સૈફ અને કરીના પણ નથી રહી શકતા ઘરમાં – જૂઓ આઉટડોર ડેટને કેવા એન્જોય કરી રહ્યા છે આ લવબર્ડ
લોકડાઉન દરમિયાન આ રીતે એન્જોય કરી રહ્યું છે બોલીવૂડનું આ નવાબી કપલ
લોકડાઉન દરમ્યાન જ્યારે બધા જ પોતપોતાના ઘરમાં પુરાયેલા છે ત્યારે નવાબ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન આઉટડોર ડેટની મજા માણતા જોવા મળ્યા છે. વાત જાણે એમ છે કે કરીના કપૂર ખાન પતિ સૈફ અલી ખાન સાથે પોતાના જ ઘરના ગાર્ડનમાં ડેટ પર ગઈ હતી. અને એને આ ડેટના કેટલાક સુંદર ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યા હતા.

આમ કરીના કપૂર અને સૈફ અલી ખાન ઘરના બગીચાના ઘાસ પર સુઈ રહેલા જોવા મળે છે. મજાની વાત એ છે કે આ આઉટડોર ડેટ પર ગેયલ સૈફ અલી ખાન સુવાની એક્ટિંગ કરતા કરતા સાચે માં જ સુઈ ગયા હતા.કરીનાએ ફોટોની સાથેના કેપ્સનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
View this post on Instagram
એમને લખ્યું છે કે “પ્રેમ માં પડી જાઓ….સુઈ જાઓ….mess…” બન્નેનો આ ફોટો ખૂબ જ સરસ છે.
તેઓનો આ ફોટો દર્શકોને ખૂબ જ ગમી રહ્યો છે. અત્યારસુધી 650000થી વધુ લોકો આ ફોટાને લાઈક કરી ચુક્યા છે અને જાત જાતની કમેન્ટ કરી તેમના પર પોતાનો પ્રેમ દર્શાવી રહ્યા છે. એક ચાહકે તો કમેન્ટ કરી છે કે “શું તૈમુર આ ફોતનો ફોટોગ્રાફર છે?

મને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ જોવા મળી રહી છે. એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સતત કઈક ને કઈક શેર કરતી રહે છે.
થોડા દિવસ પહેલા કરીનાએ પોતાની માતા બબીતા કપૂરના જન્મદિવસે એક ફોટો શેર કર્યો હતો.
એ સિવાય કરીના ઘણીવાર સૈફ અલી ખાન અને તૈમુરના ફોટો પણ મૂકતી રહે છે. ઘરની બાલ્કનીમાં વોલ પેઇન્ટિંગ કરતા સૈફ અને તૈમુરનો એક ફોટો કરીના એ શેર કર્યો હતો.

એ અગાઉ પણ કરીનાએ ઇસ્ટર નિમિતે તૈમુરનો બની બનેલો એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તૈમુરની સાથે સૈફ પણ જોવા મળી રહયો છે.
લોકડાઉનની મજા માણી રહેલા સૈફએ કરીના ના વખાણ કરતા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કરીના લોકડાઉનના આ સમયને ખૂબ જ સરસ રીતે હેન્ડલ કરી રહી છે. વધુમાં એને જણાવ્યું છે કે કરીના ખૂબ જ સુપર કુલ બની ગઈ છે. સૈફએ એવું પણ જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન કરીના સતત સૈફને કઈક સારું રાંધવા માટે અને સારા કપડાં પહેરવાં માટે એને પ્રોત્સાહિત કર્યા કરે છે.

આ સ્ટાર કપલે તાજેતરમાં જ કોરોના પીડિતો ની મદદ માટે પીએમ રિલીફ ફંડમાં દાન કરવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. તેમજ કરીના કપૂર સોસીયલ મીડિયા દ્વારા કોરોના અંગે જાગરૂકતા ફેલાવતી પણ જોવા મળે છે.