વિકાસ દૂબેના એન્કાઉન્ટરની ખબર મળતા જ સોશિયલ મડિયા પર કેમ છવાઇ ગયા રોહિત શેટ્ટી, કારણ છે જાણવા જેવુ

એવું તે શું થયું કે વિકાસ દૂબેના એન્કાઉન્ટરની ખબર મળતા જ સોશિયલ મડિયા પર છવાઆ ગયો રોહિત શેટ્ટી ? જાણો શું છે આખી હકીકત

કાનપૂરના બિકરૂ ગામના સીઓ સહિત 8 પોલીસવાળાની હત્યા કરનાર પાંચ લાખના ઇનામી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ઉજ્જૈનથી કાનપુર લઈ જતી વખતે એક અકસ્માત થયો અને તે અકસ્માતમાં એસટીએફની એક ગાડી પલટી ગઈ, જેમાં વિકાસ દુબે બેઠો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમાયન તેણે ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે તેનું એન્કાઉન્ટર કરી દીધું. ફિલ્મી ડ્રામાની જેમ થયેલા આ એન્કાઉન્ટર બાદ સોશિયલ મિડિયા પર ડીરેક્ટર રોહિત શેટ્ટી ટ્વિટર પર છવાયેલા છે.

image source

વાસ્તવમાં રોહિત શેટ્ટીની ફિલ્મોમાં મોટા ભાગે પોલીસ ગુંડાઓ વચ્ચે સંઘર્ષ બતાવવામાં આવતો હોય છે, જેમાં એન્ટાકઉન્ટરના સીન પણ હોય છે. આ જ કારણ છે કે લોકો વિકાસ દુબેના એન્કાઉન્ટરને રોહિત શેટ્ટીની ફિલ્મોના એક્શન સીન જેવા હોવાના કારણે તેમને સોશલ મિડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે – એનકાઉન્ટર સ્ટોરી ફિલ્મ જેવી છે. પોલીસે ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવી જોઈએ. રોહિત શેટ્ટી લોકેશન જાણવા માગે છે. ટ્વિટર યુઝર્સ રોહિત શેટ્ટીની ફિલ્મોથી લઈને પોલીસની સાથે તેમની ફોટો શેર કરી છે. એક યુઝરે લખ્યુ છે – ‘હવે રોહિત શેટ્ટી કહી રહ્યા હશે – આ તો મારીવાળી સ્ક્રિપ્ટ છે.’ ત્યાં બીજા એક યુઝરે લખ્યું છે – ‘જે રીતે કાર પલટી છે, હું વિચારી રહ્યો છું કે રોહિત શેટ્ટીને આ સ્ક્રિપ્ટ માટે બોલાવવામાં આવ્યા હશે.’ તો વળી કોઈએ યોગી સરકાર પર પણ પ્રશ્નો કર્યા છે.

તો વળી એક યુઝરે લખ્યું છે, ‘મને લાગે છે કે હાલ સૌથી વધારે કોઈ ખુશ હશે તો તે રોહિત શેટ્ટી હશે. તે હવે સુર્યવંશનો બીજો ભાગ બનાવી શકશે, શું ફિલ્મી એન્કાઉન્ટર હતું…પોલીસને અભિનંદન’

તો વળી કેટલાક યુઝરે આ એન્કાઉન્ટરને પ્રિ પ્લાન્ડ એટલે કે પહેલેથી નિયોજીત એન્કાઉન્ટર જણાવ્યું હતું અને સાથે લખ્યુ હતું કે અમે પણ રોહિત શેટ્ટીની સિંઘમ રિટર્ન જોઈ છે.

તો વળી એક યુઝરે એક રમૂજી ટ્વીટ કર્યું હતું. આ વ્યક્તિએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું, ‘રોહિત શેટ્ટીએ હાલ જ યુપીપોલીસ પર કોપીરાઇટ ક્લેઇમ કર્યો છે – તેમની ફિલ્મની સ્ક્રિપ્ટ ચોરવા માટે.’

રોહિત શેટ્ટીની ફિલ્મો હિટ એક્શન મુવિઝ હોય છે. સિંઘમ, સિંબામાં તેમણે પોલીસને એક્શનની સાથે સાથે એટરટેઇનમેન્ટ ડોઝ પણ આપ્યો

તેમની આવનારી ફિલ્મ અક્ષય કુમારની સૂર્યવંશી છે. જે ફેબ્રુઆરીમાં રીલીઝ થવા જઈ રહી હતી પણ કોરોના વાયરસની મહામારીના કારણે તેની રિલિઝ 5-6 મહિના લંબાવાઈ ગઈ છે. કારણકે હાલ સરકાર દ્વારા મોલ્સ તેમજ મલ્ટીપ્લેક્સને ખોલવાની મંજૂરી આપવનામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.