આ વિદેશી ક્રિકેટર છે બહુ મોટો ભક્ત હનુમાનજીનો, વાંચો કોણ છે આ વિદેશી ક્રિકેટર…
આપણા દેશમાં જ નહિ વિશ્વમાં એવા ઘણા બધા વ્યક્તિઓ છે જે હનુમાનજીને બહુ માને છે. હનુમાનજીના પરચા તો અપરંપાર છે એ આપણા કોઈનાથી અજાણ નથી. આજે અમે તમને હનુમાનજીના આવા જ એક વિદેશી ભક્ત વિષે વાત કરીશું જે તેમના બહુ મોટા ભક્ત છે. એટલું જ નહિ તેઓ દક્ષિણ આફ્રિકાની ટીમમાં આર્મ સ્પિનર છે તેમનું નામ છે કેશવ મહારાજ.

ઘણા વર્ષો પહેલા ૧૯૯૨માં જયારે ભારતની ટીમ એ દક્ષિણ આફ્રિકા ગઈ હતી ત્યારે એક ૨ વર્ષના બાળકે ભારતીય વિકેટકીપર કિરણ મોરે સાથે ફોટો પડાવ્યો હતો.

આ બે વર્ષનો બાળક એટલે આજે દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી રમનાર ખેલાડી કેશવ મહારાજ. તેઓ બજરંગબલી હનુમાનના બહુ મોટા ભક્ત છે. ઘણા વર્ષ પહેલા તેમના પિતા એ રંગભેદના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ભાગ નહોતા લઇ શક્યા. તેમના પિતાનું નામ એ આત્માનંદ મહારાજ હતું. તેઓ નટાલ બીની ટીમ તરફથી ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં વિકેટકીપર હતા. તેમણે પોતે જ તેમના દિકરાને ટ્રેનિંગ આપી હતી. અત્યારે કેશવ એ આફ્રિકા ટીમ તરફથી રમી રહ્યા છે.

તેઓ અત્યારે રહે છે આફ્રિકામાં પણ તેઓ આપણી ભારતીય સંસ્કૃતિથી બહુ પ્રભાવિત છે. કેશવે જયારે કિરણ મોરે સાથે ફોટો પડાવ્યો હતો ત્યારે તેમના પિતાની સામે કિરણ મોરેએ એ નાનકડા કેશવના હાથને જોઇને ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક પણ ભવિષ્યમાં એક સફળ ક્રિકેટર બનશે.

કેશવ એ પોતાના સોશિયલ એકાઉન્ટ દ્વારા અવારનવાર હનુમાનજીના ફોટો એ પોસ્ટ કરતા રહે છે. તેઓ એક સારા ક્રિકેટર છે તેમણે ૨૦ ટેસ્ટ મેચમાં ૩૪૪ રન બનાવ્યા છે અને ૭૦ વિકેટ લીધેલ છે તેઓ એક અદ્ભુત બોલર છે તેઓ લેફ્ટ હેન્ડેડ બોલર છે અને અત્યારે પોતાની ટીમને વિજય બનાવવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.