જ્યારે રિતેશ દેશમુખ જેનેલિયાની સામે આવતો ત્યારે જેનેલિયા શું બતાવતી હતી જાણો તમે પણ

બૉલીવુડ અભિનેત્રી જેનેલિયા ડીસુઝા (Genelia D’Souza) તા.૫ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ પોતાનો ૩૨મો જન્મદિન ઉજવ્યો છે. જેનેલિયાનો જન્મ તા. ૫ ઓગસ્ટ, ૧૯૮૭ ના દિવસે મુંબઈમાં થયો હતો. જેનેલિયાનું નામ સાંભળતા જ ચુલબુલી અને પ્રેમાળ છોકરીનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે.

image source

અભિનેત્રી તરીકે જેનેલિયા ડિસુઝાનું કરિયર બોલીવુડમાં વઘારે લાબું ચાલ્યું નહિ. તેમ છતાં જેનેલિયા ડિસુઝાએ અભિનયની મદદથી એક અલગ છાપ છોડવામાં સફળ રહી છે. અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાની લવ સ્ટોરી ઘણી અલગ અને રસપ્રદ છે. જો કે, રિતેશ હાલમાં જેનેલિયા ડિસુઝા સાથે હેપ્પીલી મેરિડ લાઈફ જીવી રહ્યા છે. ચાલો જાણીએ જેનેલિયા અને રિતેશ દેશમુખની લવ સ્ટોરી વિશે….

રિતેશ દેશમુખની બગડેલ સમજતી હતી જેનેલિયા ડિસુઝા :

image source

મીડિયા રિપોર્ટસની માનીએ તો, શરૂઆતમાં અભિનેત્રી જેનેલિયા ડીસુઝાને લાગ્યું હતું કે, રિતેશ દેશમુખ મુખ્યમંત્રીના દીકરા હોવાના કારણે બગડેલ અને ઘણા નખરા બતાવતા હશે.આ જ કારણથી જેનેલિયા ડિસુઝા જ્યારે પણ રિતેશ દેશમુખની સામે આવતા ત્યારે જેનેલિયા એટીટ્યુડ બતાવતી.

નવ વર્ષ સુધી ચાલ્યું અફેર.:

image source

નવ વર્ષ સુધી જેનેલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખ વચ્ચે ચોરી છુપી લવ અફેર ચાલી રહ્યું હતું. બંનેએ કોઈને કાનો કાન ખબર પણ પડવા દીધી હતી નહિ. ત્યાર બાદ બંનેએ નવ વર્ષ પછી તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૧૨માં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાના લગ્ન હિન્દૂ વિધિ વિધાન અને ક્રિશ્ચિયન રીત મુજબ એમ બંને રીત પ્રમાણે લગ્ન કર્યા હતા.

જેનેલિયા ડિસુઝાના લગ્ન :

image source

જેનેલિયા ડિસુઝાએ ૩ ફેબ્રુઆરી, ૨૦૧૨ ના રોજ રિતેશ દેશમુખ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ હતી. રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા હવે બે બાળકોના માતા પિતા બની ગયા છે.

પહેલી મુલાકાત :

image source

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાની પહેલી મુલાકાત ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ દરમિયાન જ થઈ હતી. ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ વર્ષ ૨૦૦૩ માં રીલિઝ થઈ હતી. ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ પછી બંનેમાં પ્રેમ થયો અને બંનેએ એકબીજાને નવ વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા.

image source

જેનેલિયા ડિસુઝાનો એટીટ્યુડ જોઈને હેરાન રહી ગયા હતા રિતેશ દેશમુખ :
જ્યારે રિતેશ દેશમુખએ જેનેલિયા ડિસુઝા સાથે હાથ મિલાવ્યો તો જેનેલિયા ડિસુઝાએ રિતેશ સાથે હાથ તો મિલાવ્યો પરંતુ રિતેશ દેશમુખની સામે જોવાને બદલે ક્યાંક બીજી બાજુ જ જોવા લાગે છે. જેનેલિયા ડિસુઝાનો આ એટીટ્યુડ જોઈને રિતેશ દેશમુખને ઘણી નવાઈ લાગી હતી. આવી રહી હતી રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાની પહેલી મુલાકાત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span