શું બગડી રહી છે સંજય દત્તની તબિયત?

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. સંજય દત્તનો તાજેતરનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમની બગડતી સ્થિતિને જોઈને ફેન્સ ચિંતામાં છે. ટ્રીટમેન્ટ સમયે તેમનું વજન મોટા પ્રમાણમાં ઘટ્યું છે. કીમોથેરાપી બાદ સંજય દત્તના વાળ પણ ખરવા લાગ્યા છે.

image source

સોશિયલ મીડિયા પર સંજય દત્ત (Sanjay Dutt)ની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા ખુબ નબળા જોવા મળી રહ્યાં છે. નવી વાયરલ પોસ્ટ જોયા બાદ ફેન્સ તેઓ જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. જલદી સાજા થવાની કામના કરતા એક યૂઝરે લખ્યુ- બાબા ખુબ નબળા જોવા મળી રહ્યાં છે. તેઓ જલદી સાજા થાય તે પ્રાર્થના કરુ છું.

સંજય દત્તની ચોંકાવનારી તસવીર

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

એક અન્ય યૂઝરે લખ્યું- આશા કરુ છું કે, તેઓ જલદી સારા થશે. સંજય દત્ત ફોટોમાં ખુબ નબળા જોવા મળી રહ્યાં છે. આ ફોટો હોસ્પિટલના સ્ટાફમાં કોઈએ તેમની સાથે ક્લિક કર્યો છે. સામે આવેલ તસવીરમાં સંજય દત્તનું વજન ખુબ ઘટી ગયું છે. આ ફોટોમાં તેમનો લુક પણ અલગ લાગી રહ્યો છે. ફેન્સ તેમની રિકવરી માટે દુવા માગી રહ્યાં છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં સંજય દત્તે લાઇટ બ્લૂ કલરનું ટી-શર્ટ અને ડાર્ક બ્લૂ કરલનું જીન્સ પહેર્યું છે. સાથે હાથમાં માસ્ક પકડ્યુ છે.

કેન્સરની સારવાર કરાવી રહ્યાં છે અભિનેતા

image source

તમને જણાવી દઈએ કે સંજય દત્તનું સ્વાસ્થ્ય સારૂ નથી. તેમણે 11 ઓગસ્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, તેઓ સારવાર માટે થોડો સમય રજા લઈ રહ્યાં છે. પરંતુ અભિનેતા અને તેમના પરિવાર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી કે તેમને શું સમસ્યા છે.

image source

તો તેમના સ્વાસ્થ્યને લઈને કોમલ નાહટાએ કહ્યું હતું કે, અભિનેતા લંગ કેન્સરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમની સાથે તેમની પત્ની માન્યતા દત્ત પણ ગઈ હતી. જે રીતે અભિનેતાની તબિયત લથડી રહી છે તે રીતે બોલિવૂડ જગત માટે ચિંતાનો વિષય છે. સંજય દત્ત બોલિવૂડના જાણીતા એક્ટર્સમાંના એક ગણાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span