સુશાંતને યાદ કરી ભાવુક થઈ સાંજના સાંધી, ‘દિલ બેચારા’ના સેટ પરની આ વાતો કરી શેર

‘સુશાંત સિંહ રાજપૂતના ફેન્સની જેમ એમના કો સ્ટાર પણ વિશ્વાસ નથી કરી શકતા કે સુશાંત હવે આ દુનિયામાં નથી. દિલ બેચારા ફિલ્મમાં તેમની સાથે ડેબ્યુ કરનારી સંજના સાંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું છે કે એ સુશાંત સિંહ માટે “હતા” શબ્દનો ઉપયોગ જ નથી કરી શકતી કારણ કે એ એની સાથે હજી પણ છે. દિલ બેચારા ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને દર્શકોએ આ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો છે. સંજના સાંધીએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેને સુશાંત અને દિલ બેચારાના સેટને લગતી અમુક વાતો જણાવી હતી. તો ચાલો જાણી લઈએ એ વિશે.

જ્યારે મળી સુશાંતના મૃત્યુની ખબર.

'दिल बेचारा' के सेट्स पर हो रही थीं अजीब बातें, संजना सांघी को अब आ रहा है सब याद
image source

સંજના જણાવે છે કે મને ઘણા લોકો આ વિશે પૂછી ચુક્યા છે. હું બહુ જ હિંમત કરીને સુશાંત વિશે જણાવી શકું છું. હું એ દિવસને ભયાનક સન્ડે માનું છું. મારા ફોન પર એક મિનિટમાં હજારો કોલ આવી રહ્યા હતા. હું એ દિવસને યાદ પણ નથી કરવા માંગતી. એ મારા જીવનની સૌથી ખરાબ બપોર હતી.

નહોતી જોઈ કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ, સુશાંતને જ ગુમાવ્યા.

NBT
image source

હું 23 વર્ષની છું અને આજ સુધી કોઈ પણ નજીકની વ્યક્તિના અવસાનને નથી સહન કર્યું. સુશાંત મારા મિત્ર હતા જેને મેં ગુમાવ્યા છે. આ દુનિયાની સૌથી ખરાબ વસ્તુ છે.એમને જણાવ્યું કે સુશાંતે એમને ક્યારેય એવી રીતે ટ્રીટ નથી કર્યું કે એ સિનિયર છે.

સેટ પર આવી રીતે મસ્તી કરતા હતા સુશાંત.

NBT
image source

સંજનાએ જણાવ્યું કે સુશાંત સેટ પર બહુ જ મસ્તી કરતા હતા. એમને એ પણ જણાવ્યું કે સુશાંતની સાથે ખૂબ જ કોમ્પેટીબલ હટીમ સુશાંત સ્પોટબોયને વેનિટી વેનમાં મોકલી દેતા હતા કે “જોઈને આવ શુ કરી રહી છે” જો સંજના સીનની ખૂબ જ તૈયારી કરી રહી હોય તો એ એમ્મા માટે એની ફેવરિટ કોફી મોકલી દેતા હતા. ક્યારેક એની ફેવરિટ બુક મોકલી દેતા હતા. સંજના જણાવે છે કે છેલ્લે તો એને રસ્તો શોધી લીધો હતો અને એ પોતાની વેન લોક કરવા લાગી હતી. એમને જણાવ્યું કે બધા એકદમ પરિવારની જેમ રહેતા હતા.

સેટ પર પણ ટેલિસ્કોપ લઈ ગયા હતા સુશાંત.

image source

સંજનાએ જણાવ્યું કે શૂટિંગ સમયે હોટલના ટેરેસ પર ટેલિસ્કોપ રાખતા હતા. જો નાઈટ શૂટ ન હોય તો સુશાંત એને ફોન કરીને બોલાવી લેતા હતા કે “તારા દેખાઈ રહ્યા છે, આવી જા” સંજનાએ જણાવ્યું કે એને ગેલેકસીમાં ઇન્ટરેસ્ટ નથી પણ તારાને ચમકતા જોઈ સુશાંતની આંખો ચમકતી હતી, એ જોવાનું સારું લાગતું હતું.

બદલાઈ ગયો ફિલ્મ અને ગીતનો અર્થ.

NBT
image source

સંજના જણાવે છે કે હવે એ અમુક વસ્તુઓને જોવે છે તો બધું જ અજીબ લાગે છે. ફિલ્મનું ગીત તારે ગીન, મજા હે યા સજા હે એ….એનો અર્થ એકદમ બદલાઈ ગયો છે. એને મહયું કે એ અમિતાભ ભટ્ટાચાર્યને પણ કહેતી હતી કે કેટલી વિડંબના છે કે રિલ લાઈફ અને રિયલ લાઈફમાં આટલી સામ્યતા આવી ગઈ. આ ખૂબ જ અજીબ છે.

ઇમોશનલ સીન કરતી વખતે થતી હતી અજીવ વસ્તુઓ.

NBT
image source

સંજના જણાવે છે કે હવે એ અમુક વસ્તુઓને યાદ કરે છે તો ખૂબ જ અજીબ લાગે છે.શૂટિંગ દરમિયાન પણ ઘણી અજીબ વસ્તુઓ બની. એમને જણાવ્યું કે હું જ્યારે પણ કોઈ ઇમોશનલ સીન કરતી હતી તો તબિયત ખરાબ હોય એવું લાગવા લાગતું હતું.મારે મારા એકટર મિત્રોનવ પણ પૂછવું હતું કે એમની સાથે આવું થાય છે કે નહીં પણ મને ખબર છે સુશાંતની સાથે પણ આવું થઈ રહ્યું હતું. સીન કરતી વખતે ક્યારેક તાવ તો ક્યારે શરદી તો ક્યારેક નાક વહેવું આવું બધું થતું હતું અને સીન કર્યા પછી એકદમ ઠીક પણ થઈ જતું હતું.

કબ્રસ્તાન વાળા સીનમાં થઈ હતી બિહામણી ઘટના.

NBT
image source

સંજનાએ જણાવ્યું કે જ્યારે પેરિસમાં કબ્રસ્તાનમાં શૂટિંગ કરી રહી હતું ત્યારે ખૂબ જ ઇમોશનલ સીન હતો. સુશાંતનો ક્લોઝ અપ હતો. મારુ ક્લોઝ અપ થઈ ચૂક્યું હતું. જાન્યુઆરીની ઠંડી હતી. અચાનક જ સુશાંત ઈશારો કરવા લાગ્યા. હું સમજી ન શકી કે એ શું કઈ રહ્યા છે. એમને એમનું પરફોર્મન્સ વચ્ચે જ છોડી દીધું અને સીન કટ કરાવ્યો. એ સમય મારા નાકમાંથી લોહી વહી રહ્યું હતું અને મને ખબર જ ન પડી.

મુકેશ છાબડા સાથે શેર કરવા માંગતી હતી આ બધી લાગણીઓ.

NBT
image source

સુશાંતે સંજનાને રૂમાલ આપ્યો.બરફ મંગાવવામાં આવ્યો અને એ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. સંજના હવે જ્યારે એ બધી વાતો યાદ કરે છે તો એને ઘણું જ અતડું લગે છે. એમને એ પણ કહ્યું કે એ મુકેશ છાબડાને મળીને આ બધી લાગણીઓ શેર કરવા માંગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span