જાણો આ મહિલા વિશે જે મોટાભાગે સફેદ વસ્ત્રોમાં જોવા મળે છે રેખા સાથે, અને રહે છે પડછાયાની જેમ

રેખાની દરેક બાબતોનું ધ્યાન રાખતી ફરઝાના – છેલ્લા 32 વર્ષથી તેમની સાથે પડછાયાની જેમ રહે છે

રેખા બોલીવૂડના એક પ્રતિભાવાન અને અત્યંત સુંદર અભિનેત્રી છે. તેમને બોલીવૂડની ટાઇમલેસ બ્યુટી ગણવામાં આવે છે. કારણ કે ઉંમર વધવાની સાથે સાથે તેમના સૌંદર્યમાં પણ વધારો થતો ગયો છે. રેખાનું જીવન દરેક બોલીવૂડ પ્રેમીને રહસ્યમય લાગ્યું છે.

image source

તેઓ શા માટે પરણ્યા નથી, તેમના અને અમિતાભના પ્રેમ સંબંધનો અંત શા માટે આવ્યો કે ખરેખર એવું કંઈ તેમની વચ્ચે હતું પણ ખરું કે નહીં, વિગેરે પ્રશ્નો હંમેશા તેમના ફેન્સને રહ્યા કરે છે. તેવી જ રીતે રેખા જ્યારે ક્યારેય પણ ક્યાંય જાહેરમાં જોવા મળે ત્યારે તેમની સાથે એક વ્યક્તિ હંમેશા તેમની સાથેને સાથે જ જોવા મળે છે. તે વિષે પણ લોકોને પ્રશ્નો રહ્યા કરે છે.

image source

અભિનેત્રી રેખા આજે 65 વર્ષના થઈ ચૂક્યા છે પણ તેમના સૌંદર્યમાં કોઈ જ ઝાંખપ નથી આવી. ઉમરાવ જાન, ઇજાઝત, ઘર અને કલયુગ જેવી ફિલ્મોથી ઓળખ મેળવનાર રેખાએ દક્ષિણ ભારતીય ફિલ્મ રંગુલા રત્નમથી પોતાની અભિનયની કારકિર્દીની શરૂઆત કરી હતી. રેખાનું જીવન ઘટનાઓ અને અટકળોથી ભરેલું પડ્યું છે લોકોને તેમાં ખૂબ રસ પડતો રહ્યો છે. રેખા વિષે વધારે ચર્ચા તેમના સેક્રેટરીને લઈને થઈ છે.

image source

રેખાની સાથે હંમેશા પાર્ટીઓ, ઇવેન્ટ્સ, અવોર્ડ્સ શો, અને ક્યારેક ક્યારેક તો સંસદમાં પણ તેમની સેક્રેટરીને તમે તેમના પડછાયાની જેમ તેમની સાથે જ જોઈ હશે. તેમની સાથે સતત હાજર રહેતી આ સેક્રેટરીનું નામ છે ફરઝાના. ફરઝાના લગભઘ 32 વર્ષથી રેખાની સાથે છે. હંમેશા સફેદ વસ્ત્રોમાં જોવા મળતી ફરઝાના પહેલાં હેર સ્ટાઇલિસ્ટ હતા. રેખાને મળ્યા બાદ ફરઝાના તેમનું બધું જ કામ સંભાળવા લાગી.

image source

ફરઝાનાનો પહેરવેશ પુરુષો જેવો હોય છે. જો કે તે બન્ને સંબંધોને લઈને પણ ઘણું બધું અત્યાર સુધીમાં લખવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે પણ તેની કોઈ જ પુષ્ટિ અત્યાર સુધીમાં થઈ શકી નથી માટે તેના સાતત્ય પર પણ શંકા છે. કહેવાય છે કે રેખાના ઓરડામાં કોઈ જ નથી આવી શકુતં પણ ફરજાનાને ત્યાં આવવા જવાની છૂટ છે. રેખા અને ફરઝાનાના સંબંધો વિષે એક પત્રકારે જણાવ્યું હતું કે રેખા માટે ફરઝાના એકદમ પર્ફેક્ટ છે. ફરઝાના રેખાની આંખ, નાક, કાન અને સલાહકાર તેમજ મદદગારની ભૂમિકા નિભાવે છે.

image source

રેખા તેમના વગર નથી રહી શકતા. રેખાને કોઈ બાબતથી પરેશાની છે તે વાત ફરઝાના સારી રીતે જાણે છે. રેખા પોતાની સેક્રેટરી ફરઝાનાને પોતાની બહેન માને છે. પણ બહારની દુનિયા આ બન્નેના સંબંધ પર આજ સુધી માત્ર અટકળો જ લગાવતી રહી છે. સત્ય હકીકતની કોઈને પણ ખબર નથી.

image source

રેખાના અંગત જીવન વિષેની વાત કરીએ તો અમિતાભ અને તેમના પ્રેમનો કિસ્સો જગજાહેર છે. રેખાને જોશો તો તેમના ચહેરા પર સ્મિત દેખાશે પણ તેમની આંખોમાં એક ઉંડો ખાલીપો દેખાય છે.

image source

રેખાએ પોતાની કેરિયરમાં લગભઘ 175 હિન્દી ફિલ્મો અને દક્ષિણ ભારતીય કેટલીક ફિલ્મો કરી છે. જેમાં ખૂબસુરત, ખૂન ભરી માંગ, ખૂન ઔર પસિના, મુકદ્દર કા સિકંદર અને ઉમરાવ જાનનો સમાવેશ થાય છે. રેખાને ત્રણવાર ફિલ્મફેર મળી ચૂક્યો છે અને તેમને એકવાર રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. રેખા પદ્મશ્રી પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.