ઘરમા પ્લાન્ટ્સ રાખવા કેટલું ફાયદાકારક વાંચો…
ઈન્ડોર પ્લાન્ટ્સ માત્ર ઘરની શોભા જ નથી વધારતા, પંરતુ તો ઘરની સાથેસાથે ઘરમાં રહેનારા લોકોને પણ હેલ્ધી રાખે છે. ઘરમાં રહેલી ટોક્સિક હવાને ક્લીન કરનારા અને બેસ્ટ હોમ રેમેડીઝ તરીકે કામ કરનારા આવા પ્લાન્ટ્સ તમારા હેલ્થને સારી રાખશે.
ઘરમા પ્લાન્ટ્સ રાખવા કેટલું ફાયદાકારક
• ઈન્ડોર પ્લાન્ટ્સ ઘરમાં ઓક્સિજનની માત્રા વધારે છે. જેનાથી આપણને તાજી હવા મળે છે.
• એગ્રિકલ્ચર યુનિવર્સિટી ઓફ નોર્વે દ્વારા કરાયેલી સ્ટડીમાં આ વાત સામે આવી છે કે, ઈન્ડોર પ્લાન્ટ્સને કારણે ઘરમાં મોઈશ્ચરનું લેવલ સામાન્યથી સારું રહે છે, જેનાથી ઘરમાં રહેનારાઓને ડ્રાય સ્કીન, શરદી-ખાંસી અને ગળામાં ખારાશ જેવી સમસ્યાઓ ઓછી થાય છે.
• નાસાના રિસર્ચ અનુસાર, ઘરમાં શુદ્ધ હવા માટે 100 સ્કેવર ફીટમાં એક ઈન્ડોર પ્લાન્ટ રાખવો જોઈએ,
• કેન્સર સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા સ્ટડી અનુસાર, સર્જરીવાળા દર્દીઓના રૂમમાં પ્લાન્ટ રાખવાથી તેમની ઈજા વહેલી સારી થાય છે. તેથી જો કોઈ દર્દીને તમે જોવા જતા હોવ તો તેને પ્લાન્ટ ગિફ્ટ કરજો.

• ઈન્ડોર પ્લાન્ટ્સ આપણી કાર્યક્ષમતા વધારે છે. નેચરની આજુબાજુ રહેવાથી આપણી યાદશક્તિ સારી થાય છે. જેનાથી આપણી યાદશક્તિ ક્ષમતા વધી જાય છે. મિશિગન યુનવર્સિટીની રિપોર્ટ અનુસાર, ઈન્ડોર પ્લાન્ટ્સ રાખવાથી આપણી એકાગ્રતા 20 સુધી વધી જાય છે.
• ઈન્ડોર પ્લાન્ટ્સ શાંતિવાળી ઊંઘ પણ આપે છે. જો તમને રાત્રે પૂરતી ઊંઘ નથી આવતી તો બેડ પાસે લેવેન્ડર અને જાસ્મીનનો પ્લાન્ટ જરૂર રાખો

• મેન્ટલ હેલ્થ માટે પણ આ પ્લાન્ટ્સ બહુ જ સારા હોય છે. તે પોઝિટીવિટીનું લેવલ વધારીને આપણને રિલેક્સ્ડ અને સિક્યોર ફીલ કરાવે છે.
કયા કયા પ્લાન્ટ રાખવા
• આર્યુવેદ અને નેચરોપથી બંનેમાં તુલસીને બહુ જ મહત્ત્વનું કહેવાયું છે. તે બધામાં કામ આવે છે. તેથી તુલસીનો પ્લાન્ટ જરૂર રાખવો.
• એલોવેરા સ્કીન પ્રોબ્લમ્સમાં જ નહિ, પરંતુ હેલ્થની દ્રષ્ટિએ પણ કામને છે. તેથી આ પ્લાન્ટ પણ રાખવો.

• વિટામિન એ અને સીના ગુણોથી ભરપૂર ફુદીનો પણ ઔષધિ તરીકે કામ કરે છે તેથી આ પ્લાન્ટ પણ ઘરમાં રાખવો.
• લેવેન્ડર નામનો પ્લાન્ટ એક માઈલ્ડ એન્ટી ડિપ્રેસેન્ટ હોવાની સાથે અનેક હેલ્થ પ્રોબ્લમ્સ દૂર કરવા કામનો છે. તે થાક અને તણાવને પણ દૂર કરે છે.
• મીઠા લીમડાના પાન ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પણ તેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. તેથી ઘરમાં મીઠા લીમડો તો હોવો જો જોઈએ.
• મની પ્લાન્ટ અને પીસ લીલીમની પ્લાન્ટ બંને એર પોલ્યુશનને કન્ટ્રોલ કરે છે. તેથી ઘરમાં ઓક્સિજનની માત્રા બનાવી રાખવા માટે આ પ્લાન્ટ તમને હેલ્ધી રાખશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.