ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ મૃતકો માટે ભાડેથી રડનારાઓને બોલાવવાની પ્રથા છે…

તમે ભારતમાં રુદાલી શબ્દ વિશે સાંભળ્યુ જ હશે. જેમાં મહિલાઓ રૂપિયા લઈને અજાણ્યા લોકોના મૃત્યુ પર ઘરે રડવા જાય છે. આ રુદાલીઓ પર બોલિવુડમાં ડિમ્પલ કાપડીયા અભિનિત એક ફિલ્મ પણ બની છે. ત્યારે ભારતમાં રુદાલીઓ બહુ જ ચર્ચાસ્પદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે વિદેશોમાં પણ અનેક દેશોમાં આવા લોકો હોય છે.

image source

જોકે, હવે રુદાલી પરંપરા મૃતપાય થઈ ગઈ છે, પણ થોડા સમય પહેલા રુદાલીઓ સામાજિક જીવનનો અનિવાર્ય ભાગ કહેવાતી હતી. કોઈ પણ પરિવારમાં જો કોઈનું મૃત્યુ થાય તો રુદાલીઓને ત્યાં બોલાવવામાં આવતી હતી, તેઓ શોક વ્યક્ત કરીને રડતી હતી. તેના પાછળ એક તર્ક એવો હતો કે, ક્યારેક ક્યારેક એવું કરવું જરૂરી હોય છે, કેમ કે પરિવારના કેટલાક લોકો સ્વજનના મોત બાદ એટલા શોક્ડ થઈ જાય છે કે, તેઓ રડી પણ શક્તા નથી હોતા. તેમનું દર્દ મનની અંદર જ દબાઈને રહી જાય છે. જેને કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી રુદાલીઓને બોલાવીને રડવાનો માહોલ તૈયાર કરવામાં આવતો હતો. પણ ખાસ વાત તો એ છે કે, વિવિધ કારણોથી વિદેશોમાં પણ આવી રીતે ભાડા પર રડનારાઓને બોલાવવાની પ્રથા જોવા મળે છે.

image source

આફ્રિકામા રૂપિયા લઈને રડવા આવે છે લોકો

image source

આફ્રિકામાં આવેલ ઘાના દેશમા એક એવો સમુદાય છે. તેઓ વ્યવસાયે મૂરસ કહેવાય છે અને અજાણ્યા લોકોના અંતિમ સંસ્કારમાં રડવા માટે જાય છે. તેઓને ત્યાં રડવા માટે રૂપિયા આપવામાં આવે છે. પોતાના આ કામ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, કેટલાક લોકો પોતાના સંબંધીઓના અંતિમ સંસ્કારમા રડી નથી શક્તા, તેથી તેઓને બોલાવવામાં આવે છે. આ કામના કરનારી મોટાભાગે વિધવા મહિલાઓ હોય છે અને કમાણીની સાથે કેટલીક મહિલાઓ શોખથી પણ આ કામ કરતી હોય છે.

બ્રિટનમાં પણ ભાડાથી માતમ કરનારાઓનું ચલણ

image source

આફ્રિકા અને ભારતની જેમ બ્રિટનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આવી સંસ્થાઓ સામે આવી છે, જે ભાડાથી માતમ કરનારાઓને ઉપલબ્ધ કરાવે છે. આ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, તેઓ આવું મૃતકોના પરિવારજનોના કહેવાથી કરે છે. જેઓ ઈચ્છે છે કે લોકો અનુભવે કે મરનાર વ્યક્તિ હકીકતમાં લોકપ્રિય હતી, અને તેને પસંદ કરનારા લોકો મોટી સંખ્યામાં આ દુનિયામાં મોજૂદ છે. ટેલિગ્રાફના એક રિપોર્ટ અનુસાર, આવું કરવા પર એક વ્યક્તિને એક કલાકના 45 પાઉન્ડના હિસાબે રૂપિયા મળી જાય છે, જ્યા તેને રડવાનું કામ કરવાનું હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.