આ પાંચ પ્રકારના મીઠાનો ઉપયોગ પણ અલગ અલગ છે જાણો રસપ્રદ માહિતી…

image source

ખાવાનું મીઠું જરાક પણ ઓછું હોય કે વધારે હોય, તો ખાવાનું બેસ્વાદ થઈ જાય છે. તેથી જ યોગ્ય માત્રામાં જ ખાવામાં મીઠું નાખવાનું હોય છે. કેમ કે, મીઠું તમારા ખાવામાં સ્વાદ સુધારે પણ છે, અને બગાડે પણ છે. પરંતુ મીઠા વગરનો ખોરાક તો કંઈ કામનો હોતો નથી. મનુષ્યના શરીરમાં જો મીઠાનું યોગ્ય પ્રમાણ ન જળવાય તો મોટી મુસીબત થઈ શકે છે. વ્યક્તિના શરીરમાં મીઠાની માત્રા થોડી ઓછી થઈ જાય તો તેને લો બીપીની સમસ્યા થઈ જાય છે, અને જો વધુ હોય તો હાઈ બીપીની સમસ્યા થઈ જાય છે. તેથી જ મીઠું યોગ્ય માત્રામાં લેવું જોઈએ. તો તમે સમજી ગયા હશો કે, આપણા જીવનમાં મીઠું કેટલું જરૂરી છે. પરંતુ શું તમને ખબર છે કે મીઠાના કેટલા પ્રકાર છે. મીઠાના કુલ 5 પ્રકારના હોય છે. જે આપણે ઉપયોગમાં લઈ શકે છે.

રસોઈમાં ઉપયોગમાં લેવાતું સાધારણ મીઠું

image source

જેમ કે, આપણે બધા જ જોઈએ છીએ કે, તે સાધારણ મીઠું હોય છે. આ મીઠાનો ઉપયોગ સૌથી વધુ થાય છે. આ મીઠામાં સોડિયમની માત્રા સૌથી વધુ હોય છે. આ મીઠું આપણા શરીર માટે બહુ જ જરૂરી હોય છે. પરંતુ સીમિત માત્રામાં. જો સીમિત માત્રામાં મીઠાનું સેવન કરવામાં આવે તો, તેના અઢળક ફાયદા છે. પણ જો તેનો ઉપયોગ વધુ કરવામાં આવે તો આપણા હાડકા પર અસર થાય છે, તે નબળા થઈ શકે છે.

સમુદ્રી મીઠું

image source

ઈંગ્લિશમાં તેને સી સોલ્ટ કહેવાય છે. તે સમુદ્રમાંથી સીધુ જ પ્રાપ્ત થાય છે અને તે મીઠાનું સૌથી પહેલુ સ્વરૂપ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારના રિફાઈન્ડ તત્ત્વનો ઉપયોગ કરાતો નથી. આ મીઠાને તમે ખાવામાં ઉપયોગ નથી કરી શક્તા, કેમ કે તે સાદા મીઠાની જેમ નમકીન હોતુ નથી. તેને ડાયરેક્ટ ઉપયોગ કરવાથી આપણને અનેક બીમારીઓમાંથી મુક્તિ મળે છે. તે આપણી સ્કીન અને હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે. સમુદ્રી મીઠાનો ઉપયોગ કબજિયાત, પેટ ફુલવામાં, સુજન, થાક, આંતરડા સંબંધી રોગોમાં બહુ જ કામમાં આવે છે.

સલાડમાં ઉપયોગમાં લેવાતુ મીઠું

image source

કાળા મીઠા વિશે તો તમને ખબર જ હશે. તેનો ઉપયોગ ફળ અને શાકભાજીના સલાડમાં કરવામાં આવે છે. આ ઉપરાંત લીંબુ પાણી બનાવવામાં પણ તેનો ઉપયોગ ખાસ રીતે કરવામાં આવે છે. પરંતુ શું તમને માલૂમ છે કે, તેના ઉપયોગથી કબજિયાત, પેટ દર્દ, ચક્કર આવવા જેવી સમસ્યાઓનો ઈલાજ કરી શકાય છે. તેમાં ફ્લોરાઈડની માત્રા વધુ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી હોય છે. પરંતુ તેનો ઉપયોગ સીમિત માત્રામાં કરવો જોઈએ, નહિ તો તે નુકશાન પહોંચાડી શકે છે.

લો-સોડિયમ સોલ્ટ

image source

વ્રત માટે સેંધા મીઠું

image source

આ મીઠાને વ્રતમાં ઉપયોગમાં લેવામા આવે છે. તેથી તેને ઉપવાસનું મીઠું કહેવાય છે. આ મીઠામાં સામાન્ય મીઠાની તુલનામાં વધુ કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. પંરતુ તેમાં આયોડિન હોતું નથી, જે સામાન્ય મીઠામાં હોય છે. આ કારણે જ આ મીઠું આટલુ ફાયદાકારક હોવા છતાં પણ તેનો ખાવામા ઉપયોગ કરાતો નથી. કેમ કે, આયોડિનની અછતથી વ્યક્તિને ઘેંઘા રોડ થઈ જાય છે. તેથી આયોડિનવાળુ મીઠું આપણા માટે બેસ્ટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.