19 ઓક્ટોબરથી વાહનને લઇને બદલાઇ જશે આ નિયમો, જાણી લો ફટાફટ નહિં તો..

છેલ્લા કેટલાક સમયથી મોટર વાહન એક્ટમાં કહેવાયું છે કે દરેક વાહનો માટે HSRP અનિવાર્ય છે. આ માટેની લાઈનો પણ ઘણી લાંબી હોય છે અને સાથે જ ઓનલાઈન પ્રોસેસથી પણ અરજી કરી શકાય છે. જો કોઈ પણ કારણ સર તમારા વાહનમાં આ નંબર પ્લેટ નથી તો હવે તમારા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. તમે હજુ સુધી તમારા વાહનમાં High Security Number Plate નથી લગાવી તો હવે આવતીકાલથી નવા નિયમો અનુસાર તમે આરટીઓના 13 કામ કરી શકશો નહીં. HSRP એક હોલોગ્રામ સ્ટીકર છે જેની પર વાહનના ચેસિસ અને એન્જિન નંબર હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખાસ નંબર પ્લેટ તૈયાર કરાઈ છે. તેને મશીનથી ફિટ કરવામાં આવે છે. તે ખોલવી અશક્ય છે.

image source

જાણો HSRP વિના કયા 13 કામ નહીં થઈ શકે

image source

HSRP વગર વાહનના રજિસ્ટ્રેશનની સેકન્ડ હેન્ડ કોપી નહીં મળે

વાહનનું રજિસ્ટ્રેશન ટ્રાન્સફર

એડ્રેસ ચેન્જ

રજિસ્ટ્રેશનનું રિન્યૂવેશન

image soucre

નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ

હાઈપોથૈકેશન કેન્સલેશન

હાઈપોકેશન એન્ડોર્સમેન્ટ

image source

નવું પરમિટ

ટેમ્પરરી પરમિટ

સ્પેશ્લ પરમિટ

નેશનલ પરમિટ

image source

RTO તરફથી મળતી માહિતી અનુસાર જો કોઈ પણ વાહન પર હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નથી તો વાહનના માલિક તેની સાથેના 13 કામ કરી શકશે નહીં. અનેક લોકોને નંબર પ્લેટ લગાવવામાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમાં ક્યારેક એકાઉન્ટથી રૂપિયા કપાઈ ગયા હોય છે અને ક્યારે બુકિંગ થતું નથી. તેમ છતાં પણ તમે હજુ પણ નીચેની પ્રોસેસની મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો. તો જાણો શું છે સરળ પ્રોસેસ.

ઓનલાઈન અરજી માટે આ છે પ્રોસેસ, તરત જ કરો અપ્લાય

image source

હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ અને કલર કોડ સ્ટીકર લગાવવાની પ્રક્રિયાને સરળ બનાવાઈ છે. તેને માટે વિક્રેતાઓના 2 પોર્ટલ તૈયાર કરાયા છે. bookmyhsrp.com/index.aspx પર જાઓ. અહીં ખાનગી અને સાર્વજનિક વાહનની સાથેના વિકલ્પ પસંદ કરો. આ પછી એક પછી એક માહિતી ભરો. જો નંબર પ્લેટ લાગેલી છે અને સ્ટીકર લગાવવાનું છે તો www.bookmyhsrp.com આ પોર્ટલ પર ક્લિક કરો અને આવેદન ભરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.