1 ઓક્ટોબરથી બદલાશે વાહનચાલક માટેનો આ ખાસ નિયમ, ચેતો નહીં તો થશે દંડ

1 ઓક્ટોબરથી અનેક નિયમોમાં ફેરફાક આવી રહ્યા છે ત્યારે વાહન ચાલકો માટેના નિયમોમાં પણ ફેરફાર આવશે. જેમાં ફોરવ્હીલર માલિકોને આ નિયમ અસર કરશે. આવી સ્થિતિમાં વાહન ચાલકો માટે એક નિયમ આવી રહ્યો છે, જેમાં ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવી ભારે પડશે. આ નવા નિયમ હેઠળ મોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન માટે કરવામાં આવશે. જો વાહન ચાલક વાત કરતા પકડાશે તો તાત્કાલિક 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

image source

નિયમ મુજબ ડ્રાઇવિંગ કરતી વખતે હાથમાંમોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન માટે કરવામાં આવશે અને એવી રીતે ઉપયોગ કરવાનો કે જ્યારે ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થાય. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ નવા નિયમની સૂચના આપી છે અને આ સાથે જ જાહેર કર્યું છે કે જો વાહન ચલાવતા સમયે મોબાઇલ પર વાત કરવા બદલ 1 હજારથી 5 હજાર રૂપિયા દંડ આપવો પડી શકે છે.

મોબાઈલ પર વાત કરવી એ અકસ્માતનું મોટું કારણ છે

image source

આ નવા નિયમના અમલીકરણ સાથે મોબાઇલ ફક્ત ડેશબોર્ડની સામે મૂકીને રૂટ નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય છે. જોકે, એપ આધારિત કેબ સેવા સાથે સંકળાયેલા ડ્રાઇવરો જ આ નિયમનું પાલન કરે છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી એ વાહન અકસ્માતનું મોટું કારણ બની ગયું છે. લોકો વાહન ચલાવતા સમયે પણ મોબાઈલ પર વાતો કરતા રહે છે. આવી સ્થિતિમાં તેમનું ધ્યાન ભટકાય છે, જેના કારણે અકસ્માત થાય છે.

image source

આ નિયમો ગયા વર્ષે મોટર વાહન અધિનિયમમાં કરવામાં આવેલા ફેરફાર સાથે સંબંધિત છે. આ કાયદાના કેટલાક નિયમો ગયા વર્ષે અમલમાં આવ્યા હતા. નિવેદનના જણાવ્યા અનુસાર દેશમાં ટ્રાફિકને લગતા નિયમો આઈટી સર્વિસના ઉપયોગ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ દ્વારા વધુ સારી રીતે લાગુ કરવામાં આવશે. સાથે જ ડ્રાઈવરોને થતી પરેશાની પર પણ રોક લાગશે.

પોલીસ અધિકારીઓ દસ્તાવેજો માંગી શકશે નહીં

image source

વેબ પોર્ટલ પર રદ કરાયેલા અને ડિસ્કવોલીફાઈ કરાયેલા ડ્રાઈવિંગ લાઇસન્સની માહિતી ક્રોનોલોજિકલી અપડેટ કરવામાં આવશે. આ ડ્રાઈવરોના વ્યવહારને મોનિટર કરવામાં અધિકારીઓને મદદ કરશે. નિયમો અનુસાર જો વાહનને લગતા દસ્તાવેજો ઇલેક્ટ્રોનિક રૂપે માન્ય કરવામાં આવે તો પોલીસ અધિકારીઓ દસ્તાવેજોની હાર્ડ કોપીની માંગ કરી શકશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span