રણવીર સિંહ રાજાની જેમ જીવે છે ઠાઠ માઠની જીંદગી, ગેરેજમાં પડી છે 9 કરોડની કાર તો…!

રણવીરે ટુંક સમયમાં બોલીવુડમાં જોર પકડ્યું છે. ઉદ્યોગની ટોચનો હીરો બન્યા પછી, તેણે સફળ હિરોઇન દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા. રણવીર એક અભિનેતા જેટલો મોટો અને સ્ટાઇલિશ છે. એટલો જ સ્ટાઇલિશ તેનો પરિવાર છે. રણવીરનું ફેમિલિ પણ સ્ટાઇલિશ છે જે લાઈમ લાઈટથી દૂર રહે છે. બહુ થોડા સમયમાં જ બોલિવૂડ પર રાજ કરનાર રણવીર સિંહ ૩૫ વર્ષના થઇ ગયા. ૬ જુલાઇએ તેમનો જન્મદિવસ હતો. ૬ જુલાઇ ૧૯૮૫માં મુંબઇમાં તેમનો જન્મ થયો હતો.

Image Source

જો કે રણવીર સિંહની લાઇફ સ્ટાઇલ લક્ઝૂરિયસ છે. તેમની પાસે ૨૨૪ કરોડ રૂપિયાથી પણ વધુની પ્રોપર્ટી છે. તેમને લક્ઝૂરિયસ કારનો પણ શોખ છે. તેમની પાસે આલિશાન ૩ બંગલા છે. તેમણે ૧૦ વર્ષમાં ૧૩ ફિલ્મોમાં કામ કર્યું. ત્રણ વર્ષ સંઘર્ષ કર્યાં બાદ તેમને ૨૦૧૦માં ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મ મળી હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા લીડ રોલમાં હતી. રણવીર સિંહ અપકમિંગ ફિલ્મ ’83’માં ક્રિકેટર કપિલદેવની ભૂમિકા ભજવશે. ૨૦૧૮માં રણવીરે દીપિકા પાદુકોણ સાથે ઇટલીમાં ધૂમધામથી લગ્ન કર્યાં હતા. ત્યારબાદ બેંગલુરુ તથા મુંબઈમાં બોલિવૂડ સેલેબ્સ, મિત્રો અને સગાસંબંધીઓ માટે ગ્રાન્ડ રિસ્પેશન યોજ્યું હતું. રણવીરનો ગોવામાં ૯ કરોડનો બંગલો છે.

Image Source

આ સિવાય ૧૦-૧૦ કરોડના ગોરેગાંવ મુંબઇમાં તેમનો એક-એક ફ્લેટ છે. પ્રભાદેવી મુંબઇમાં સી- ફેસિંગ એક ફ્લેટ છે. આ ફ્લેટને તેમણે ૧૩ કરોડમાં ખરીદ્યો હતો. રણવીર કારના પણ શોખીન છે. તેમની પાસે અનેક સારી મોડલની લક્ઝૂરિયસ કાર છે. તેમની પાસે ૩.૨૯ કરોડની Aston Martin Rapide છે. ૨.૫ કરોડની લેન્ડ રોવર રેન્જ વોગ તેમજ ૧.૭ કરોડની જેગુઆર એકસ જેએલ, ૧.૦૪ કરોડની ટોયેટા લેન્ડ ક્રૂઝ પરડો છે. ૮૩ લાખની મર્સિડીઝ બેંઝ જીએલએસ, ૭૦ લાખની મર્સિડીઝ બેંઝ ઇ ક્લાસ, ૫૯.૭૮ લાખની ઓડી ક્યૂ-5 અને ૧૦.૯૭ લાખ રૂપિયાની મારૂતી સીઆઝ છે.

Image Source

આ સિવાય રણવીર પાસે એક વિન્ટેજ મોટર સાઇકલ છે, જેની કિંમત ૬.૮ લાખ છે. રણવીર પાસે જે એસ્ટર્ન માર્ટિન કાર છે. જે જેમ્સ બોન્ડ ફિલ્મમાં જોવા મળતી કલ્ટ કાર છે. જે રીતે રણવીર પાસે કારનું કલેકશન છે. તેવી જ રીતે તેમની પાસે જૂતાનું પણ શાનદાર કલેકશન છે. તેમની પાસે ૧ હજાર જૂતા છે. જેની કિંમત ૬૮ લાખથી પણ વધુ છે. તેમણે ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’, ‘રામલીલા’, ‘ગુંડા’, ‘દિલ ધડકને દો’, ‘બાજીરાવ મસ્તાની’, ‘સિંબા’, ‘પદ્માવત’, ‘ગલી બોય’ જેવી ફિલ્મમાં કામ કર્યું.

Image Source

તેમની અપકમિંગ ફિલ્મ ’83’ અને ‘જયેશભાઇ જોરદાર’ છે. રણવીર સિંહની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ તેના કરતા ઓછી નથી. દીપિકા પાદુકોણ પણ રણવીર સામે સ્ટાઇલમાં ભાગ લે છે. દીપિકા અને રણવીર ઘણી વાર એક જ ડ્રેસ પહેરેલા જોવા મળ્યા છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડનું એ યુગલ છે જેમને તેમના ચાહકો ખૂબ ચાહે છે. બંનેના ચાહકોએ તેમને પહેલી ફિલ્મથી જ પસંદ કરવાનું શરૂ કર્યું. બંનેને એક સાથે સ્ક્રીન પર જોવું એ ચાહકો માટે ટ્રીટથી ઓછું નથી. રામ-લીલા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં આ જોડી એક સાથે જોવા મળી હતી અને સારી પસંદ આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.