રેવેન્યુ ઓફિસરને ત્યાં રેડ પડતા રીશવતનો એટલો રૂપિયો મળ્યો કે ના પૂછો વાત, રકમ તો જાણો એક વાર

ભારતમાં અને દુનિયાના ઘણા બધા દેશોમાં સરકારી કામ જો તમારે પાર પાડવું હોય તો તે મોટેભાગે રિશ્વત આપ્યા વગર થતું નથી હોતું. કેટલાક સરકારી નોકરો રિશ્વત લેતા પકડાઈ જાય છે તો વળી કેટલાક બચી જાય છે. પણ જે લોકો પકડાઈ જાય છે અને જ્યારે તેમના ઘરે રેડ પાડવામાં આવે છે ત્યારે તેમના ઘરેથી એટલો રૂપિયો મળી આવતો હોય છે કે સામાન્ય માણસ તો તે આંકડાનો વિચાર પણ ન કરી કે. તાજેતરમાં આવી જ એક ઘટના હૈદરાબાદમાં ઘટી છે.

image source

હૈદરાબાદમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક મંડળ રાજસ્વ અધિકારીને એક કરોડ અને 10 લાખની રિશ્વત લેતા રંગે હાથ પકડી પાડ્યા છે. આ અધિકારીની રિશ્વતખોરીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ રેવેન્યુ અધિકારી પર મળેલી માહિતી પ્રમાણે 28 એકડ જમીન સાથે સંબંધિત કોઈ મામાલામાં રિશ્વત લેતો ઝડપવામાં આવ્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોએ ગત શુક્રવારની રાત્રીએ આ ભ્રષ્ટ અધિકારીના ઘરે રેડ પાડી હતી અને રિશ્વતની રકમ સાથે તેને રંગે હાથ પકડવામા આવ્યા હતા.

image source

રેવેન્યુ અધિકારી ઉપરાંત બીજા એક ગ્રામ રાજસ્વ અધિકારી એટલે કે VRO ની પણ છાપામારી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીઓએ જ્યારે આ અધિકારીના ઘરે મળી આવેલી રિશ્વતની રકમની ગણતરી કરી તો તેમની આંખો પણ પહોળી રહી ગઈ. એન્ટી કરપ્શન બ્યૂરોના સૂત્રોએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે થયેલા આ ઓપરેશનને શનિવારે પણ ચાલુ રાખવામાં આવ્યું હતું.

image source

આ રેવેન્યુ અધિકારીએ 1.10 કરોડની રિશ્વત લીધી હતી. જે તેણે એક એસ્ટેટ ડેવલપર પાસેથી લીધી હતી. આ રિશ્વત એક એગ્રીકલ્ચરલ લેન્ડના વિવાદને સેટલ કરવા માટે લેવામાં આવી હતી જે હૈદરાબાદની સીમમાં આવેલા કોઈ ગામમાં આવેલી છે.

image source

તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ જ્યારે આ અધિકારી એસ્ટેટ ડેવલપર પાસેથી 1.10 કરોડની રિશ્વત લઈ રહ્યો હતો ત્યારે રંગેહાથ પકડ્યો હતો. એક માહિતી પ્રમાણે અધિકારીએ એસ્ટેટ ડેવલપર પાસેથી 2 કરોડની રિશ્વતની માંગણી કરી હતી. જ્યારે અધિકારીના ઘર પર રેડ પાડવામા આવી ત્યારે આ રિશ્વતમાં લીધેલા નાણા ઉપરાંત કેટલીક બિન જાહેર કરેલી રોકડ જે 28 લાખ હતી તે પણ જપ્ત કરી લેવામા આવી છે.

image source

એક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં તેલંગાણા રાજ્યમાં કોઈ અધિકારીના ઘરેથી આટલી મોટી રકમ ક્યારેય જપ્ત નથી કરવામા આવી. એન્ટી કરપ્શનના અધિકારીઓને આ રકમ ગણતા પાંચ કલાક કરતા પણ વધારે સમય લાગ્યો હતો. આ ઉપરાંત રિશ્વત લેનાર અધિકારીના ઘરમાંથી કેટલીક જમીનોના દસ્તાવેજ પણ મળી આવ્યા હતા અને સાથે સાથે એક બેંક લોકરનો દસ્તાવેજ પણ મળ્યો હતો, જેમાં અરધો કીલો સોનાના ઘરેણા રાખ્યા છે. આ ઉપરાંત આ અધિકારીના નામ પર કેટલીક જંગમ મિલકત પણ મળી આવી છે. હાલ આ કેસની આગળની તપાસ ચાલુ છે.

image source

આ વર્ષની શરૂઆતમાં બે અલગ-અલગ મામલામાં એન્ટી કરપ્શન બ્યુરોએ બે મહિલા રેવેન્યુ અધિકારીઓને પણ 93 લાખ અને 30 લાખ રૂપિયાની રિશ્વત લેતા ઝડપી પાડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.