રોજ સૂતા પહેલાં કરી લો આ નાના અને સરળ ઉપાય, ચમકી જશે તમારો ફેસ

આપણને સૌને અને ખાસ કરીને મહિલાઓને સ્કીનની ખાસ ફરિયાદ રહેતી હોય છે. તેમની સ્કીન પર થોડો પણ ગ્લો ન દેખાય તો તેઓ પરેશાન થઈ જાય છે. યોગ્ય ડાયટ ન લેવો અને સાથે સ્કીનની દેખભાળ ન કરવાના કારણે સ્કીન સૂકી અને બેજાન થઇ જાયતે સ્વાભાવિક છે. .

image source

આ સૂકી સ્કીનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવી શકાય છે. તેના માટે ઘરમાં જ કેટલાક ઉપાયો અપનાવી શકાય છે. તેનાથી સ્કીન ચમકવા લાગે છે. આ એવા ઉપાયો છે જેને રાતે સૂતા પહેલાં કરવા જોઇએ. 8 હોમમેડ નાઇટ ટીપ્સને વિશે જેનાથી સ્કીનનો ગ્લો વધારી શકાય છે.

આ ઉપાયો કરવાથી વધશે સ્કીનનો ગ્લો અને દેખાશો સુંદર

સફરજન

image source

બે સફરજનના બીજ કાઢીને તેની પેસ્ટ બનાવી લો. તેમાં બે ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરીને તેને ધીમી આંચ પર ગરમ કરો, ઠંડું થાય ત્યારે તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો. તેને રોજ રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

બદામ તેલ

image source

એક ચમચી બદામ તેલ અને બે ચમચી કોકોઆ બટર મિક્સ કરીને તેને ગરમ કરી લો. ઠંડું થાય ત્યારે તેમાં એક એક ચમચી ગુલાબજળ અને મધ મિક્સ કરો, તેને રોજ સૂતા પહેલાં ફેસ પર લગાવો.

ગ્રીન ટી

image source

એક એક ચમચી બદામ તેલ અને મધને મિક્સ કરો. ઠંડું થાય ત્યારે તેમાં એક એક ચમચી પીસેલી ગ્રીન ટી,ગુલાબજળ અને અલોવેરા જેલ મિક્સ કરો. તેને રેગ્યુલર રીતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

ઓલિવ ઓઇલ

image source

અડધા કપ ઓલિવ ઓઇલમાં બે ચમચી નારિયેળ તેલ અને એક ચમચી મધ મિક્સ કરીને ગરમ કરો. ઠંડ઼ું થાય ત્યારે તેમાં બે વિટામિન ઇની કેપ્સ્યૂલ મિક્સ કરો. તેને રેગ્યુલર રીતે રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

ગ્લિસરીન

image source

એક એક ચમચી બદામ અને નારિયેળ તેલને મિક્સ કરીને ગરમ કરો, ઠંડું થાય ત્યારે તેમાં એક એક ચમચી ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરો. તેને રેગ્યુલર રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

અલોવેરા

image source

બે બે ચમચી અલોવેરા જેલ, લેવેન્ડર ઓઇલ અને ગુલાબજળને મિક્સ કરી લો. તેને રેગ્યુલર રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

મિલ્ક ક્રીમ

એક એક ચમચી મિલ્ક ક્રીમ, ગુલાબજળ, ઓલિવ ઓઇલ અને ગ્લિસરીન મિક્સ કરી લો. તેને રેગ્યુલર રાતે સૂતા પહેલાં ફેસ પર લગાવો.

image source

કોકો બટર

બે ચમચી કોકો બટર, એક એક ચમચી ઓલિવ ઓઇલ અને નારિયેળ તેલને મિક્સ કરીને ગરમ કરો. ઠંડું થાય એટલે તેને ફેસ પર લગાવો.

પાણીથી રોજ ધૂઓ ચહેરો

image source

આ સિવાય હંમેશા તમે સૂવા જાઓ તે પહેલાં તમારો ચહેરો કોઈ પણ સારા ફેસ વોશથી અચૂક ધોઈ લો. આ સિવાય તમે કોઈ સારા ક્લીન્ઝરનો પણ ઉપયોગ કરી શકો છો. તે તમારી સ્કીનની ડસ્ટને સારી રીતે સાફ કરશે. તેનાથી તમને સારું રીઝલ્ટ મળશે.