રસ્તા પર દોરવામાં આવેલી સીધી અને ત્રુટક ત્રુટક લાઈનનો અર્થ તમે જાણો છો…

રસ્તા પર ચાલતા કે ગાડી લઈને નીકળતા સમયે હંમેશા આપણે અનેક બાબતોનું ધ્યાન રાખીએ છીએ. લાઈટ, લેફ્ટ હેડ ડ્રાઈવ, ટ્રાફિક, આડે આવતા લોકો… વગેરે વગેરે જેવી બાબતો. પણ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે, અલગ અલગ રસ્તાઓ પર અલગ અલગ રીતની લાઈન્સ બનાવવામાં આવેલી હોય છે. કેટલીક સીધી હોય છે, તો કેટલીક કપાયેલી હોય છે, તો ક્યાંક ક્યાંક એકસાથે બે લાઈન સમાંતર રેખાઓની જેમ એકસાથે ચાલતી હોય છે. આ લાઈન્સને ભલે તમે ગંભીરતાથી ન લેતા હોવ, પણ ટ્રાફિકના નિયમો મુજબ આ લાઈન્સનો મતલબ અલગ અલગ હોય છે. જેની માહિતી રસ્તા પર ચાલનાર દરેક વ્યક્તિને હોવી જોઈએ, જેથી તે કોઈ મોટી દુર્ઘટનામાંથી બચી શકે.

રસ્તાની વચ્ચે બે સમાંતર રેખાઓ

image source

હંમેશા આવી રેખાઓ હાઈવે પર વધુ જોવામાં આવે છે. આ લાઈનોનો મતલબ હોય છે કે, ન તો તમે તમારી લેન છોડીને બીજી લેનમાં જઈ શકો છો, અને ન તો કોઈ કારને ઓવરટેક કરી શકો છો.

કાપેલી લાઈન્સ

image source

આ લાઈન્સ એ રસ્તાઓ પર હોય છે, જ્યા ડિવાઈડર્સ નથી હોતા. આવા લાઈનવાળા રસ્તાઓ પર બીજી ગાડીઓને ઓવરટેક કરી શકાય છે, પરંતુ ધ્યાનથી.

રસ્તાની વચ્ચે ખેંચાયેલી પીળી લાઈન

image source

રસ્તાની વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલી પીળી લાઈનનો મતલબ થાય છે કે, તમે તમારી લેનમાં રહીને ઓવરટેક કરી શકો છો. પરંતુ પીળી લાઈનની બહાર બીજી લેનમાં જવા પર તમને પ્રતિબંધ હોય છે.

બે સમાંતર પીળી લાઈન

image source

આ પીળી લાઈનનો મતલબ હોય છે કે, ન તો તમે કોઈ બીજી ગાડીને પાસ આપી શકો છો, ન તો ખુદ ઓવરટેક કરી શકો છો. તમારે આ રસ્તા પર એક જ ગતિમાં આગળ વધવાનું છે.

એક લાઈન સીધી અને બીજી લાઈન કાપેલી

image source

તેનો મતલબ એમ થાય છે કે, કાપેલી લાઈનની તરફ ગાડી ચલાવનાર ઓવરટેક કરી શકે છે, પરંતુ જો તમે સીધી લાઈન તરફ છો, તો તમારે ઓવરટેક કરવાની મનાઈ છે.

તો હવે તમે સમજી ગયા ને કે આ અલગ અલગ ટ્રાફિકની લાઈન્સનો મતલબ શું થાય છે. આ પ્રકારના નોલેજને મેળવીને તમે અનેક અકસ્માતો પર બ્રેક લગાવી શકો છો. બસ, તમારે થોડી તકેદારી અને જાગૃતતા લાવવાની જરૂર છે. ભારતમાં આયે દિન અનેક અકસ્માતો થતા રહે છે, જો દરેક નાગરિક આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખે, તો અકસ્માતો અને તેનાથી થતા મૃત્યુનો દર ઘટાડી શકાય છે. લોકોને એમ જ લાગે છે કે આવી લાઈનો માત્ર વિદેશોના રસ્તાઓ પર જ હોય છે, પંરતુ ભારતમાં પણ રસ્તાઓ પર આ લાઈન જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.