ગોડ ઓફ ક્રીકેટ – સચિન તેંડુલકર માત્ર એક ખેલાડી જ નહીં પણ એક રોમેન્ટિક પતિ પણ છે,જાણો પત્ની અંજલી માટે શું શું કરતા હતા ?

શું તમે સચિન તેંડુલકર અને તેમના પત્ની ડૉ. અંજલી તેંડુલકર વચ્ચેના રોમાન્સની આ વાતો જાણો છો ?

ક્રિકેટની દુનિયામાં 24 વર્ષો જેવા લાંબા ગાળા સુધી છવાઈ રહેલા સચિન તેંડુલકરે 24મી એપ્રિલે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.આ સમય દરમ્યાન સચિને એટલી બધી કીર્તિ મેળવી લીધી છે કે એમને ભગવાન નો દરજ્જો આપી દેવાયો છે.

image source

સચિન તેંડુલકર અને અંજલિ ની પ્રેમ કહાની બધાથી જુદી જ અને ઘણી રસપ્રદ છે.બંનેની પ્રેમગાથા કોઈ ફિલ્મની સ્ટોરી ને પણ ટક્કર આપી શકે છે.

1999માં મુંબઈ એરપોર્ટ પર જ્યારે સચિન ઇંગ્લેન્ડનો પ્રવાસ કરી ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે અંજલી પણ ત્યાં હતી અને ત્યાં જ તમેની મુલાકાત થઈ હતી. અંજલિ એરપોર્ટ પોતાની એક ફ્રેન્ડ સાથે એની માતાને લેવા આવી હતી. અંજલિની ફ્રેન્ડે સચિને ઓળખી લીધો અને એને સચિન તરફ ઈશારો કરતા અંજલિ કહ્યું હતું કે આ એ જ વ્યક્તિ છે જેને ઇંગ્લેન્ડ સામે ની મેચમાં સદી ફટકારી હતી.

image source

અંજલિ આ સાંભળી ને તરત જ સચિનનો ઓટોગ્રાફ લેવા એની પાછળ દોડી હતી. કોઈ છોકરીને આમ પોતાની પાછળ ભાગતા જોઈ સચિન થોડીવાર માટે તો શરમાઈ ગયા હતા.એ ચૂપચાપ પોતાની ગાડીમાં જઇ બેસી ગયા કારણકે એમને એરપોર્ટ પર લેવા માટે એમના બંને ભાઈ અજિત અને નીતિન આવ્યા હતા.

એરપોર્ટ પર પહેલીવાર સચિનને જોયા પછી અંજલિ ગમે તેમ કરીને સચિન સાથે વાત કરવા અને તેને મળવા માંગતી હતી. એને પોતાના મિત્રોની મદદથી સચિનનો ફોન નંબર કધાવ્યો અને સચિન સાથે વાત કરવામાં સફળ રહી હતી. અંજલીએ ફોન કરીને સચિનને જણાવ્યું કે એને એરપોર્ટ પર સચિનને જોયો હતો. એના વળતા જવાબમાં સચિને કહ્યું હતું કે હા મેં પણ તમને જોયા હતા, તમે મારી પાછળ ભાગી રહ્યા હતા.

image source

આ વાત 1992ની છે, જ્યારે સચિન એકવાર અંજલિ સાથે ફિલ્મ જોવા થિયેટરમાં ગયા હતા. અંજલીએ આનો ખુલાસો એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. એન્જલિના જણાવ્યા પ્રમાણે “અમે બન્ને કેટલાક મિત્રો સાથે ફિલ્મ “રોઝા” જોવા ગયા હતા. સચિને પોતાની ઓળખ છુપાવવા સરદારજી જેવા કપડાં પહેર્યા હતા અને દાઢી પણ લગાવી દીધી હતી. ઇન્ટરવેલ પછી લોકોની નજર એમના પર પડી અને સચિન ઓળખાઇ ગયા હતા. એ પછી અમારે બધાએ ફિલ્મ અધવચ્ચે મૂકીને જ ઘરે પરત ફરવું પડ્યું હતું”.

image source

સચિન શરમાળ પ્રકૃતિ ના હતા. એ એમના પરિવારજનો ને અંજલિ વિશે કઈ જણાવી નહોતા શકતા.એવામાં અંજલીએ જ એક ડગલું આગળ માંડ્યું.સચિનનું કહેવું હતું કે અંજલિ સાથે લગ્ન કરવા બાબતે પરિવાર સાથે ચર્ચા કરવી એ દુનિયાના ફાસ્ટ બોલર નો સામનો કરવા કરતાં પણ વધારે અઘરું હતું. એટલે એમને આ કામ અંજળીને સોંપી દીધું હતું.

24 મેં 1995 એ સચિન અંજલિ લગ્નના બંધન માં બંધાયા. એટલે કે લગભગ 5 વર્ષ ના લવ અફેર પછી સચિન અને અંજલિ એક થયા.