પાંચ હસીનાઓ જેમણે સલમાન ખાનના કારણે મળ્યું બોલીવુડમાં કામ, પરંતુ આજે પણ છે એક હીટની મોહતાજ

પાંચ હસીનાઓ જેમણે સલમાન ખાનના કારણે મળ્યું બોલીવુડમાં કામ, પરંતુ આજે પણ છે એક હીટની મોહતાજ

સલમાન ખાનએ કેટલી હિરોઈનોને લોન્ચ કરી છે? વિચારી જોવો. ત્રણ, ચાર કે પાંચ. સલમાન ખાને અત્યાર સુધીમાં ના જાણે કેટલા સ્ટાર્સની કિસ્મત ચમકાવી છે. હાલમાં જ સલમાનએ મહેશ માંજરેકરની દીકરી સઈને પોતાની ફિલ્મ દબંગ-૩’થી લોન્ચ કરી છે. ખરેખરમાં સલમાનને જેની પર ગુસ્સો આવે છે તેની પર પુરા કમીટમેન્ટની સાથે આવે છે અને જેની પર પ્રેમ આવે છે તો બેશુમાર આવે છે. આજે અમે આપને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિષે જણાવીશું જેમની પર હિન્દી સિનેમાના ભાઈજાને દિલ ખોલીને પ્રેમ લુટાવ્યો છે.

સ્નેહા ઉલાલ :

image source

સ્નેહા ઘણી ખરી એશ્વર્યા રાય જેવી દેખાય છે. સલમાનએ તેને ફિલ્મ ‘લકી-નો ટાઈમ ફોર લવ’થી લોન્ચ કરી. સલમાનની સ્નેહા સાથે મુલાકાત ત્યારે થઈ જયારે તેઓ એશ્વર્યાથી અલગ થઈ ગયા હતા. આ દરમિયાન સલમાનના તૂટેલા દિલને સ્નેહાના કરિયરે ઉભાર્યું. પરંતુ સ્નેહા લાઈમલાઈટથી દુર રહે છે.

જરીન ખાન:

સલમાનએ જરીન ખાનને લોન્ચ કરી ત્યારે કહેવાય છે કે, જરીનનો ફેસ ઘણો ખરો કેટરીનાને મળતો આવે છે. એટલા માટે સલમાનએ તેને લોન્ચ કરી. સલમાનએ જરીનને ફિલ્મ ‘વીર’માં કામ કરવાની તક આપી. ત્યારપછી જરીનએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું. બન્ને આજે ઘણા સારા મિત્રો પણ છે. જો કે, જરીનનું કરિયર પણ કોઈ ખાસ કમાલ બતાવી શક્યું નહી.હજી પણ તે સોલો હીટ માટે તલાશ કરે છે.

કેટરીના કૈફ :

કેટરીનાનું નામ આજે બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં સામેલ છે. ફિલ્મ ‘બૂમ’થી જે રીતે તેણે ડેબ્યુ કર્યું. ત્યારપછી તેની જીંદગીમાં આવ્યા સલમાન. સલમાનએ તેને પોતાની ફિલ્મ ‘મૈને પ્યાર કયું કિયા’માં રોલ આપ્યો અને અહિયાં થી કેટરીનાના કરિયર પણ બ્રેક વગર આગળ વધવા લાગ્યું. બંનેના અફેરની ચર્ચાઓ પણ થઈ પરંતુ પછીથી બ્રેકઅપ થઈ ગયું. છેલ્લીવાર કેટરીના અને સલમાન એકસાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળ્યા હતા.

ભૂમિકા ચાવલા :

image source

ભૂમિકા ચાવલાને બોલીવુડમાં લોન્ચ કરવાનું ક્રેડીટ સલમાન ખાનને જાય છે. ભૂમિકા અને સલમાનને ફિલ્મ ‘તેરે નામ’માં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મ ‘તેરે નામ’ હીટ થઈ હતી સાથે જ બંનેની જોડીને પણ ખુબ પસંદ કરવામાં આવી. પરંતુ ત્યારપછી ભૂમિકા દક્ષીણ ભારતીય સિનેમા સુધી મર્યાદિત રહી ગઈ.

ડેઝી શાહ :

વ્યવસાયે ડાંસર અને કોરિયોગ્રાફર ડેઝી શાહનું સલમાન સાથે મળવાનું હજીપણ ચાલુ છે. સલમાનની ફિલ્મ ‘રેસ ૩’માં પણ તે જોવા મળી હતી. ડેઝી શાહ હજી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇપણ કામ સલમાનને પૂછ્યા વગર નથી કરતી. પરંતુ ફિલ્મોમાં તે કોઈ ખાસ ઓળખ નથી બનાવી શકી.