રોનાલ્ડો ગર્લફ્રેન્ડની સાથે 100 કરોડની યોટ લઇને નિકળ્યો વેકેશનની મજા માણવા, તસવીરો તો જુઓ કેટલી સુપોપ છે…

યુવેંટ્સના સ્ટાર ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને તો તમે બધા ઓળખતા જ હશો. ફૂટબોલ જગતમાં જાણીતું નામ ધરાવતા રોનાલ્ડો ફૂટબોલમાંથી થોડાં સમય માટે બ્રેક લઈને પોતાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની સાથે 100 કરોડની પ્રાઈવેટ યૉટ લઈને વેકેશન માણવા માટે નીકળી પડ્યા છે. હાલમાં જ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ રોનાલ્ડો સાથે તેના વેકેશનની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

image source

જ્યોર્જિયાએ જે ફોટા શેર કર્યા છે તેમાં તે અને રોનાલ્ડો સાથે સન બાથની મજા માણતા જોવા મળી રહ્યા છે. એને આ ફોટા શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે , “તારા કરતા વધારે જો કોઈ મને પસંદ છે તો તે આપણે છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio) on

રોનાલ્ડોના આ ખાસ યૉટની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા છે. આ યૉટમાં અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે. આ યોટ મીડિયા રૂમ, બેડરૂમ, કસિનો જેવી દરેક મોડર્ન સુવિધાઓથી સજ્જ છે. આ યૉટમાં જેટ સાઈસ, પૈડલ બોર્ડ અને વોટર સ્લાઈડ જેવી લક્ઝુરિયસ સુવિધાઓ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio) on

કોરોના વાયરસ બાદ ફૂટબોલમાં પોતાના પ્રદર્શનના કારણે રોનાલ્ડોને સોશિયલ મીડિયા પર એના ફેન્સના ગુસ્સાનો શિકાર બનવું પડ્યું હતું. ફેન્સનું એવું કહેવુ હતું કે, રોનાલ્ડોનું કરિયર હવે ધીમે ધીમે ખતમ થવા તરફ જઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio) on

જોકે, રોનાલ્ડોએ તમામ ટ્રોલર્સને જવાબ આપતા એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે, ક્યારેય હાર ના માનવી જોઈએ, ના હું ક્યારેય માનીશ. ભવિષ્યમાં આવનારા પડકારો માટે હું તૈયાર છું.

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio) on

રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની વાત કરીએ તો તે એક મોડલ અને બેલે ડાન્સર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કપલ ટૂંક સમયમાં જ લગ્ન બંધનમાં જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જ્યોર્જિયા અને રોનાલ્ડોની એક દીકરી છે, જેનો જન્મ 2017માં થયો હતો. તેનું નામ અલાના માર્ટિના છે. જ્યોર્જિયા સાથે રિલેશનને લઈને રોનાલ્ડોએ કહ્યું હતું કે, તે મારી એક સારી ફ્રેન્ડ છે. અમે એકબીજા સાથે વાતો કરતા રહીએ છીએ. અમારી વચ્ચે બધુ જ સહજ છે એટલે જ અમારો સંબંધ આટલો મજબૂત છે.

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio) on

રોનાલ્ડોની ઉંમર 36 વર્ષની છે અને રોનાલ્ડોએ 16 વર્ષની વયથી જ ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું હતું. રોનાલ્ડોએ ફૂટબોલ ક્ષેત્રે હંમેશા સારું પ્રદર્શન કર્યું છે અને એ માટે એમને ઘણા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે.રોનાલ્ડોએ ફૂટબોલ જગતનો સૌથી મહત્વનો એવોર્ડ “બેલન ડી’આર” કુલ પાંચ વખત જીત્યો છે. તે એક સફળ ખેલાડીની સાથે સાથે સમાજ સેવક પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.