રાજ્યમાં કોરોનાનું તાંડવઃ એક જ દિવસમાં અત્યાર સુધીના રેકોર્ડ બ્રેડ કેસ નોંધાયા!

રાજ્યમાં પાછળના થોડાક દિવસોથી અનલોક 2 દરમિયાન કોરોનાના દર્દીઓનો આંકડો દિવસેને દિવસે સતત વધતો જઈ રહ્યો છે. એવા સમયે હવે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે 24 કલાકમાં આખાય રાજ્યમાં નોધાયેલ કોરોના વાયરસના નવા કેસની માહિતી બહાર પાડી છે. આ માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીના કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઊછાળ આવ્યો છે. દિવસે દિવસે નવા કેસમાં ઊછાળ આવી રહ્યો છે.

Davangere records second COVID-19 positive case | Deccan Herald૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૬૧ જેટલા કેસ

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૬૧ જેટલા કેસ નોધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો પણ હવે ૩૯,૨૮૦ને પાર થઈ રહ્યો છે. જો કે સારા થવાની સંખ્યમાં પણ વધારો થયો છે અને મૃત્યુમાં પણ હવે આંકડો ૨ હજારને પાર થઇ ચુક્યો છે. તો સામે ૨૪ કલાકમાં ૪૨૯ જેટલા દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા છે. આ સાથે જ હાલ સુધીમાં કુલ મળીને ૨૭,૭૪૨ જેટલા દર્દીઓ કોરોના વાયરસને હરાવીને પોતાના જીવનમાં પાછા ફર્યા છે. રાજ્ય ભરમાં કોરોના વાયરસના કારણે છેલ્લા ૨૪ કલાક ૧૫ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જ રાજ્ય ભરમાં મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો 2010 સુધી પહોચી ગયો છે.

Image Source

અનલોક ૨ દરમિયાન નવા કેસમાં સતત ઉછાળો

ગુજરાત રાજ્યની સ્થિતિ જોતા સ્પષ્ટ દેખાય છે કે ભારતમાં જ્યારથી અનલોક ૨ પ્રભાવી થયું છે, ત્યારથી કોરોના વાયરસના દર્દીઓના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સમયે અનલોક બાદ આજે માત્ર ૨૪ કલાકમાં જ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ૮૬૧ નવા કોરોના કેસ સામે આવ્યા છે. વધતા કેસના કારણે સરકારની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે, શનિવારે આ આંકડો ૭૧૨ નોધાયો હતો અને રવિવારે ૭૨૫ કેસ નોધાયા હતા. અનુક્રમે સોમવાર ૭૩૫ કેસ, મંગળવારે ૭૭૮ કેસ, બુધવારે ૭૮૩ કેસ અને હવે આજે ૮૬૧ કેસ સાથે રેકોર્ડ બ્રેક આંકડો આવી ગયો છે.

Image Source

અમદાવાદ પછી હવે સુરતમાં કોરોના વિસ્ફોટ

અમદાવાદની સ્થિતિ જ્યારે હજુ ખાસ અંકુશમાં આવી નથી, ત્યારે સુરત નવા કેસમાં અમદાવાદને પણ પાછળ છોડી રહ્યું છે. અમદાવાદ બાદ સુરતમાં સક્રમણ સતત વધી રહ્યું છે, તેમજ સૌથી વધારે કેસ હવે સુરતમાં સામે આવી રહ્યા છે. આજના દિવસે સુરતમાં ૩૦૭ નવા કોરોનાના કેસ નોધાયા છે. જેમાંથી ૨૧૨ કેસ સુરત કોર્પોરેશન વિસ્તારના છે અને અન્ય ભાગમાંથી ૯૫ જેટલા કેસ સામે આવ્યા છે. આ કેસ સહીત સુરત હવે કોરોના કેસમાં ૭ હજારનો આંકડો વટાવી ચુક્યું છે. આજે સુરતમાં ૧૨૪ દર્દીઓના સ્વસ્થ થવા સાથે આ આંકડો ૪૪૯૦ પર પહોચ્યો છે. તો બીજી તરફ મૃત્યુ પામેલા આજના ૬ દર્દીઓને ગણતા સુરતનો મૃત્યુઆંક હવે ૨૦૫ જેટલો થયો છે. હાલમાં સુરત જીલ્લા ૨૩૪૩ જેટલા એક્ટીવ કેસ જોવા મળી રહ્યા છે.

