સ્પેનનો આ વીડિયો જોઈ ફફડાટ મચ્યો, 50,000 લિટર રેડ વાઈન રસ્તા પર વહી ગઈ, લોકોને ભારે અફસોસ થયો

વિદેશમાં લોકો વાઈનના ખુબ શોખીન હોય છે. અવાર નવાર પાર્ટી અને પ્રસંગોમાં તે લોકો માટે વાઈન એ કોઈ નવી વાત નથી. આપણે જેમ અહીંયા દરેક નાનું બાળક ચોકલેટનું દિવાનું હોય એ જ રીતે ત્યાં મોટા લોકો વાઈનના શોખીન હોય છે. પરંતુ હવે જે વીડિયો આવ્યો એ ચોંકાવનારો છે. કારણ કે દરેક વ્યક્તિ જાણે છે કે રેડ વાઇન કેટલી મોંઘી છે.

50,000 લિટર રેડ વાઈન પાણીની જેમ વહી ગઈ

image source

એવું કહેવાય છે કે નસીબવાળા અને પૈસાદાર લોકો જ રેડ વાઈનનું સેવન કરી શકે છે, નહીં તો સામાન્ય માણસ ફક્ત સપના જ જુએ છે. આ વાત સ્પેનની છે. અમુક લોકોના સપના પર પાણી ફરી વળ્યું. બન્યું કંઈક એવું કે 50 હજાર લિટર રેડ વાઇન… હા – હા રેડ વાઇન પાણીની જેમ રસ્તા પર વહી ગઈ. તમે આ વીડિયોમાં જે જુઓ છો તે રેડ વાઇન છે.

40 લાખ લોકોએ વીડિયો જોઈ નાંખ્યો

મળતી માહિતી મુજબ આ વીડિયો સ્પેનનો છે. એવું બન્યું કે આ વાઇનરી ટાંકીનો વીડિયો છે. તેમાંથી વાઇન વહે છે. એવું લાગે છે કે જાણે કેનાલમાં ધોધમાર પાણી વહી રહ્યું હોય. હાલમાં આ વીડિયોને 40 લાખ વ્યૂ મળી ચૂક્યા છે, આ વીડિયો ઘણા લોકોએ જુદા જુદા પ્લેટફોર્મ ઉપર શેર કર્યો છે.

જનતાએ મીમ્સ બનાવીને લીધી મજા

જોકે પબ્લિકે મીમ્સનું પણ નિર્માણ કર્યું છે. કોઈએ તો એવો ફોટો મૂક્યો કે એક માણસ ધરતી પર સઈને આ વહી જતી વાઈન પી રહ્યો હોય. જો કે જે લોકો વાઇન પ્રેમી હોય તો તમે તેમની પીડા સમજી શકાય એવું છે. હાલમાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો જોઈને ચોંકી ગયા છે કે આખરે આમાં કેટલા કરોડોનું નુકસાન થયું હશે.

રેડ વાઈનથી સંભોગ કરવાની શક્તિ વધે છે

લાંબા સમયથી એક સ્થાપિત હકીકત છે કે લોકો જયારે રેડ વાઈન પીવે છે ત્યારે વધારે ઉત્તેજિત થાય છે. રેડ વાઇન દીર્ધાયુષ્યમાં પણ મદદ કરી શકે છે. એરિઝોના યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ રેડ વાઇનમાં સમાવિષ્ટ રેજવેરાટ્રોલનો ટેસ્ટ કરવા મધમાખીઓનો ઉપયોગ કર્યો હતો અને તે આશ્ચર્યજનક છે કે મધમાખીઓની ઉમરમાં વધારો થયો.

કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે તમામ આલ્કોહોલિક પીણાં કે જે તમે સેક્સ પહેલાં ગ્રહણ કરી શકો છો, રેડ વાઇન એ માત્ર એક જ છે જે વાસ્તવમાં તમારા સેક્સ અનુભવને વધારી શકે છે અને સુધારી શકે છે. એક સંશોધનમાં જોવા મળ્યું છે કે રેડ વાઇનનું સેવન સ્ત્રીઓમાં સેક્સ હોર્મોન એસ્ટ્રોજન વધારે છે જેના કારણે કામવાસના વધે છે અને સેક્સની શક્તિ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span