આ ટિપ્સની મદદથી તમે કરી શકશો દિવાળીમાં ઘરને રીએરેન્જ, મળશે નવો જ લૂક

દિવાળી આવી રહી છે તો તમે ઘરમાં અનેક ફેરફાર કરો તે શક્ય છે.પણ જો તમે ઘણી નવી વસ્તુઓ લાવવા ઈચ્છતા નથી અને સાથે જ થોડા બજેટમાં ઘરને સજાવવા ઈચ્છો છો તો તમે આ નાના મોટા ચેન્જ કરી શકો છો. તમે થોડી વસ્તુઓની જગ્યા બદલો કે પછી એક-બે ચીજો નવી લાવીને તેને મૂકો. તેનાથી ઘરને અલગ લૂક મળશે અને તમને પણ આનંદ આવશે. નાની નાની આ ટિપ્સથી તમને આનંદ આવશે અને ખર્ચ પણ ઓછો થશે. તમારું ઘર તમને જ અલગ અને નવું લાગશે. તો જાણી લો ખાસ ટિપ્સ.

image soucre

-સૌ પહેલાં તમારા ઘરને રીએરેંજ કરો. જો સોફા વગેરેને દીવાલ સાથે ચીંપકાવીને મૂક્યા હોય તો તેને હટાવી બીજી જગ્યાએ મૂકો. જેનાથી તમારો રૂમ નવો દેખાશે.

image source

– રૂમને સજાવવો એ કોઈ સરળ વાત નથી. કેટલીય વાર તો અઢળક પૈસા ખર્ચીને પણ રૂમને જોઈએ તેવું રૂપ નથી મળી શકતુ. તમે કશુ કરવા જ માંગો છો તો રૂમની એક દિવાલને તમારી પસંદગીનો પેંટ કરાવી દો. રંગ એવો હોય જે ખુલે અને બ્રાઈટ હોય. એટલુ જરૂર ધ્યાન રાખો કે નવો રગ બીજી દિવાલોના રંગ સાથે મેળ ખાતો હોય. આ જ રંગ જોડે મેચ કરતુ આર્ટ ચિત્ર પણ દિવાલ પર લગાવી દો. હવે જુઓ, લાગે છે ને તમારો રૂમ નવો.

image soucre

– રૂમને થોડો નેચરલ લુક આપવાનો પ્રયત્ન કરો. કોશિશ કરો કે કેટલાંક છોડ સજાવી શકો. જો અસલી છોડ મૂકવા શક્ય ન હોય તો આજકાલ બિલકુલ અસલી લાગતા આર્ટિફિશિયલ ફ્લાવર્સ કે પ્લાંટ્સ મુકો. પછી જુઓ રૂમમાં કેટલી તાજગી લાગશે.

image soucre

– કાલીનને કોઈ નવી જગ્યાએ પાથરો. બહુ સમય સુધી એક જ જગ્યાએ કાલીન પાથરવાથી તે રૂમને મોનોટોનસ લુક આપે છે. કાલેનને ત્યાં પાથરો જ્યાં ડાઈનીંગ ટેબલ હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.