Image Source

અમદાવાદ હજુય અવ્વલ નંબર પર યથાવત

અમદાવાદની સ્થિતિ નવા કેસમાં મધ્યમ જોવા મળી રહી છે. રોજના હવે અમદાવાદમાં ૨૦૦ કેસની અંદર આંકડો સામે આવી રહ્યો છે. છેલ્લામાં ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં ૧૬૨ જેટલા નવા કેસ નોંધાયા છે. જેમાં ૧૫૩ કેસ કોર્પોરેશનમાં છે અને જિલ્લામાં ૯ જેટલા નવા કેસ નોંધાયા છે. આ સાથે જ હવે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો ૨૨,૫૮૦ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજના દિવસે ૧૩૯ દર્દી સ્વસ્થ થયા છે, આમ કુલ મળીને સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો ૧૭,૩૯૮ થઇ ગયો છે. સામે આજે ૫ જેટલા દર્દીઓના મૃત્યુ પણ થયા છે, આ સાથે અમદાવાદનો મૃત્યુઆંક હવે ૧૫૦૮ પર પહોંચી ગયો છે. જો કે અમદાવાદમાં વર્તમાન સમયે ૩૬૭૪ જેટલા સક્રિય કેસ છે.

ગુજરાતનો મૃત્યુ આંક ૨ હજારને પાર

કોરોના વાયરસના કારણે આજે 15 દર્દીઓના મૃત્યુ થયા છે. આ મોતના આંકડા સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક ૨૦૧૦ થઇ ગયો છે. જેમાં અમદાવાદ અવ્વલ નંબરે છે. કોરોનામાં જીવ ગુમાવેલા દર્દીઓમાં અમદાવાદમાં ૧૫૦૮, સુરતમાં ૨૦૫, વડોદરામાં ૨૦૫, ગાંધીનગરમાં ૩૨, અર્વ્લ્લીમાં ૨૫ અને રાજકોટમાં ૧૫ સહીત અલગ અલગ જિલ્લાઓમાં કોરોનાએ બે હજારથી વધારે લોકોનો જીવ લીધો છે.

રાજ્યમાં જીલ્લા પ્રમાણે કોરોના વાયરસના નવા કેસની વિગત

09/07/2020

9/7/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 162
સુરત 307
વડોદરા 68
ગાંધીનગર 32
ભાવનગર 23
બનાસકાંઠા 18
આણંદ 11
રાજકોટ 20
અરવલ્લી 33
મહેસાણા 17
પંચમહાલ 3
બોટાદ 6
ખેડા 17
પાટણ 5
જામનગર 11
ભરૂચ 19
સાબરકાંઠા 11
ગીર સોમનાથ 9
દાહોદ 13
છોટા ઉદેપુર 4
કચ્છ 5
નર્મદા 1
નવસારી 16
જૂનાગઢ 19
પોરબંદર 1
સુરેન્દ્રનગર 10
મોરબી 4
તાપી 8
અમરેલી 8

રાજ્યભરમાં નોધાયેલ કોરોના વાયસર કેસની વિગત

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 22580 17398 1508 3674
સુરત 7038 4490 205 2343
વડોદરા 2836 2026 51 759
ગાંધીનગર 805 589 32 184
ભાવનગર 436 200 13 223
બનાસકાંઠા 297 187 14 96
આણંદ 273 233 13 27
રાજકોટ 529 184 15 330
અરવલ્લી 268 203 25 40
મહેસાણા 376 176 13 187
પંચમહાલ 224 164 16 44
બોટાદ 112 73 3 36
મહીસાગર 165 119 2 44
ખેડા 256 159 13 84
પાટણ 262 153 18 91
જામનગર 309 158 6 145
ભરૂચ 364 183 11 170
સાબરકાંઠા 230 144 8 78
ગીર સોમનાથ 107 50 1 56
દાહોદ 116 49 1 66
છોટા ઉદેપુર 71 51 2 18
કચ્છ 224 125 6 93
નર્મદા 101 81 0 20
દેવભૂમિ દ્વારકા 28 23 2 3
વલસાડ 277 94 5 178
નવસારી 196 93 2 101
જૂનાગઢ 228 71 4 153
પોરબંદર 22 17 2 3
સુરેન્દ્રનગર 237 114 8 115
મોરબી 55 23 2 30
તાપી 37 9 0 28
ડાંગ 7 4 0 3
અમરેલી 126 75 8 43
અન્ય રાજ્ય 88 24 1 63
TOTAL 39280 27742 2010 9528

(નોધ : આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.