80 વર્ષોથી અડીખમ ઉભું છે પટૌડી હાઉસ, જુઓ અદ્ભૂત ફોટો..

કોરોના વાયરસની આ મહામારી વચ્ચે હવે જયારે જુન મહિનાથી દેશમાં અનલોક લાગુ કરવામાં આવ્યું છે તો સામાન્ય લોકોની જેમ જ હવે સેલેબ્રેટી પણ પોતાના ઘરોની બહાર નીકળી રહ્યા છે. જો કે શુટીંગમાં પણ અમુક શરતો સાથેની મંજુરી હોવાથી, ઘણા એ બાબતે પણ વિચારી રહ્યા છે.

image source

અવારનવાર સેલેબ્રેટી સાથે જોડાયેલા સમાચાર, કિસ્સા અને તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આ દરમિયાન સૈફ અલી ખાન અને કરીના કપૂરના પટોડી પેલેસનો ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના ચાલતા હાલમાં બંને દીકરા તૈમુર સાથે સમય પસાર કરી રહ્યા છે.

image source

હરિયાણાથી ૨૬ કિલોમીટરની દુરી પર પટોડીમાં સફેદ રંગનો આ ભવ્ય મહેલ આવેલો છે. અત્યારે સેફ અને કરીના આ જ પેલેસમાં લોકડાઉનનો સમય વિતાવી રહ્યા છે. આ પટોડી પેલેસ ઈબ્રાહીમ કોઠીના નામે પણ ઓળખાય છે. પટોડી પેલેસ અંદરથી પણ બહાર દેખાય એટલો જ વિશાળ અને ભવ્ય છે. આ મહેલના દરેકે દરેક ખૂણાની ભવ્યતા અલૌકિક છે.

image source

આ મહેલનું નિર્માણ આજથી લગભગ ૮૪ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ પેલેસનું નિર્માણ વર્ષ ૧૯૩૫માં થયું હતું. ૮માં નવાબ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું. જો કે એક અંદાઝ મુજબ આ પેલેસની કિંમત હાલમાં 800 કરોડ રૂપિયા જેટલી કહેવામાં આવે છે. આ પેલેસની વિશાળતાની જો વાત કરીએ તો આ પેલેસમાં ૧૫૦ જેટલા રૂમ છે અને એક સમયે અહી ૧૦૦થી વધારે નોકર ચાકરો કામ કરતા હતા.

image source

આ મહેલનું નિર્માણ ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું છે. જો કે એમના પુત્ર એટલે કે નવમાં નવાબ મંસૂર અલી ઉર્ફે નવાબ પટોડીએ વિદેશી આર્કિટેક્ટ દ્વારા આ પેલેસને ફરી એક વાર રિનોવેટ કરાવ્યું હતું. આ પેલેસમાં લગભગ બધી જ સુવિધાઓ છે. અહીં અનેક મોટાં ગ્રાઉન્ડ, ગેરેજ અને ઘોડાના તબેલા પણ છે.

image source

મળતી માહિતી મુજબ 2003માં મંસૂર અલી ખાનની મા સાજિદા સુલ્તાનના ગુજરી ગયા પછી એમણે સરકારી બંગલો છોડવો પડ્યો હતો અને ત્યાર પછી નવાબ પટોડી પોતાની પત્ની શર્મિલા ટાગોર સાથે આ મહેલમાં જ રહ્યા હતા. પટોડી પેલેસમાં ‘મંગલ પાંડે’, ‘વીર-ઝારા’, ‘રંગ દે બસંતી’, ‘લવ’ જેવી ઘણી ફિલ્મોનું શૂટિંગ થઈ ચુક્યું છે. આ મહેલમાં અંતિમ દિવસો વિતાવનારા મંસૂર અલી ઉર્ફે નવાબ પટોડીને મૃત્યુ પછી આ જ મહેલમાં સ્થિત પરિસરના કબ્રગાહમાં દફનાવવામાં આવ્યા હતા

image source

આ પેલેસના અંદર જ અનેક મોટાં મેદાન, તબેલા અને ગેરેજ આવેલા છે. પટોડી પેલેસ બહાર ભવ્ય ગાર્ડન પણ છે. જો કે રિનોવેશન પછી સૈફે પેલેસના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ પેલેસમાં મોટાં ડ્રોઇંગ રૂમ ઉપરાંત, સાત મોટાં બેડરૂમ અને ડ્રેસિંગ બિલિયર્ડ રૂમ પણ છે. જો કે એમણે આપેલા એક ઇન્ટર્વ્યૂમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે, ‘પિતાનાં ગુજરી ગયા ઓઅછી આ પેલેસ નીમરાણા હોટેલને ભાડે આપવામાં આવ્યો હતો. એનાથી પહેલાં અમન અને ફ્રાંસિસ તેને ચલાવતા હતાં. ફ્રાંસિસનું નિધન થયું અને મને એમ કહેવામાં આવ્યું કે, પોતાનો પેલેસ પાછો લઈ શકુ છું પણ, તે માટે મારે ઘણા રૂપિયા ચુકવવા પડશે.’

image source

વધુમાં સૈફ અલી ખાને કહ્યું જતું કે, ‘મને લાગે છે કે જે ઘર મને વારસામાં મળવું જોઈતું હતું તે મારે ફિલ્મોથી કમાયેલા પૈસા આપીને પાછું લેવું પડયું છે. મારું પાલન અને પોષણ એવું જ રહ્યું, પણ વારસામાં મને કંઈ પણ મળ્યું નહીં.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.