વલસાડમાં રિક્ષાચાલકે પોતાની અને પેસેન્જર્સની સુરક્ષા માટે સીટ પાછળ બાંધ્યો આ ટાઇપનો કાગળ, વાંચો તો ખરા આ જોરદાર આઇડિયા વિશે

હાલમાં કોરોનાના સમયમાં દરેક લોકો પોતાની અને અન્યની સુરક્ષાને લઈને અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે, અથવા અવનવી યુક્તિઓ આજમાવી રહ્યા છે. જેથી કરીને ઘરમાં બેસી રહેવું પણ ના પડે અને કોરોનાના સંક્રમણનો શિકાર પણ ન બની જવાય. હાલમાં આવા જ એક સમાચાર વલસાડથી મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ વલસાડના એક સ્થાનિક રીક્ષા ચાલકે પોતાની રીક્ષામાં ચાલક અને પેસેન્જર વચ્ચે સીધો સંપર્ક ન રહે એમ પ્લાસ્ટિકનો પડદો બાંધી દીધો છે. તેમજ રીક્ષામાં બેસતા પહેલા જ દરેક પેસેન્જરને તે સેનીટાઈઝર દ્વારા હાથ સેનેટાઈઝ પણ કરાવે છે. રીક્ષા ચાલકના આ પગલાને લઈને સોશિયલ મીડિયામાં આ રીક્ષા ચાલકની ખુબ જ પ્રસંશા થઇ રહી છે.

ડ્રાયવીંગ સીટની પાછળ પ્લાસ્ટીકનો પડદો કર્યો

IMAGE SOURCE

દક્ષિણ ગુજરાતમાં હાલમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના પોઝીટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. આવા સમયે સુરક્ષા સાથે ઘરની બહાર નીકળવું ખુબ જ જરૂરી બની ગયું છે. જો કે ઘરમાંથી નીકળ્યા વગર પણ ચાલે એમ નથી. એવામાં પ્રજા અત્યારે પોતાની સુરક્ષાની સાથે વેપાર ધંધા કરવા મજબૂર બની ગઈ છે. આવા સમયે વલસાડમાં સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રિક્ષા ચલાવતાં એક ચાલકે પોતાની અને પેસેન્જર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક નવો જ કીમિયો શોધી કાઢ્યો છે.

IMAGE SOURCE

આ રીક્ષા ચાલકે રીક્ષાની ડ્રાઈવિંગ સીટની પાછળ પ્લાસ્ટિકનો પડદો બાંધી દીધો છે. આ પારદર્શક કાગળની આરપાર બન્ને એકબીજાને જોઈ જરૂર શકે છે. પણ આ બંને વચ્ચે હવાની અવરજવર થઇ શકતી નથી. આમ હવાની અવરજવર ન થઇ શકતી હોવાથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે, એવું રીક્ષા ચાલકનું માનવું છે.

પડદાથી એકબીજા વચ્ચે સંપર્ક તૂટે છે

IMAGE SOURCE

સામાન્ય રીતે આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના મોટા ભાગે સીધા સંપર્કથી ફેલાતો રોગ છે. હવામાં ફેલાવાના એના ઘણા ઓછા કિસ્સાઓ સામે આવ્યા છે, એવા સમયે આ પડદો કોરોના સામે સીધું રક્ષણ આપી શકે છે. કારણ કે આ પડદાના કારણે પેસેન્જર અને ચાલક વચ્ચે સીધો સંપર્ક અવરોધાય છે. પરિણામે જો બે માંથી કોઈ એકમાં કોરોનાના લક્ષણો હોય તો એ એકબીજામાં ફેલાતા અટકે છે. માત્ર સંપર્કમાં આવતા સમયે જ સાવચેતીની જરૂરિયાત ઉભી થાય છે. જેમ કે પૈસાની ચુકવણી સમયે…

આ પડદાનો ખર્ચ પણ ઘણો ઓછો આવે છે

IMAGE SOURCE

વલસાડના આ રીક્ષા ચાલકે યાત્રીઓ તેમજ સ્વ સુરક્ષા હેતુથી રીક્ષાની ડ્રાયવીંગ સીટ પાછળ પ્લાસ્ટીકનો પડદો લગાડ્યો છે. જો કે સુરક્ષામાં છતાય કોઈ બાંધછોડ ન કરતા દરેક પેસેન્જરને સેનિટાઈઝરથી હાથ સાફ કરાવ્યા પછી જ રિક્ષામાં બેસાડે છે. રીક્ષા ચાલકે જણાવ્યું હતું કે, યાત્રિકો પાસેથી મળેલા રૂપિયા પણ એ અલગ જ મૂકી દે છે. જો કે આ પડદો લગાડવામાં માત્ર ૧૦૦ થી ૧૫૦ રૂપિયા જેટલો નજીવો ખર્ચ જ આવે છે. એમની રીક્ષામાં બેસતા પેસેન્જર્સ પણ એવું કહી રહ્યા છે કે, રિક્ષા ચાલક જે રીતે તકેદારી રાખી રહ્યો છે, એમ જો તમામ લોકો પણ કાળજી રાખવા લાગે તો કોરોનાને હરાવવો મુશ્કેલ લાગશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.