દીપિકા રનબીરની જૂની વિડિયો થઈ રહી છે વાયરલ – તમે પણ જોશો તો ખડખડાટ હસી પડશો

બાથરૂમમાં દીપિકા પાદુકોણ સમજીને ફ્લર્ટ કરવા લાગ્યો રનબીર અને પછી થયું જોવા જેવું

વર્ષો જૂની વિડિયો થઈ વાયરલ – રનબીર-દીપીકાની જુઓ આ ફની વિડિયો

બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી દીપિકા પાદુકોને એક સમયે પોતાની એક્ટિંગની સાથે સાથે એમના સંબંધોના કારણે પણ ઘણા ચર્ચામાં રહેતા હતા.ઓનસ્ક્રીન જ નહીં ઑસ્ક્રીન પણ બન્નેને ફેન્સ પસંદ કરતાં હતાં. પણ બંને ના સંબંધો લાંબા ન ચાલ્યા ને બંને અલગ થઈ ગયા. પણ બંને આજે પણ સારા મિત્રો છે. આ વખતે ફરી એકવાર બંને ચર્ચામાં છે અને કારણ છે એમનો એક વાયરલ વિડીયો

image source

સોસિયલ મીડિયા પર રણબીર કપૂર અમે દિપીકા પાદુકોનેનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એમની ફિલ્મ”યે જવાની હે દિવાની”નો છે પણ આ વીડિયોની ખાસ વાત એ છે કે આ વીડિયો ફિલ્મ માટે શૂટ તો થયો હતો પણ ફિલ્મમાં તેનો ઉપયોગ નથી થયો. એટલે જ આ વીડિયો તમે ફિલ્મમાં નહિ જોયો હોય.

image source

ફિલ્મ યે જવાની હે દિવાનીમાં રણબીર કપૂરે બની તો દીપિકા પાદુકોને નૈનાનો રોલ નિભાવ્યો હતો. વીડિયોમાં આપ જોઈ શકશો કે બની, નૈનાના ઘરે જાય છે અને સીધો જ નૈનાને શોધવા લાગે છે. નૈના તો નથી મળતી પણ બાથરૂમમાંથી એને શાવરનો અવાજ આવે છે અને બનીને લાગે છે કે નૈના અંદર છે તો એ દરવાજાની બહાર ઉભા રહીને નૈના સમજીને મજકિયા ઢબમાં ગંદી વાતો કરતો ફ્લર્ટ કરવા લાગે છે.

એ પછી વીડિયોમાં દેખાય છે નૈના ઘરના બીજા ખૂણેથી સામે આવે છે અને એનું ફલરટિંગ સાંભળી ઘરની બહાર જવાનું કહે છે. ત્યારે જ બાથરૂમમાંથી એક મહિલા બહાર આવે છે અને પોતાને નૈનાની માઁ કહે છે. બની આ બધું જોઈને શરમમાં લાલ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by deepikapadukone.closet (@deepikapadukone.closet) on

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે કારણકે બનીની હરકતો પર નૈનાનો ગુસ્સો અને આ આખી સિચ્યુએશન ઘણી રમુજી છે.યાદ અપાવી દઈએ કે ફિલ્મ યે જવાની હે દિવાની વર્ષ 2013માં રિલીઝ થઈ હતી.ફિલ્મની સ્ટોરીથી લઈને ડાયલોગ્સ અને ગીતો, બધું જ દર્શકોને ખૂબ પસંદ પડ્યું હતું.