પ્રદૂષણ ઘટતા ભારતના જળાશયો બન્યા નિર્મળ અને સ્વચ્છ – રમણિય નૈનીતાલનું પાણી બન્યું પારદર્શક

આ સરોવરનું પાણી ક્યારેય નોહતું આટલુ સ્વચ્છ – સ્થાનીક લોકો પણ સ્વચ્છ પાણી જોઈ પામ્યા આશ્ચર્ય

નૈનિતાલ- લોકડાઉનના કારણે નૈની સરોવરનું પાણી એટલું ચોખ્ખુ થઈ ગયું કે જોવા મળી 20 ફૂટ ઊંડે સુધીની માછલીઓ

ઉત્તરાખંડમાં લોકડાઉનની એવી તે અસર થઈ કે નૈનિતાલની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. લોકડાઉનના કારણે નૈની સરોવર ખૂબ જ ચોખ્ખી ચણક થઈ ગઈ છે. અને એના કારણે પાણીમાં રહેલી 20 ફૂટ ઊંડે સુધીની માછલીઓ પણ નરી આંખે જોઈ શકાય છે.

image source

પર્યાવરણના જાણકાર અજય રાવતે જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે નૈનિતાલમાં પ્રવાસીઓનું આવનજાવન બંધ થઈ ગઈ છે.જેના લીધે ત્યાં પ્રદુષણ એકદમ ઓછું થઈ ગયું છે. પ્રવાસીઓ ન આવવાના કારણે અને લોકો પણ ઘરમાંથી ઓછા બહાર નીકળતા હોવાના કારણે કચરો પણ ઓછો ફેલાઈ રહ્યો છે.

image source

બીજી તરફ નૈનિતાલમાં લોકડાઉનના કારણે નૈની સરોવરમાં બોટિંગ પણ બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે ત્યાનું પાણી એકદમ ચોખ્ખું થતા ચાંદીની જેમ ચમકવા લાગ્યું છે. આ દરમ્યાન વરસાદ થવાના કારણે ચોખ્ખા પાણીની આવક પણ સરોવરમાં વધી ગઈ છે. શહેરમાં ગયા વર્ષે આ સમયમાં 10 એમએલડી પાણીનો સપ્લાય કરવામાં આવતો હતો જેનો મુખ્ય સ્ત્રોત નૈની સરોવર જ હતું.

image source

પ્રવાસીઓ ન હોવાના કારણે હાલના સમયમાં પાણીનો સપ્લાય 8 એમએલડી થઈ ગયો છે. અને આના કારણે સરોવરમાં પાણીનું લેવલ વધી રહ્યું છે. ગયા વર્ષે આ સમયે સરોવરમાં પાણી નું લેવલ લગભગ 3 ફૂટ જેટલું હતું જે હાલમાં 6 ફૂટ જેટલું થઈ ગયું છે.

પર્યાવરણ નિષ્ણાત રાવતનું કહેવું છે કે સૌથી વધારે અસર સરોવરની પારદર્શકતા પર પડી છે. જ્યાં ઉપરથી ફક્ત ત્રણ ચાર ફૂટ જ ઊંડાઈમાં જોઈ શકાતું હતું ત્યાં આજકાલ 20 ફૂટ સુધીની ઊંડાઈ સુધીની માછલીઓ જોઈ શકાય છે.

image source

આપણે સૌ જાણીએ છે કે લોકડાઉન કારણે માનવજીવન જાણે અટકી ગયું છે પણ બીજી તરફ જાણે આપણી ગેરહજરીથી પર્યાવરણ જાણે સુધરી રહ્યું છે. ચોખ્ખી હવા મળી રહી છે અને વાતાવરણમાં પ્રદુષણ ન હોવાના કારણે દૂર સુધી જોઈ પણ શકાય છે.લોકડાઉનમાં પ્રદુષણ ના ઓછા ફેલાવના કારણે ઉત્તર ભારતના કેટલાક લોકો હિમાલય પર્વતને પોતાના ઘરથી જ જોઈ શકે છે.

image source

ઉત્તર ભારતના જલંધરમાં રહેતા કેટલાક લોકોએ પોતાના ધાબા પરથી દેખાતા હિમાલયના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.આવું દ્રશ્ય 30 વર્ષ બાદ જોવા મળ્યું અને એ જોઈ લોકો ઘણા ઉત્સાહિત હતા. લોકડાઉનના કારણે વાહનો ના ઓછા ઉપયોગ અને ફેકટરીઓ બંધ હોવાના કારણે દુનિયાભરમાં પ્રદૂષણનું પ્રમાણ નોંધનીય રીતે ઘટ્યું છે.

આ લોકડાઉનમાં આપણે એટલું તો સમજી જ જવું જોઈએ કે આપણી ગેરહાજરી પર્યાવરણ માટે ઘણી ફાયદાકારક પુરવાર થઇ રહી છે.