આ સમયે ઋષિ કપૂર પણ આવી ગયા હતા ડિપ્રેશનમાં

સુશાંત સિંહ રાજપૂતના નિધન વિષે કહેવાય રહ્યું છે કે તેમણે આત્મહત્યાનુ પગલું ડીપ્રેશનથી કંટાળીને લીધું છે. સુશાંતના નિધન બાદ ઘણા કલાકારો પોતાના ડિપ્રેશનના દિવસોને યાદ કર્યા તો કેટલાક એવા પણ છે જેમણે ખુલીને જણાવ્યું કે તેઓ પોતે પણ ડિપ્રેશનમાંથી પસાર થયા હતા. બોલીવૂડમા ચિંટૂ જી નામે જાણીતા સુપર સ્ટાર એક્ટર ઋષિ કપૂર પણ ડિપ્રેશનમાંથી પસાર થયા હતા અને તેઓ એટલી હદે ડિપ્રેસ્ડ થઈ ગયા હતા કે તેમને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા.

IMAGE SOURCE

બોલીવૂડ એક્ટર ઋષિ કપૂરે દુનિયામાંથી વિદાય લીધાને બે મહિના થઈ ગયા છે. તેઓ પોતાના બોલ્ડ અંદાજ અને અદ્ભુત એક્ટિંગ માટે ફેન્સના હૃદયમાં વસી ગયા હતા. પણ શું તમને એ ખબર છે કે એક ફિલ્મના કારણે ઋષિ કપૂર એટલા પરેશાન થઈ ગયા હતા કે ડીપ્રેશનમાં સરકી ગયા હતા. તેમના મિત્ર સુભાષ ઘાઈએ આ વાતનો ખુલાસો કર્યો હતો. તાજેતરમાં સુભાઈ ઘાઈએ એક ઇન્ટર્વ્યૂમાં આ બાબતે ઉલ્લેખ કર્યો હતો.

IMAGE SOURCE

સુભાષ ઘાઈએ આ ઇટર્વ્યૂમાં જણાવ્યું હતું કે ઋષિ કપૂરની ફિલ્મ કર્ઝ બોક્ષ ઓફિસ પર અપેક્ષિત સફળતા નહોતી મેળવી શકી. આ ફિલ્મની નિષ્ફળતાના કારણે ઋષિ કપૂર ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. તેટલું જ નહીં પણ ડિપ્રેશનના કારણે તેમને હોસ્પિટલમાં પણ એડમીટ કરવામાં આવ્યા હતા.

IMAGE SOURCE

કર્ઝ ફિલ્મ ડીરેક્ટર સુભાષ ઘાઈએ બનાવી હતી. કર્ઝ ફીલ્મની રિલિઝ બાદ ઋષિ કપૂરને મેં શુક્રવાર અને શનિવાર બે દિવસ ઉપરા ઉપરી ફોન કર્યો હતો પણ તેમણે મારા ફોનનો જવાબ નહોતો આપ્યો. રવિવારે મને ખબર પડી કે તેઓ ડિપ્રેશનના કારણે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમણે ફિલ્મના એક-એક સીન માટે ખૂબ મહેનત કરી હતી. અને આ ફિલ્મ પર તેમને ખૂબ ગર્વ પણ હતો, આ ફિલ્મના રિલિઝ પહેલાં તેમણે પોતાના મિત્રોને પ્રીવ્યૂ શો માટે પણ કહ્યું હતું. તેમણે આ વાતચીતમાં જણાવ્યું કે નો-શો અમારા માટે એક ઝાટકા રૂપ સાબિત થયો અને ત્યાર બાદ મેં રાજ સાહેબને આશ્વાસન આપ્યુ હતું કે અમે વ્યવસાયિક અસફળતા બાદ પણ એક સારી ફિલ્મ બનાવીશું.

IMAGE SOURCE

ઋષિ કપૂર અને સુભાષ ઘાઈએ 2014માં આવેલી ફિલ્મ કાંચીમાં એક સાથે કામ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ઋષિ કપૂર મારા સાચ્ચા મિત્ર હતા. તેમણે જણાવ્યું કે હું જ્યારે ડિપ્રેશનમાં રહ્યો છું, ત્યારે ત્યારે તેમણે મારો સાથ આપ્યો છે, તેઓ અવારનવાર ફોન કે મેસેજ કરીને મને કહેતા હતા કે ડિપ્રેસ્ડ ના રહો, તમે બેસ્ટ છો.

IMAGE SOURCE

સુભાષ ઘાઈએ આગળ જણાવ્યું કે એક ફિલ્મના ફ્લોપ થયા બાદ જ્યારે એક્ટર તમને છોડી દે છે, પણ તેઓ જ એક હતા જેમણે એક ફિલ્મના ફ્લોપ થયા બાદ ફોન કરીને મારો હોંસલો વધાર્યો હતો અને મારી સાથે વાતો કરતા હતા.

IMAGE SOURCE

સુભાષ ઘાઈએ બોલીવૂડને ઘણી યાદગાર ફિલ્મો આપી છે જેમાં કાલીચરન, વિશ્વનાથ, માએરી, કર્ઝ, હીરો, મેરી જંગ, કર્મા, રામ લખન, સૌદાગર, ખલનાયક, પરદેશ તાલ જેવી સુપર હીટ ફિલ્મોનો સમાવેશ થાય છે. રાજ કપૂર બાદ તેઓ બોલીવૂડના બીજા શો મેન બન્યા હતા. હાલ સંજય લીલા ભણસાળીને શો મેન કહેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.