આ શખ્સે બનાવી દીધો કંઈક હટકે વર્લ્ડ રેકોર્ડ, એક જ કોનની અંદર ભરી દીધા આટલા આઈસ્ક્રીમ

આઈસ્ક્રીમની કિંમત તમે શું જાણો રમેશ બાબુ. પરંતુ જો કોઈ એક શંકુમાં 125 આઈસ્ક્રીમ ભરે તો તમે શું કહેશો. આામ પણ આઈસ્ક્રીમ સાથે આપણે નાનપણથી જ લગાવ હોય છે. કારણ કે નાના હોય કે મોટા દરેક લોકોને આઈસ્ક્રીમ ખાવો પસંદ પડે છે. જો કે તેના ફાયદા પણ ઘણા છે. પરંતુ આજે વાત કરવી છે કંઈક હટકે, કારણ કે આ એક શખ્સે આઈસ્ક્રીમને લઈને એક રેકોર્ડ બનાવ્યો છે. ઇટાલીના રહેવાસી દિમિત્રી પનિસેરાએ હાલમાં જ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેઓએ એક શંકુમાં આઇસક્રીમની 125 સ્કૂપ્સ ભરી. આજ દિવસ સુધી કોઈએ આવું નથી કર્યું જે આ શખ્સે કરી બતાવ્યું છે.

image source

ગિનીસ બુક અનુસાર પેનસિરાએ 2013માં આ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે તેણે એક શંકુમાં 85 સ્કૂપ આઈસ્ક્રીમ સંતુલિત કરી. પરંતુ તેનો રેકોર્ડ આશ્રીતા ફર્મેને તોડી નાખ્યો હતો, તેણે શંકુમાં આઇસક્રીમના 123 સ્કૂપ્સ કર્યા હતા. પરંતુ હાલમાં દિમિત્રીએ શંકુમાં 125 આઈસ્ક્રીમને સંતુલિત કરીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. હવે આ રેકોર્ડને લઈ અનેક ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો આવું અઘરુ કારનામું જોઈને ચોંકી ગયા હતા.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ નવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવવામાં આવ્યા હતા. અજમત ખાન જે દુબઈમાં એથ્લેટ છે. તેણે બાસ્કેટબોલને ડ્રીબલિંગ કરીને ઝડપી માઇલ દોડવાનો નવો રેકોર્ડ બનાવ્યો. તેણે તેને 6 મિનિટ અને 1 સેકન્ડમાં પૂર્ણ કર્યો. એડ્રિયન લોંગ નામની મહિલાએ 10 કલાકથી વધુ સમય સુધી ઝાડને ગળે લગાડવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સપ્ટેમ્બરમાં લેઆહ શટકવર નામની બ્રિટીશ મહિલાએ ફક્ત 3 મિનિટમાં 10 જામ ડોનટ્સ ખાધા હતા. તેણે તેનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

બીજો એક એવો રેકોર્ડ છે કે અમેરિકાની પામ ઓનેને અનોખો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અમેરિકાની પામ ઓનેને ‘મોસ્ટ વર્ડ્સ સ્પેલ્ડ બેકવર્ડ્સ ઈન વન મિનિટ’નું ટાઈટલ પોતાને નામ કર્યું છે. ઓનેને 1 મિનિટમાં ઉંઘા ક્રમમાં 56 સ્પેલિંગ બોલીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે. પામ ઓનેન મિનેસોટા રાજ્યના હાસ્ટિંગ શહેરની રહેવાસી છે. પોતાના શહેરનું નામ વિખ્યાત કરવા માટે પામે આ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો છે.

image source

પામ તેના માટે ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ કરતી હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સની યુટ્યુબ ચેનલે પામ ઓનેનનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પામ કેટલી ઝડપથી સ્પેલિંગ બોલી રહી છે એ પણ ઉંધા ક્રમમાં. પામે સ્ટાન્ડર્ડ, લિવિંગ, ડેટાબેઝ, મેડ, સ્પીકિંગ, રેકોર્ડ, ઓર્ડિનરી સહિતના શબ્દોના સ્પેલિંગ ઉંધા ક્રમમાં બોલીને સૌને નવાઈ પમાડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span