સોશિયલ મીડિયા પર સલમાન ખાનના વીડિયો થયા વાયરલ

દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે જો કે આ વર્ષે ગણોત્સવની ઉજવણી જાહેરમાં ધામધૂમથી કરવામાં નથી આવી. લોકો આ તહેવાર પોતાના ઘરે અને મર્યાદિત લોકોની હાજરીમાં ઉજવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડના કલાકારો ગણેશ ચતુર્થીની ઘણી ધામધૂમથી ઉજવણી કરી હતી. તેમાં સૌથી વધુ ચર્ચા બોલિવૂડના દબંગ અભિનેતા એટલે કે સલમાન ખાનના પરિવારમાં ઉજવાયેલા ગણેશોત્સવની થઈ રહી છે. સલમાન ખાનના પરિવારે પણ ગણેશ ચતુર્થીનો તહેવાર ખાસ અંદાજમાં ઉજવ્યો હતો.

image source

સલમાન ખાનનો આ વર્ષના ગણેશોત્સવનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પરિવાર સાથે ગણેશ આરતી કરી રહ્યો છે. આ સાથે તેણે ત્યાં હાજર ફોટોગ્રાફરોને મીઠાઇઓનું બોક્સનું વિતરણ પણ કર્યું હતું. સલમાન ખાનનો આ વીડિયો તેના ફેનપેજ પર શેર કરવામાં આવ્યો છે. જેને સલમાન ખાનના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

વીડિયોમાં સલમાન ખાન અને તેનો પરિવાર ગણેશ આરતીમાં જોડાયેલા જોવા મળે છે. વીડિયોમાં સલમાન ખાન સાથે યુલિયા વંતુર પણ જોવા મળી રહી છે. સલમાન અને યુલિયાના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. બંનેના અફેરની ચર્ચાઓ વચ્ચે અનેક પ્રસંગે યુલિયા સલમાન સાથે જોવા મળે છે. આ તકે સલમાન ખાન તેના ભત્રીજાને તેડીને ઊભો હોય તેવું પણ જોવા મળે છે. જ્યારે એક વીડિયોમાં એક્ટર તેની ભત્રીજી સાથે રમતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by sk#salman (@myworldsalmankhan0535) on

આ સિવાય સલમાન ખાનનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં મીડિયાકર્મીઓને મીઠાઇના બોક્સ વહેંચતો જોવા મળી રહ્યો છે. ચાહકો તેના વીડિયો વિશે ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેમાં મોટાભાગે સલમાન ખાનની પ્રશંસા જ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan is in My Blood (@salmanholics) on

ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવની ઉજવણી બોલિવૂડના સલમાન ખાન સિવાય શિલ્પા શેટ્ટી, અનન્યા પાંડે, શ્રદ્ધા કપૂર અને બોલિવૂડના અન્ય કલાકારોના ઘરે પણ કરવામાં આવી હતી. સલમાન ખાનના વર્ક ફ્રન્ટ વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં જ ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ હીરોમાં જોવા મળશે.

image source

આ ફિલ્મમાં તેની સાથે દિશા પટની અને રણદીપ હૂડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સલમાન ખાનની ફિલ્મ ઈદ સમયે રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span