જાપાનના આ રોબોટનો વિડીયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે જોરદાર વાયરલ, શું તમે જોયો આ વિડીયો?

તમે જોયું હશે કે હોલીવુડના સાયન્સ ફિક્શન ફિલ્મોમાં અજબ ગજબ પ્રકારના મશીન મેન બતાવવામાં આવે છે જે અંત સુધી દરેક વયના દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. વળી, અમુક ફિલ્મોમાં પાવર રેન્જર્સ પણ દેખાડવામાં આવતા હોય છે જે હીરોની જેમ કામ કરી દુશમનો સામે લડે છે. આવા કેરેકટરને લોકો પસંદ પણ કરે છે એટલું જ નહીં કોઈ એક ખાસ કેરેકટર દર્શકોના દિલમાં પણ વસી જાય છે અને તેને પોતાની રિયલ લાઈફમાં પણ આવા કેરેકટરની અપેક્ષા રાખવા લાગે છે. દર્શકોના આ વિચારોને આધાર બનાવી જાપાનના યોકોહામા શહેરમાં આવેલી Gundam ફેકટરીએ એક અસલી રોબોટ બનાવ્યો છે.

image source

જાપાની કંપની ગુંડમએ પોતાના આ રોબોટનું નામ RX – 78 રાખ્યું છે. આ રોબોટની ઊંચાઈ 60 ફૂટની છે જેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે આ રોબોટ કેટલો વિશાળ હશે. તેનો વજન પણ 25 ટન આસપાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે આ રોબોટને વર્ષ 1970 ના જમાનામાં જાપાનની એક લોકપ્રિય અને ચર્ચિત એનિમેટેડ સિરીઝના કાલ્પનિક કેરેકટર ગુંડમ અનુસાર બનાવવામાં આવ્યો છે.

image source

ખાસ કરીને સોશ્યલ મીડિયા પર હાલમાં આ રોબોટનું વિડીયો ખાસ્સો એવો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ રોબોટ મુવ કરતો નજરે પડે છે. આ વિશાળ રોબોટ પોતાના પગ વડે ચાલી રહ્યો છે અને બેસી પણ રહ્યો. આ રોબોટનું આવું હલન ચલન નિહાળી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. RX – 78 રોબોટની મુવિંગ સ્ટાઇલ લોકોને બહુ પસંદ પડી રહી છે.

આ રોબોટ બનાવનાર કંપની ગુંડમ ફેકટરી ડોટ નેટના જણાવ્યા મુજબ વિશ્વભરમાંથી વિવિધ પ્રકારની માહિતીઓ એકઠી કરી આ રોબોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ તો આ રોબોટ ટેસ્ટિંગ મોડમાં એટલે કે પ્રાયોગિક સ્વરૂપે ચાલી રહ્યો છે અને હજુ એ વાત નક્કી નથી કે આ રોબોટ તૈયાર થઈ ગયા બાદ કંપની તેના દ્વારા શું કામ કરશે.

image source

RX – 78 રોબોટની કંપની ગુંડમના જણાવ્યા અનુસાર આ રોબોટની બહારની સપાટીનું કામકાજ આ વર્ષે જુલાઈ મહિનામાં જ પૂરું થઈ ગયું હતું અને સત્તાવાર રીતે તેને ઓક્ટોબર 2020 માં લોન્ચ કરવાની તૈયારી જ હતી. પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને કારણે તેનું સાર્વજનીક અનાવરણ સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે કંપની નજીકના ભવિષ્યમાં આ રોબોટને લોન્ચ કરવાની તારીખ બહાર પાડશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span