પોતના પરિવાર સાથે સલમાન ખાન આ રીતે ઘરમાં કરે છે મસ્તી, ફોટો જોઈને નવાઈ લાગશે…

સલમાન ખાનને બોલિવુડના સૌથી વધારે કમાણી કરતા અભિનેતાઓમાંથી એક ગણવામાં આવે છે. સાથે સાથે ચેરિટી કરવામાં પણ સલમાન ખાનનું નામ મોખરે છે. 54 વર્ષના સલમાન ખાન આજે પણ પોતાના માતાપિતા સાથે જ રહે છે. તમને ખબર જ છે કે સલમાન ખાને હજી લગ્ન નથી કર્યા.એમનો આખો પરિવાર એક જ એપાર્ટમેન્ટમાં રહે છે. તો ચાલો આજે અમે તમને સલમાન ખાનના ઘરની અંદરની તસવીરો બતાવીએ.

આ સલમાન ખાનના ઘરની બહારની તસવીર છે. એમના એપાર્ટમેન્ટનું નામ ગેલેક્સી છે. આ એપાર્ટમેન્ટ સલમાન ખાનનું ઘર હોવાને કારણે ઘણું જ પ્રખ્યાત છે.

image source

ઘરની બાલ્કનીમાં ઘણીવાર સલમાન ખાન પોતાના પ્રશંસકોની મુલાકાત કરવા બહાર આવે છે. ખાસ કરીને ઈદ, દિવાળી જેવા તહેવાર કે પછી એમના જન્મદિવસે સલમાન ખાન બાલ્કનીમાંથી પ્રશંસકોનું અભિવાદન સ્વીકાર કરે છે. એવા અવસર પર એપાર્ટમેન્ટની બહાર લોકોની ભારે ભીડ એકઠી થઈ જાય છે.

image source

સલમાન ખાન પહેલેથી જ પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. એમને વર્કઆઉટ કરવું ખૂબ ગમે છે. એટલે સલમાન ખાને પોતાના ઘરની અંદર જ જિમ બનાવી રાખ્યું છે જ્યાં સલમાન જ્યારે પણ નવરા હોય છે ત્યારે વર્કઆઉટ કરવા પહોંચી જાય છે.

image source

આ તસવીરમાં અરબાઝ ખાનના દીકરા અરહાન સાથે સલમાન ખાને મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. એ દરમિયાન એમની પાછળની બાજુએ પરિવારના અન્ય સભ્યો પણ દેખાઈ રહ્યા છે જે ટેબલ પર બેસીને જમી રહ્યા છે. સલમાનની બહેન અર્પિતા પણ નજરે પડી રહી છે.

આ તસવીરમાં અર્પિતાના દીકરા આહિલ સાથે સલમાન ખાન દેખાઈ રહ્યા છે.ઘરના આ ખૂણામાં બધા જ ધર્મો સાથે જોડાયેલા પ્રતીક છે. અહીંયા સલમાન ખાનની પાછળ હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે ધર્મોના પ્રતીક દેખાઈ રહ્યા છે.

image source

એપાર્ટમેન્ટમાં બાળકો માટે રમવાની પણ વ્યવસ્થા છે. જ્યાં ઘણી વાર સલમાન ખાન અને સોહેલ ખાન પણ બાળકો સાથે રમવા પહોંચી જાય છે. થોડા મહિના પહેલા બાળકો સાથે રમી રહેલા સલમાન ખાન ના અમુક વિડીયો પણ વાયરલ થયા હતા.

image source

સલમાન પોતાના માતા પિતાની ખૂબ જ નજીક છે. અહીંયા લિવિંગ રૂમમાં સલમાન ઘરના અન્ય સદસ્યો સાથે પોઝ આપી રહ્યા છે. સલમાન ખાનના ઘરના દરેક ખૂણામાં એક ખાસ પેઇન્ટિંગ ચોક્કસ જોવા મળશે. અહીંયા પણ એવું જ કંઈક છે.

image source

નવરાશની પળોમાં સલમાન ખાન પોતાના પાનવેલ સ્થિત ફાર્મહાઉસમાં સમય પસાર કરે છે. જ્યાં સ્વિમિંગ પુલથી લઈને જિમ સુધીની બધી જ વ્યવસ્થા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.