આલિયા ભટ્ટની ભાવિ નણંદ પાસે છે ઢગલો રૂપિયા, તેમ છતા એક વાર આ વસ્તુ કરી ચોરી અને…

ણબીર કપૂરની બહેન અને આલિયા ભટ્ટની ભાવિ નણંદ છે કરોડપતિ!જાણો વિગત

બોલીવુડ સ્ટાર રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાના કામને લીધે નહીં પરંતુ પોતાના સંબંધોને લઇને છાશવારે ચર્ચામાં રહે છે. વારે વારે એમના લગ્નની વાતો સામે આવે છે. ક્યારેક બંનેના લગ્નની તારીખ પણ જાહેર કરી દેવાય છે તો લગ્ન સ્થળ અંગેની અફવાનું બજાર ગરમ થઇ જાય છે.

image source

જોકે હજુ સુધી આ બંનેએ ક્યારેય આ અંગે કોઇ ફોડ પાડ્યો નથી. રિશી કપૂર અને નીતૂ સિંહનો દીકરો રણબીર કપૂર 38 વર્ષનો થઈ ગયો છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર, 1982માં મુંબઈમાં થયો હતો. રણબીર હંમેશા તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે. ‘રૉકસ્ટાર’, ‘યે જવાની હૈ દીવાની’, ‘બરફી’ સહિતની સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા રણબીર સિંહનીને એક મોટી બહેન છે, જેનું નામ રિદ્ધિમા કપૂર સાહની છે. રિદ્ધિમ આમ તો ઇન્ટેરિયર અને ફેશન ડિઝાઈનર છે. તે જ્વલરી ડિઝાઈનનું પણ કામ કરે છે, પણ ઓછા લોકો જાણતાં હશે કે, થોડાં વર્ષ પહેલાં તેમના પર ડિઝાઈન ચોરીનો આરોપ લાગ્યો હતો.

image source

રિદ્ધિમાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર રણબીર કપૂરને બર્થડે વિશ કરતાં થ્રોબેક ફોટો શેર કર્યાં હતાં. આ ફોટોમાં તેમનો આખો પરિવાર જોવા મળતો હતો. જેમાં દિવંગત પિતા રિશી કપૂર અને મા નીતૂ કપૂર પણ સામેલ છે. રિદ્ધિમાએ તેના ભાઈ રણબીરને બર્થડે વિશ કરતાં કહ્યું કે, ‘હેપ્પિએસ્ટ બર્થડે ઓસમનેસ. હું તને ખૂબ જ પ્રેમ કરું છું.’ રિદ્ધિમાંએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર પણ ફોટો શેર કર્યાં છે, જેમાં તેમણે ફેન્સને જણાવ્યું કે, તે તેમના ભાઈને કયાં નામથી બોલાવે છે.

image soucre

તેમણે લખ્યું છે કે, ‘હેપ્પી બર્થડે રન્સ’. રણબીરની બહેન રિદ્ધિમા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ત્યાં સુધી કે ઘણાં લોકોને ખબર પણ નથી કે રણબીરને કોઈ બહેન છે? રિદ્ધિમાને શરૂઆતથી જ બોલિવૂડમાં કોઈ રસ નથી, આ કારણે તેમને ફિલ્મી કરિયર પસંદ કરવા ઉપરાંત પોતાના મનગમતા ફેશન ડિઝાઈનિંગ અને ઇન્ટેરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યો અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કર્યું.

image source

રિદ્ધિમાની અંગત જિંદગીની વાત કરીએ તો તેમના લગ્ન થઈ ગયા છે અને તેમને એક દીકરી પણ છે. રિદ્ધિમાએ 25 જાન્યુઆરી, 2006માં તેમના ફ્રેન્ડ અને દિલ્હીના બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યાં હતાં. ભરત ગારમેન્ટ એક્સપોર્ટનો માલિક છે. રિદ્ધિમાની પણ ખુદની ‘આર’ નામની જ્વેલરી બ્રાન્ડ છે. તેમનો બિઝનેસ કરોડોમાં છે.રિદ્ધિમાની ડિઝાઈન જ્વેલરી બોલિવૂડ સેલેબ્સ પણ પહેરેલા જોવા મળે છે, પણ કેટલાક વર્ષ પહેલાં તેમની જ્વેલરી બ્રાન્ડ પ્લેગરિઝ્મનો આરોપ લાગ્યો હતો.

image source

આ અંગે ડિઝાઈનર તરફથી માફી પણ માગવામાં આવી હતી. જેમાં માફીમાં રિદ્ધિમાએ આ વાત પર ભાર આપ્યો હતો કે, તેમને ત્યાં કોઈ પણ પ્રકારની પ્લેઝરિઝ્મનો વધારો કરવામાં આવતો નથી.ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે તેમના પેજ પર મોતી અને ડાયમંડની બનેલી ઇયરિંગનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ડિઝાઈનને રિદ્ધિમા કપૂરની બ્રાન્ડ બતાવવામાં આવી હતી. જોકે, યુઝરે ઇયરિંગ વિશે લખ્યું અને દાવો કર્યો હતો કે, જે પર્લ ડિઝાઈનને રિદ્ધિમા તેમની બતાવી રહી છે, તે ખરેખર જાપાની જ્વેલરી ડિઝાઈનર મિકિમોટોની જ્વેલરી બ્રાન્ડની કોપી છે.

image source

યુઝરે એવો પણ દાવો કર્યો કે, રિદ્ધિમાએ જે ફોટો શેર કર્યો છે તે પણ બ્રેન્ડ મિકિમોટોની વેબસાઇટ પરથી લેવામાં આવ્યો છે.જ્વેલરી સાથે જોડાયેલા આ દાવો સામે આવ્યા પછી રિદ્ધિમાએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. રિદ્ધિમાએ લખ્યું હતું કે, ‘રિદ્ધિમા કપૂર સાહની જ્વેલરી અંતર્ગત અમે કોઈ પણ રીતના પ્લેગરિઝ્મને વધારો આપતી નથી. મોતીઓની લેજેન્ડરી ડિઝાઈનર મિકિમોટો કોઈચી દ્વારા ડિઝાઈન મોતી અને ડાયમંડ ઇયરિંગ્સ પોસ્ટ કરતાં લખ્યું કે, ઓરિજિનલ ડિઝાઈનરને ટેગ નહીં કરવા માટે અમે માફી માગીએ છીએ.

image source

અમે દરેક ડિઝાઈનરનું સન્માન કરીએ છીએ અને ક્યારેય તેમની કોપી અથવા અપમાન કરતાં નથી. ધન્યવાદ.’ થોડાં સમય પહેલાં જ રિદ્ધિમાએ તેમનો 40મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તેમનો બર્થડેમાં આખો કપૂર પરિવાર ભેગો થયો હતો. આ અવસરે રિદ્ધિમાની મમ્મી નીતૂ અને ભાઈ રણબીરે ખૂબ જ ડાન્સ કર્યો હતો.

image source

રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે અત્યારે ફિલ્મના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે, જેમાં ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘શમશેરા’ જેવી મોટી ફિલ્મો સામેલ છે. ‘બ્રહ્માસ્ત્ર’માં તે તેમની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની સામે છે તો ‘શમશેરા’માં તે સંજય દત્ત અને વાણી કપૂર સાથે જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span