કાચબો મુકવાની આ જગ્યા છે સાચી, જાણો અને મુકો ચમકી ઉઠશે તમારી કિસ્મત

ફેંગશુઈ કાચબો

image source

કાચબાનો પ્રયોગ પ્રાચીનકાળથી જ વાસ્તુના ઉપાય તરીકે કરવામાં આવે છે. પ્રાચીનકાળના મંદિરોમાં માં આપણને અપાર શાંતિ નો અનુભવ થતો હતો, એનું કારણ મંદિરના મધ્યમાં થયેલી કાચબાની સ્થાપના છે. કહેવામાં આવે છે કે કાચબાને જ્યાં પણ રાખવામાં આવે ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપિત થઈ જાય છે. આજકાલ ઘણા બધા લોકો ઘરમાં કાચબાની મૂર્તિ રાખે છે.વાસ્તુ અનુસાર કાચબો લાબું આયુષ્ય તો આપે જ છે પણ સાથે સાથે જો એને ઘર કે ઓફિસમાં સાચી જગ્યા પર રાખવામાં આવે તો એ તમને ધનવાન પણ બનાવી શકે છે. ફેંગશુઈ અને વાસ્તુ પ્રમાણે ધાતુ, માટી, લાકડું અને સ્ફટિક ના બનેલા કાચબા વાસ્તુના હિસાબે બહુ સારા માનવામાં આવે છે.

સ્ફટિક નો કાચબો

image source

નકામી ભાગદોડ અને અનાવશ્યક પ્રયત્નોથી બચાવી સાર્થકતા ની સાથે સાથે સુરક્ષા પણ આપે છે. કાચબો કે પ્રભાવશાળી યંત્ર છે જેનાથી વાસ્તુદોષ નું નિવારણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે.વાસ્તુ તથા ફેંગસૂઈમાં સ્ફટિક નિર્મિત કાચબો ઘરમાં રાખવો વધુ અસરકારક સાબિત થાય છે. આને ઘરમાં રાખવાથી સફળતાની સાથે સાથે ધન દોલતમાં પણ વધારો થાય છે. જો તમે ઘણા સમયથી આર્થિક તંગી સામે ઝઝુમી રહ્યા હોય અને ઘણા પ્રયત્નો પછી પણ જો તમને કોઈ ઉપાય નથી મળી રહ્યો તો તમે ઘરમાં સ્ફટિકથી બનેલો કચબી રાખી શકો છો. આ કાચબાને ઘરની ઉત્તર દિશામાં મુકો અને મોઢું ઘરની અંદરની તરફ રાખો. જો તમને વેપારી છો તો આ કાચબાને તમારા વેપારની જગ્યા પર ઉત્તર દિશામાં મુકો, આવું કરવાથી તમને વેપારમાં ધન લાભ થશે અને સફળતા મળશે.અટકેલા કામ પણ પાર પડશે.

ધાતુનો કાચબો.

image source

ધાતુના કાચબા પિત્તળ, ચાંદી, તાંબા કે અષ્ટ ધાતુની બનેલા હોય છે. જેને ઘર કે વ્યવસાયિક સ્થળ પર મુકવો શુભ માનવામાં આવે છે.આનાથી ઘરમાં હકારાત્મક ઉર્જા આવે છે અને વાસ્તુદોષ પણ દૂર રહે છે.ઘરમાં ધાતુનો કાચબો રાખવાથી ઘણી તકલીફોના નિરાકરણમાં મદદ મળે છે. ઘણી બધી મહેનત કર્યા પછી પણ જો તમને તમારા કરિયરમાં સફળતા ન મળી રહી હોય તો તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં ધાતુનો બનેલો કાચબો મુકવો જોઈએ.આ ધાતુના બનેલા કાચબાને રાખવાથી ઘરનું વાતાવરણ હકારાત્મક રહે છે, પરિવારના સભ્યો નો મૂડ પણ સારો રહે છે. ઘરના મુખ્યદ્વાર પર કચબાનું ચિત્ર લગાવવાથી કુટુંબમાં શાંતિ જળવાઈ રહે છે.આ કંકાસ અને નકારાત્મક વસ્તુઓને ઘરથી દૂર રાખે છે.જો ઘરનું કોઈ સભ્ય સતત બીમાર રહેતું હોય અને દવા લેવાથી પણ જો તેના સ્વાસ્થ્ય માં કઈ સુધારો ન જણાતો હોય તો ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં કાચબાનું ચિત્ર લગાવો.આનાથી ઘરમાં બીમારીઓ નથી આવતી તેમજ ઘર પર કોઈની કુદ્રષ્ટિ ની અસર પણ નથી થતી. કાચબો નજરદોષને પણ ખતમ કરી નાખે છે.

માટીનો કાચબો

image source

કચબી જો માટીનો બનેલો હોય તો એને ઉત્તર-પૂર્વ દિશા, મધ્ય કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં મુકવો જોઈએ, આવું કરવઠું એનું સર્વોત્તમ પરિણામ મળશે. આવો કાચબો ઘરમાં રાખવાથી જીવનમાં ઉર્જાનો પ્રવાહ એકસરખો રહેવાથી સ્થિરતા જળવાઈ રહે છે અને જીવનની ચડઉતર ઓછી થઈ જાય છે. આ કાચબા ને ઘરમાં રાખવાથી જીવનમાં શાંતિ, લાબું આયુષ્ય અને પૈસા આવે છે.

પીઠ પર બચ્ચા વાળો કાચબો

ઘરમાં કાચબો રાખવાના ચમત્કારિક ફાયદા ...
image source

કાચબા ને ઘરમાં ગુડ લક માટે રાખવામાં આવે છે. પણ એક ખાસ પ્રકારનો માદા કાચબો, જેની પીઠ પર એના બચ્ચા પણ હોય, જે પ્રજનનનું પ્રતીક માનવામાં આવે છે.જે ઘરમાં સંતાન ન હોય કે જે દંપતિ સંતાન સુખથી વંચિત હોય એ આ પ્રકારનો કાચબો પોતાના ઘરમાં રાખે તો એમને લાભકારી પરિણામ આપી શકે છે.