આ અભિનેત્રીએ સલમાન ખાનની સાથે આપી હતી સુપર હિટ ફિલ્મો, હવે દેખાય છે કંઇક એવી કે જોઇને તમે પણ નહિં ઓળખી શકો

બોલીવુડની સુંદર અભિનેત્રી રંભાનો જન્મ દિવસ આજે એટલે કે 5 જૂને આવે છે. વર્ષ 1976માં જન્મેલી રંભા હાલ બોલિવુડથી દૂર થઈ ગઈ છે. રંભાના જન્મદિવસ નિમિત્તે આજે અમે તમને રંભા સાથે જોડાયેલી અમુક ખાસ વાતો અને હવે રંભા પહેલા કરતા કેટલી બદલાઈ ગઈ છે એ વિશે પણ જણાવીશું.રંભાએ પોતાના અભિનયની શરૂઆત સાઉથ સીનેમાંથી કરી હતી. એની પહેલી ફિલ્મનું નામ “આ ઓકટ્ટી અડકકુ” હતું. એ ફિલ્મ વર્ષ 1992માં આવી હતી.

ફિલ્મ “આ ઓકટ્ટી અડકકુ” પછી રંભાએ અન્ય સાઉથની ફિલ્મો પણ કરી હતી. રંભાએ વર્ષ 1995માં બોલીવુડમાં પહેલીવાર પગ મૂક્યો હતો. રંભાએ ફિલ્મ “જલ્લાદ” થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એ ફિલ્મ પછી રંભા બૉલીવુડની ઘણી ફિલ્મોમાં દેખાઈ હતી. એને બોલિવુડના ઘણા મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. એમાં સલમાન ખાનથી લઈને ગોવિંદા સુધીના અભિનેતાઓના નામ સામેલ છે.

image source

રંભા સલમાન ખાન સાથેની સુપર હિટ ફિલ્મ “જુડવા” અને “બંધન”માં જોવા મળી હતી. એ પછી રંભાએ “સજના” ,” મેં તેરે પ્યાર મે પાગલ”, “ક્રોધ”, “બેટી નંબર 1”, “ઘરવાલી બહારવાલી”, “ક્યુકી મેં જૂઠ નહિ બોલતા”,” જાની દુશ્મન: એક અનોખી કહાની” જેવી બીજી ફિલ્મો પણ કરી હતી

image source

.રંભાની છેલ્લી બૉલીવુડ ફિલ્મ “દુકાન-પીલા હાઉસ” હતી. એ ફિલ્મ કર્યા પછી રંભા હિન્દી ફિલ્મોથી દૂર જતી રહી. જોકે એ મલયાલમ, કન્નડ, ભોજપુરી જેવી ભાષાઓમાં ફિલ્મો કરતી રહી હતી.

તમને એક ખાસ વાત જણાવી દઈએ કે 90ના દાયકાની આ સુંદર અભિનેત્રી રંભા પહેલા કરતા હાલ ખૂબ જ બદલાઈ ગઈ છે. જેને હાલ ઓળખવી પણ મુશ્કેલ છે.90ના દાયકામાં રંભા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતી પણ હાલ એ બૉલીવુડ ફિલ્મોથી દૂર છે.

image source

રંભાના હાલના ફોટા જોઈને એને ઓળખવી મુશ્કેલ થઈ શકે એમ છે. રંભાએ વર્ષ 2010માં બિઝનેસમેન ઇંદ્રન પદ્મનાથન સાથે લગ્ન કરી લીધા હતા. રંભા બીજીવાર હાઇલાઇટ ત્યારે બની જ્યારે તે 40 વર્ષની ઉંમરમાં માતા બની.

image source

રંભાએ સપ્ટેમ્બર 2018માં એક દીકરાને જન્મ આપ્યો હતો. આ રંભાનું ત્રીજું બાળક છે. એ પહેલાં રંભાએ બે બાળકીઓ લણયા અને સાશા ને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મો સિવાય રંભાએ નાના પડદાની ઘણી સીરિયલમાં પણ કામ કર્યું હતું. રંભા સાઉથની ઘણી ટીવી સીરિયલમાં પણ દેખાઈ હતી, જેમાં રંભાના અભિનયને ખૂબ વખાણવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.