RBIએ આપી ચેતવણી, આ વાંચીને જલદી કરી લો આ કામ, નહિં તો બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી, અને આવશે રોવાનો વારો
જેમ જેમ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે તેમ તેમ હેકર્સ પણ વધારે ફ્રોડ કરવા લાગ્યા છે. વર્તમાન સમયમાં ટેકનોલોજીના કારણે જ્યાં લોકોના કામકાજ સરળ થયા છે ત્યાં બીજી તરફ લોકોની પ્રાઈવસીથી લઈ નાણાકીય વ્યવહારો પર મોટું જોખમ તોળાવા લાગ્યું છે. હેકર્સ યુઝરની માહિતીનો ઉપયોગ કરી અને તેમની સાથે છેતરપિંડી કરી લેતા હોય છે.

ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન ફુડ ઓર્ડર સહિત જ્યાં પણ લોકોના કાર્ડની વિગતો આપવાની હોય છે ત્યાં જોખમ રહે છે. તેમાં પણ જો કોઈ યુઝર નેટ પર કે કોલ પર કઈ જાણકારી શેર કરવી અને કઈ નહીં તે વાતથી અજાણ હોય તો તેના ખાતામાંથી પળવારમાં તો લાખો રૂપિયા ઉપડી પણ જાય છે. આવા ફ્રોડ અને છેતરપિંડીના કેસ વધતાં હોવાથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોકોને જાગૃત કરવાનું અભિયાન શરુ કર્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોકોને ફ્રોડથી બચાવવા માટે જે અભિયાન શરુ કર્યું છે તેમાં ઓનલાઈન બેન્કિંગને લઈને અનેકવાર ચેતવણી આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં અનેક લોકો આજે પણ ઓનલાઈન ફ્રોડનો ભોગ બને છે. કારણ છે કે લોકો ખૂબ ઝડપથી ઈન્ટરનેટ બેન્કિંગ તરફ વળી રહ્યા છે. આ ઉતાવળ અને જાગૃતિના અભાવના કારણે ખાતેદાર સાથે ફ્રોડ પણ સતત વધી રહ્યા છે. તેના કારણે આરબીઆઈના પોતાના આ અભિયાનમાં સામાન્ય લોકોને ઓનલાઈન ફ્રોડ અને બેંકિંગ સાથે જોડાયેલા નિયમો વિશે જાગૃત કરવામાં આવે છે.

તેવામાં આરબીઆઈએ જણાવ્યું છે કે તેના નામ પરથી આવતાં કેટલાક ઈમેઈલથી લોકોએ બચવું જોઈએ. આરબીઆઈ તરફથી મેસેજ છે તેવું માની અને જે લોકો આ મેઈલમાં આપેલી સુચનાનું પાલન કરે છે ત્યારે તેમના ખાતામાં જમા રકમ સફાચટ થઈ જાય છે.

આરબીઆઈએ કહ્યાઅનુસાર તેમના નામ પર ડમી મેઈલ લોકોને કરવામાં આવે છે. આ ઈમેલમાં કહેવામાં આવે છે કે ખાતેદાર ઈનામ જીત્યા છે ત્યારબાદ લાખોની રકમ માટે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ તરીકે યૂઝરને પૈસા ભરવાનું કહેવામાં આવે છે. જો કે મેઈલ સર્વિસ અંગે બેન્કે સ્પષ્ટ કર્યું છે કે તેમના તરફથી કોઈપણ વ્યક્તિને ઈમેલ કે મેસેજ મોકલવામાં આવતા નથી.

તેવામાં જો આ પ્રકારની છેતરપિંડીથી બચવું હોય તો જરૂરથી ચેક કરવું કે ઈમેઈલ કયા એડ્રેસ પરથી આવ્યો છે. તેમાં જરા પણ શંકા જાય તો તે મેઈલમાં આપેલી લિંક ખોલવી પણ નહીં અને તેના રિપ્લાયમાં કોઈ માહિતી શેર પણ ન કરવી. આ રીતે ટેક્સ મેસેજ આવે તો તેનો પણ જવાબ આપવો જોઈએ નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span