વારંવાર SORRY બોલવાથી સંબંધો બગડે છે, જાણો કેવી રીતે…

કહેવાય છે કે, જ્યાં પ્રેમના સંબંધો હોય ત્યાં નાના-મોટા ઝઘડાઓ થવા એ એક સામાન્ય બાબત છે. ઘણા લોકોના મોંઢે તમે સાંભળ્યુ હશે કે ઝઘડો થવાથી પ્રેમમાં વધારો થાય છે. આમ, આપણાથી ખરેખર કોઇ મોટી ભૂલ થઇ ગઇ હોય તો આપણે સામેવાળી વ્યક્તિને સોરી કહેતા હોઇએ છીએ જેથી કરીને સામેની વ્યક્તિને ખોટુ ના લાગે અને આગળ જતા કોઇ મતભેદ કે મનભેદ ના થાય.

5 Reasons Why Some People Will Never Say Sorry | Psychology Today ...
image source

જો કે ઘણા લોકોને એક એવી ટેવ હોય છે કે જેઓ વાતે-વાતે બીજાને સોરી કહેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે વાત-વાતમાં સોરી કહેવાની આદત જો તમને હોય તો તમે પણ સુધારી લેજો કારણકે તેનાથી સામેવાળી વ્યક્તિ હેરાન પરેશાન થઇ જાય છે જે કારણોસર સંબંધોમાં પછી ધીરે-ધીરે ખટાશ આવવા લાગે છે. તો આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે કોઇ વ્યક્તિને વારંવાર સોરી કહેવાથી સંબંધો સુધરતા નથી પણ વધુ બગડતા જાય છે.

image source

પોતાના પર જ્યારે વિશ્વાસ ના હોય ત્યારે…

દરેક વાત પર જ્યારે વ્યક્તિ પોતાની વાતને ખોટી સમજી લે છે ત્યારે તે વારંવાર સોરી બોલે છે. આમ, જે વ્યક્તિનું મનોબળ મજબૂત ના હોય તે વ્યક્તિ સોરી શબ્દનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે જેથી કરીને તે લોકોની નજરમાંથી ઉતરી જાય છે અને પોતાની વેલ્યુ ડાઉન કરવાનુ કામ તે પોતે જાતે જ કરી લે છે. જો તમે તમારા સર્કલમાં કે પછી ઘરમાં સોરી શબ્દનો ઉપયોગ વધુ પડતો કરો છો તો લોકોને તમારા પરથી વિશ્વાસ ઉઠી જાય છે અને તે તમારાથી ધીરે-ધીરે દૂર થવાનો પ્રયત્ન કરે છે.

Why Some People Never Apologize | Savvy Psychologist
image source

દરેક વાતનું ખોટુ લાગી જવું…

ઘણા લોકો એટલા સંવેદનશીલ હોય છે કે, તેઓ તેમની જૂની વાતોને પોતે જાતે જ યાદ કરીને સામેવાળી વ્યક્તિ પાસે માંફી માંગી લે છે. આમ કરવાથી સામેવાળી વ્યક્તિનો સારો મુડ પણ ખરાબ થઇ જાય છે. જો આ વાત પતિ-પત્ની કે પછી બહારની કોઇ વ્યક્તિ સાથે વારંવાર બને તો સંબંધો સુધરવાને બદલે બગડતા જાય છે. આજની આ ફાસ્ટ લાઇફમાં કોઇની પાસે એવો સમય નથી હોતો કે લોકો તેમની જૂની વાતો યાદ કરે અને તેઓ તેની પાછળ તેમનો સમય બગાડે.

image source

પોતાની ઇમેજ સારી બતાવવા માટે…

ઘણા લોકોને એવી આદત હોય છે કે, તેઓ આસપાસના લોકોને ખુશ રાખવા માટે કે પછી પોતાની ઇમેજને બીજા કરતા સારી બતાવવા માટે વાત-વાતમાં વગર વાંકે સોરી બોલતા હોય છે. જો તમને પણ તમારી ઇમેજ સારી બતાવવામાં વધુ પડતો રસ હોય તો તમે તમારી આ આદતને બદલી નાખજો કારણકે તેનાથી સામેવાળી વ્યક્તિ કંટાળી જાય છે અને તે તમારાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે.

image source

સોરી બોલવાની આદત પડી જાય ત્યારે…

ઘણા લોકો તમને એવા જોવા મળશે કે જે શબ્દે-શબ્દે સોરી બોલતા હોય. જો કે ઘણીવાર આવા કિસ્સાઓમાં વ્યક્તિને પોતાને શરૂઆતના સમયમાં ખ્યાલ હોય છે કે, તેને આવી ટેવ છે પણ જો તે તેને સુધારે નહિં તો આ ટેવ વધુ ખરાબ બનતી જાય છે અને પછી તે સુધરવાનું નામ નથી લેતી. માટે જો તમારા ઘરમાં કોઇને વારંવાર સોરી બોલવાની આદત પડી ગઇ હોય તો તેને શરૂઆતના સમયથી જ રોકવાની કોશિશ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.