સલમાન ખાને બિગ બોસ 14 માટે વધારી ફી, જાણી લો એક એપિસોડ કરવાના કેટલા કરોડ લેશે!
બિગ બોસની દરેક સિઝન લોકોમાં ખૂબ ક લોકપ્રિય રહી છે. ઘણા એવા લોકો છે જે બિગ બોસના ટેલિવિઝન પર આવવાની આતુરતાથી રાહ જોઈ બેઠા હોય છે. તો એવા લોકો માટે એક સારા સમાચાર છે કે બિગ બોસ 14ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુપર સ્ટાર સલમાન ખાન ફરી એકવાર નવા જ અંદાજમાં તમારું મનોરંજન કરવા માટે આતુર છે. જોકે આ શોને લઈને હજી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ નથી, પણ મીડિયા રિપોર્ટમાં આ અંગે ઘણા બધા અંદાજા લગાવવામાં આવી રહ્યા છે.
એવામાં બિગ બોસના ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે આ વખતે બિગ બોસ શોનું ફોરમેટ શુ હશે અને ક્યાં ક્યાં ચહેરાઓ સ્પર્ધક તરીકે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરશે. એવી પણ ખબર આવી રહી છે કે સલમાન ખાને આ સિઝન માટે પોતાની ફી વધારી દીધી છે.

એક એપિસોડ માટે સલમાન ખાન લેશે આટલી ફી.
એક રિપોર્ટ અનુસાર, સલમાન ખાને બિગ બોસની નવી સિઝનને હોસ્ટ કરવા માટે પોતાની ફી વધારી દીધી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બિગ બોસ 14ના દરેક એપિસોડ માટે સલમાન ખાન 16 કરોડ રૂપિયા ફી તરીકે લેવાના છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાને બિગ બોસ 13 માટે 12થી 14 કરોડ રૂપિયા જેટલી ફી લીધી હતી. બીજી બાજુ સોશિયલ મીડિયા પર એવી ખબરો પણ વાયરલ થઈ રહી છે કે બિગ બોસ 14 ઓક્ટોબર મહિનાથી ટીવી પર આવી શકે છે.

કોણ હશે નવી સીઝનના સ્પર્ધક.
આ નવી સીઝનના સપર્ધકો માટે હમણાં સુધી હમારી બહુ સિલ્કની જાન ખાન, તુજસે હે રાબતા ફેમ શગુન પાંડે, ભાભીજી ઘર પર હેની અંગૂરી ભાભી એટલે કે શુભાંગી અત્રે, ફિલ્મ પ્રસ્થાનમ માં દેખાઈ ચુકેલી ચાહત ખન્ના અને પારસ છાબડાની ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરીને અપ્રોચ કરવામાં આવ્યા છે. જોકે એ વિશે શોના મેકર્સ અને ચેનલ દ્વારા કોઈ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી. મળેલી ખબર મુજબ આ સીઝનમાં પણ મોટી મોટી હસ્તીઓ દેખાઈ શકે છે.

બિગ બોસ 13.
બિગ બોસ 13માં સિદ્ધાર્થ શુકલા, પારસ છાબડા, શાહનાઝ ગિલ, રશ્મિ દેસાઈ, આસીમ રિયાઝ, હીમાંશી ખુરાના અને માહીરા શર્મા જેવી મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. અને સિદ્ધાર્થ શુકલા બિગ બોસ 13ના વિજેતા બન્યા હતા. સિદ્ધાર્થ અને શહનાઝની રોમેન્ટિક કેમેસ્ટ્રી તો આસીમ અને સિદ્ધાર્થના ઝગડા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે શોએ ઘણા રેકોર્ડસ તોડ્યા હતા. હવે રાહ છે તો બસ બિગ બોસ 14ના ટીવી પર આવવાની.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.