આખરે શા માટે સમુદ્રનું પાણી હોય છે આટલું બધું ખારું? જાણો સમુદ્રમાં ક્યાંથી આવે છે મીઠું

એ તો આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્ર અને મહાસાગરોનું પાણી સ્વાદમાં ખારું હોય છે પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે સમુદ્રનું પાણી શા માટે ખારું હોય છે. સમુદ્રનું પાણી એટલી હદે ખારું હોય છે કે તેને પીવાના ઉપયોગમાં નથી લઈ શકાતું. તો આખરે સમુદ્રમાં આટલું બધું મીઠું એટલે કે નમક આવે છે ક્યાંથી ? આ સવાલનો વૈજ્ઞાનિક જવાબ અમે આ લેખના માધ્યમથી આપને જણાવીશું.

image source

આપણી પૃથ્વીનો 70 ટકા ભાગમાં પાણી છે અને આ પાણીનો 97 ટકા ભાગ મહાસાગરો અને સમુદ્રોમાં છે. અમેરિકાના નેશનલ ઓસીયાનિક અને એટમોસફિયરીક એડમિનિસ્ટ્રેશન અનુસાર જો સમુદ્રનું બધું મીઠું કાઢીને જમીન પર પાથરી દેવામાં આવે તો તેનો 500 મીટર ઊંચો થર લાગી જાય.

સમુદ્રમાં મીઠાનો સ્ત્રોત

image source

સમુદ્રમાં મીઠું આવવાના બે સ્ત્રોત છે. સમુદ્રમાં સૌથી વધુ મીઠું નદીમાંથી આવે છે. અહીં એ નોંધનીય છે કે વરસાદનું પાણી સહેજ અમ્લીય હોય છે અને જ્યારે આ પાણી સખત જમીન પર પડે છે ત્યારે તેનું ઉપર્દન થાય છે જેથી બનેલા આયન નદીના રસ્તે થઈને સમુદ્રમાં ભળી જાય છે. આ પ્રક્રિયા લાખો કરોડો વર્ષોથી ચાલતી આવે છે.

બીજો સ્ત્રોત

image source

સમુદ્રમાં મીઠું આવવાનો બીજો સ્ત્રોત પણ છે જે સમુદ્ર તળમાં મળી આવતા ઉષ્ણજલીય દ્રવ્યો છે. આ ખાસ દ્રવ્યો સમુદ્રમાં દરેક જગ્યાએથી નથી આવતા પરંતુ એ છિદ્રો અને તિરાડોમાંથી આવે છે જે પૃથ્વીની આંતરિક સપાટી સાથે જોડાયેલા હોય છે. આ છિદ્રો અને તિરાડો દ્વારા સમુદ્રનું પાણી પૃથ્વીની અંદરની સપાટી સાથે સંપર્કમાં આવવાથી ગરમ થઇ જાય છે જેના કારણે અનેક પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે.

સમુદ્રમાં આયન

image source

મહાસાગરો અને સમુદ્રોના પાણીમાં સૌથી વધુ ક્લોરીન અને સોડિયમના આયન હોય છે. આ બન્ને આયન મળીને મહાસાગરોમાં ઓગળેલા આયનોનો 85 ટકા ભાગ બનાવે છે. ત્યારબાદ મેગ્નેશિયમ અને સલ્ફેટ 10 ટકા ભાગ બનાવે છે એ સિવાયના આયનની માત્રા બહુ ઓછી હોય છે.

image source

ઉલ્લેખનીય છે કે સમુદ્રના પાણીમાં ખારાપણું કે લવણતા એક સરખું નથી હોતું. તાપમાન, વાષ્પીકરણ અને વર્ષણના કારણે અલગ અલગ જગ્યાઓના પાણીમાં ફેરફાર હોય છે. ભૂમધ્ય રેખા અને ધ્રુવો પાસેના વિસ્તારોમાં ખારાશની માત્રા બહુ ઓછી હોય છે જ્યારે બાકીના ભાગમાં ખારાશ વધુ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.