સેલરી એકાઉન્ટ પર મળે છે આવા ઘણા લાભ, નોકરીયાત વર્ગ ઇગ્નોર કર્યા વગર ખાસ વાંચી લે નહિંતર…

એ વાતથી તમે જરાય અજાણ નહિ હોવ કે જ્યારે તમને કોઈપણ કંપનીમાં નોકરી મળે છે તો સૌ પ્રથમ તમારું સેલરી એકાઉન્ટ બનાવવામાં આવે છે. તમે આ સેલેરી એકાઉન્ટનો માત્ર સેલરી લેવા માટે જ ઉપયોગ કરો છો, પણ શું તમે જાણો છો કે તમારી સેલરી એકાઉન્ટના ઘણા બધા ફાયદાઓ છે? આમ જોવા જઈએ તો તમે આ એકાઉન્ટનો વધારે ઉપયોગ નથી કરતા એટલે બેન્ક પણ તમને ક્યારેય આ એકાઉન્ટના ફાયદાઓ વિશે જણાવતા નથી. તો ચાલો આજે અમે તમને જણાવીશું તમારા સેલરી એકાઉન્ટથી તમે ક્યાં ક્યાં લાભ મેળવી શકો છો.

એમ્પ્લોઈ બેનિફિટ

image source

કેટલીક બેન્ક પેરોલ એકાઉન્ટ્સને ક્રેડિટા કાર્ડ આપવા, ઓવરડ્રાફ્ટ, સસ્તી લોન, ચેક, પે, ઓર્ડર અને ડિમાંડ ડ્રાફ્ટની ફ્રી રેમિટેંસ, ફ્રી
ઈન્ટરનેટ ટ્રાંજેક્શંસ જેવી સુવિધાઓ પણ આપે છે.

વેલ્થ સેલરી એકાઉન્ટ ખોલી શકો છો.

image source

જો તમારી પાસે ઘણા બધા પૈસા હોય તો તમે વેલ્થ સેલરી એકાઉન્ટ પણ ખોલી શકે છે. જે હેઠળ બેન્ક તમને ડેડિકેટિડ વેલ્થ મેનેજર આપે છે. આ મેનેજર તમારૂ બેન્ક સાથે જોડાયેલ બધા કામ પર દેખરેખ રાખે છે.

સેવિંગ બેન્ક એકાઉન્ટ

image source

જો તમારી બેન્કને ખબર પડે કે, કેટલાક સમયથી તમારા એકાઉન્ટમાં સેલરી આવી રહી છે તો તમને બેન્ક દ્વારા મળતી તમામ સુવિધાઓ પરત લેવામાં આવે છે અને તમારા બેન્ક એકાઉન્ટને નોર્મલ સેવિંગ્સ એકાઉન્ટની જેમ જ ચાલુ રાખવામાં આવે છે.

યોગ્યતા

image source

જો તમે સેલરી એકાઉન્ટ ખોલવા માંગતા હોય તો એ માટે તમે કોઈ કોર્પોરેટ બોડીમાં કામ કરતા હોય એ જરૂરી છે અને જે તે કંપનીના તે બેન્ક સાથે સેલરી એકાઉન્ટ રિલેશનશિપ હોવુ જરૂરી હોય છે. એ ઉપરાંત ગ્રાહકનું તે બેન્કમાં કોઈ બીજું ખાતું હોવુ જોઈએ નહી.

એકાઉન્ટ ચેન્જ કરવું

image source

તમને જણાવી દઈએ કે સેલેરી એકાઉન્ટના કેસમાં બેન્ક એક બેન્કથી બીજી બેન્કમાં એકાઉન્ટ બદલવા માટેની પ્રોસેસ સરળ રાખે છે.
જો કે, તેમાં કેટલીક શરતો પણ રહેલી હોય છે.

અન્ય સુવિધાઓ

સેલેરી એકાઉન્ટમાં બેન્ક તમને પર્સનલાઈજ્ડ ચેક બુક આપે છે. જે દરેક ચેક પર પોતાનું નામ છાપેલુ હોય છે.

image source

તમે બિલની ચૂકવણીની સુવિધા લઈ શકે છે, નહીં તો ફોન અથવા ઈન્ટરનેટ થકી પેમેંટ્સ કરી શકે છે.

તમે સેફ ડિપોઝિટ લોકર, સ્વીર-ઈન, સુપર સેવર ફેસિલિટી, ફ્રી પેબલ-એટ-પાર ચેકબુક, મફત ઈંસ્ટાઅલર્ટ્સ, ફ્રી પાસબુક અને ફ્રી ઈમેલ સ્ટેટમેન્ટ જેવી સુવિધાઓ પણ બેન્ક પાસેથી મેળવી શકો છો