સાફસફાઈ દરમિયાન દંપતીએ 14 લાખ રોકડા ફેંકી દીધા હતા, પછી શું થયું

નકામી વસ્તુઓ ઘરની સાફ-સફાઈ કરતી વખતે સામન્ય રીતે આપણે કાઢી નાખતા હોઈએ છીએ અથવા કોઈને આપી દેતા હોઈએ છીએ. ઘણીવાર આપણી ભૂલો આપણને વિચાર કરતા મૂકી દેતી હોય છે. કારણ કે નકામી રાખી મુકેલી વસ્તુઓમાં જ ઘણીવાર આપણે કામની વસ્તુઓ રાખી મુકતા હોઈએ છીએ. એના કારણે ઘણીવાર મુશ્કેલીઓ સર્જાય છે, કારણ કે આવ સમયે કામની વસ્તુઓ પણ ફેંકી જતી હોય છે. આ ભૂલ ધ્યાનમાં આવે ત્યારે પછતાવો પણ થાય છે. હાલમાં આવી જ એક ઘટના ધ્યાનમાં આવી છે.

image source

થોડા સમય પહેલાની જ વાત છે એક દંપતીએ ઘરની સાફસફાઈ વખતે જુનું ઝવેલરી બોક્સ કચરામાં નાખી દીધું હતું. આ ઝવેલરી બોક્સમાં લગ્ન અને સગાઈની ડાયમંડની વીંટી હતી. બાદમાં આ બોક્સ મળી આવ્યું હતું, પણ આ શોધવા માટે કચરાના ઢગલામાં એમણે શોધખોળ કરવી પડી હતી. હાલમાં જ લંડનમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક દંપતીએ ઘરની સાફ-સફાઈ કર્યા પછી કચરાની સાથે સાથે ૧૪ લાખ રૂપિયા પણ ફેંકી દીધા હતા.

image source

એક મીડિયાના અહેવાલ પ્રમાણે, ઇંગ્લેન્ડના બર્નહૈમ ઓન સીના એક કપલે તેના સબંધીઓના નિધન પછી ઘરની સાફ-સફાઈ કરવાનું નક્કી કર્યું હતું. સાફ-સફાઈ દરમિયાન જુના ડબ્બાઓ એમણે કચરામાં ફેંકી દીધા હતા. આ ડબ્બા પછીથી મીડસોમેર નાર્ટમના રીસાયકલ સેન્ટરમાં આપાયા હતા. જ્યારે ત્યાના કોઈ કર્મચારીએ ડબ્બાની તપાસ કરી તો એ હેરાન રહી ગયો હતો. કર્મચારીને આ ડબ્બામાંથી ૧૫ હાજર પાઉન્ડ એટલે કે અંદાઝીત ૧૪ લાખ રૂપિયા મળી આવ્યા હતા.

image source

સેન્ટરનો કર્મચારી ઈમાનદાર હતો એટલે એણે તુરંત આ વિષે સોમરસેટ પોલીસને જાણ કરી દીધી. પોલીસ તપાસમાં સેન્ટરના સીસીટીવી ફૂટેજના આધારે જે દંપતી આ કચરામાં ફેંકી ગયું હતું તેની કારનો નંબર કાઢવામાં આવ્યો અને એ દંપતીના ઘર સુધી પોલીસ પોતાની તપાસ દ્વારા પહોચી. પોલીસ દ્વારા થયેલ પૂછપરછમાં એ કપલે જણાવ્યું કે આ પૈસા તેના સબંધીના હતા, જેને પૈસા ડબ્બામાં ભેગા કરવાની ટેવ હતી. દંપતી દ્વારા અપાયેલ જાણકારીથી સંતુષ્ટ થયા પછી પોલીસે આ પૈસા દંપતીને પરત આપ્યા હતા.

image source

પોલીસે આ દંપતીને પૈસા આપી દીધા પછી રીસાયકલીંગ સેન્ટરના કર્મચારીની ઈમાનદારીની પણ તારીફ કરી હતી. જેની જાણકારી પોલીસે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ દ્વારા આપી હતી. પોલીસ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે કર્મચારીની ઈમાનદારીને કારણે જ આ શક્ય બન્યું હતું, નહી તો કર્મચારીની ઈમાનદારી વગર ક્યારેય ડબ્બામાં છુપાયેલ આ પૈસા વિષે કોઈને ખબર જ ન પડી હોત.