સમલૈંગિક લગ્નનો સૌથી અઘરો કેસ, સાંભળીને વકીલે કહ્યું-5 હજાર વર્ષના ઈતિહાસમાં આવ્યો આવો પહેલો કેસ

સમલૈંગિકતા હાલમાં એક મોટો મુદ્દો બની ગયો છે. એમાં પણ આપણા દેશમાં તો આવા કેસોને કંઈક અલગ જ નજરથી જોવામાં આવે છે. ત્યારે હાલમાં જ એક વિચિત્ર કેસ સામે આવ્યો હતો કે જે સાંભળીને રજિસ્ટ્રારના વકીલને એમ કહેવું પડ્યું કે સનાતન ધર્મના 5 હજાર વર્ષના ઈતિહાસમાં આવો કેસ ક્યારેય નથી આવ્યો. તો આવો જાણીએ આવી વિશેષ અરજી વિશે. આ પહેલા પણ એક અરજીમાં કેન્દ્ર તરફથી કોર્ટમાં જવાબ આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે ત્યારે કોર્ટમાં કહ્યું હતું કે, તે આપણી સંસ્કૃતિનો ભાગ નથી, એવામાં આ કાયદાને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી.

image source

આ વખતે સમલૈંગિક લગ્ન માટે કરવામાં આવેલી આ અજીબ અરજી અંગે દિલ્હી હાઇકોર્ટમાં બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે હવે આ કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ આપી દીધી છે. અરજદાર તરફથી માગ કરવામાં આવી છે કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવે અને એને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સામેલ કરવામાં આવે.

image source

હાલમાં આ કેસ અંગે આગામી સુનાવણી 8 જાન્યુઆરી 2021ના રોજ થશે. દિલ્હી હાઈકોર્ટે પોતાની નોટિસમાં કહ્યું છે કે આ કોઈ સામાન્ય અરજી નથી, માટે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ આ અરજીને ગંભીરતાથી લે એવો ભાર પણ મુકવામાં આવ્યો છે. આ નાગરિકના અધિકારોનો સવાલ છે. સૌથી મોટી વાત તો એ છે કે, સુનાવણી દરમિયાન રજિસ્ટ્રારના વકીલે કહ્યું હતું કે સનાતન ધર્મના પાંચ હજાર વર્ષના ઈતિહાસમાં આ પ્રકારનો કેસ આવ્યો નથી. છે એવું કે આ કેસમાં બે કપલ અરજદાર છે.

image source

વધુ વિગતે વાત કરીએ તો એક વ્યક્તિને પોતાની મરજીની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે લિંગના આધારે અટકાવી દેવાઈ છે. બીજું કપલ જેણે ન્યૂયોર્કમાં લગ્ન કર્યા હતા, પણ ભારતીય એમ્બેસીમાં તેમના લગ્નનું રજિસ્ટ્રેશન થઈ શક્યું ન હતું. અરજદાર તરફથી મેનકા ગુરુસ્વામીએ દલીલ કરી છે કે અરજદારોને બિલ્ડિંગમાં ઘૂસવા દેવાશે નહીં, જે ન્યૂયોર્કથી તેઓ એક જજ છે, તેમની સાથે જ આવો વ્યવહાર કરવામાં આવ્યો છે અને બબાલ થોડી વધી ગઈ છે. અરજદારે આજે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે તે સંબંધિત વિભાગ અધિકારી પાસે પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે ગયા તો તેના માટે તેમને ના પાડી દેવાઈ હતી.

image source

કારણ વિેશે વાત કરતાં અરજદારે કહ્યું કે, માત્ર તેમના વકીલને કહેવામાં આવ્યું કે, તે સમાન લિંગ વાળું કપલ છે એટલા માટે તે લગ્ન ન કરી શકે. અરજદાર તરફથી રજુ થયેલા વકીલ મેનકા ગુરુસ્વામીએ કહ્યું કે, સાથી પસંદ કરવાના અધિકારના મામલામાં સમાન લિંગના આધારે કોઈ ભેદભાવ ન થઈ શકે, વિવાહના નિયમ પ્રકૃતિમાં નહીં પણ કાયદેસર છે. સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજદારોને એવું પણ પુછ્યું કે શું સંબંધિત અધિકારી દ્વારા લગ્નના રજિસ્ટ્રેશનની મંજૂરી ન મળ્યા પછી તેના વિરુદ્ધ સરકારને અપીલ કરી હતી. આ અંગે અરજદારે કહ્યું કે, આ પ્રકારના મામલામાં અપીલનો અધિકાર અમારી પાસે નથી અને અધિકાર ન હોવાના કારણે જ અમે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.