ગયો, તેઓ પ્યાર ‘સાંવરિયા’ની શુટિંગ દરમિયાન પણ ચાલતું રહ્યું, પરંતુ પછીથી બંને અલગ થઈ ગયા.

image source

ફિલ્મ ‘અનજાના અનજાની’ના શુટિંગ દરમિયાન રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ના પ્રેમની ચર્ચાઓ ખુબ જ થઈ રહી હતી. ફિલ્મના સેટ પર કામ કરનાર લોકો પણ મોટાભાગે બંનેના રીલેશનને લઈને વાતો કરતા હતા, પરંતુ ફિલ્મની અસફળતાએ તેમના પ્રેમને પણ અસફળ કરી દીધો અને પછી બંને ફક્ત એકબીજાના સારા મિત્રો બની ગયા અને સાથે ફિલ્મ ‘બર્ફી’માં પણ કામ કર્યું.

image source

બોલીવુડના સૌથી ચર્ચિત કપલ્સ માંથી એક કપલ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની જોડી રહી છે. બંનેની લવ સ્ટોરી વર્ષ ૨૦૦૮માં શરુ થઈ હતી. વર્ષ ૨૦૦૯માં આ બંનેએ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ ફિલ્મ ‘બચના એ હસીનો’માં સાથે કામ પણ કર્યું હતું. દીપિકા પાદુકોણ (Dipeeka Padukone) એ તો રણબીરના નામનું ટેટુ પણ બનાવી લીધું હતું. આ દરમિયાન રણબીર કપૂરની લાઈફમાં સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેંડ કૈટરીના કૈફની એન્ટ્રી થઈ અને આ લવ સ્ટોરીનો અંત થઈ ગયો.

image source

અભિનેત્રી દીપિકા પાદુકોણના રહેતા જ રણબીરનું અફેર કેટરીના કૈફ (Katrina Kaif) સાથે શરુ થઈ ગયું. બંનેએ રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’માં સાથે કામ કર્યું હતું. ત્યાર પછી બંને છુપાઈ છુપાઈને મળવાનું શરુ કર્યું. બંને એકસાથે મુંબઈમાં અલગ ફ્લેટમાં લિવ- ઈન- રિલેશનશિપમાં સાથે જ રહેવા લાગ્યા. વર્ષ ૨૦૧૫માં આ ખબર આવી કે, રણબીર કેટરીના સાથે લગ્ન કરવાના છે, પરંતુ જાન્યુઆરી, ૨૦૧૬માં અચાનક રણબીરએ કેટરીનાને છોડી દીધી છે.

image source

ફિલ્મ ‘રોકસ્ટાર’માં રણબીર કપૂરની સાથે કામ કરનાર કો- એક્ટર નરગિસ ફાખરી (Nargis Fakhri)ની સાથે પણ તેમના અફેરની ખબર આવી હતી. પણ આ રોમાંસ વધારે દિવસ સુધી ચાલ્યો નહી અને જયારે ફિલ્મ ‘રોકસ્ટાર’ રીલીઝ થઈ તો તેના થોડાક સમય પછી જ બંને અલગ થઈ ગયા. જો કે, બંને હજી પણ સારા મિત્રો છે.

image source

કેટરીના કૈફ સાથે સંબંધ તૂટ્યા પછી રણબીર કપૂરનું નામ અમીષા પટેલ (Ameesha Patel)ની સાથે પણ લેવામાં આવતું હતું. જો કે, આ ખબર પર આજે પણ લોકો વિશ્વાસ થતો નથી અને એને મોટાભાગના લોકો અફવા જ માને છે.

image source

કેટરીના સાથે સંબંધ તૂટ્યા પછી રણબીર કપૂરનું નામ કેટલીક અભિનેત્રીઓ સાથે જોડાયું. ક્યારેક જૈક્લીન ફર્નાન્ડીઝ તો ક્યારેક નોરા ફતેહી, પરંતુ જયારે એકવાર રણબીર અને માહિરા ખાન (Mahira Khan)ને એકસાથે સ્મોક કરતા જોવામાં આવ્યા ટી બંનેની વચ્ચે સંબંધ હોવાની ખબર આવી. ત્યાર બાદ એક એવોર્ડ સમારોહમાં પણ બંને એકસાથે જોવા મળ્યા જેનાથી આ ખબરની પુષ્ટિ કરવામાં આવી.

image source

આજકાલ રણબીર કપૂર બોલીવુડ ઇન્ડસ્ટ્રીની નંબર વન હિરોઈન આલિયા ભટ્ટ (Alia Bhatt) ના પ્રેમમાં પાગલ છે. આલિયાને રણબીરની માતા નીતુ સિંહ કપૂર પણ ખુબ પસંદ કરે છે. ખબરોની માનીએ તો રણબીર અને આલિયા આ વર્ષના ડીસેમ્બર મહિનામાં લગ્ન કરવાના હતા, પરંતુ ઋષિ કપૂરની મૃત્યુ થઈ ગયા પછી કદાચ આ લગ્ન આ વર્ષે નહી થાય. પણ બંનેનો પ્રેમ પરવાન ચઢી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span