અંબાણી પરિવારની આ વહુને પસંદ કરતો હતો સંજય દત્ત…

સંજય દત્ત
કોરોના વાયરસનો કહેર હજી પણ ઓછો થયો નથી. આખી દુનિયામાં કેટલાક વ્યક્તિઓ આ વાયરસના સંકજામાં છે. હજારો લોકો રોજ મોતના મોમાં જઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીની અસર જોવા મળી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. જો કે, કોરોના વાયરસ સંક્રમણથી કેટલાક લોકો સાજા પણ થઈ ગયા છે.

image source

દેશમાં લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જો કે, સામાન્ય જનતાની જેમ જ સેલેબ્સ પણ ઓછા જ ઘરની બહાર નીકળી રહ્યા છે. આવામાં સેલેબ્સ સાથે જોડાયેલ કેટલાક કિસ્સાઓ, ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. આવા સમયે સંજય દત્તનો એક જુનો ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જેમાં સંજય દત્તએ ટીના મુનીમ સાથેના પોતાના અફેર વિષે કેટલાક ચોકાવનાર ખુલાસા કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ શું છે આ કિસ્સો…

image source

આપને જણાવીએ કે, સંજય દત્ત અને ટીના મુનિમ નાનપણથી મિત્રો હતા. સંજય દત્ત અને ટીના મુનિમ બંને પહેલી ફિલ્મ ‘રોકી’માં સાથે કામ કર્યું અને આ ફિલ્મ દરમિયાન તેમના અફેરની ચર્ચા પણ શરુ થઈ ગઈ હતી.

વાયરલ થઈ રહેલ ઇન્ટરવ્યુમાં સંજય દત્તએ જણાવ્યું હતું કે, મને ટીના પસંદ હતી. હું પોતાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને ઉજાગર કરવા ઈચ્છતો ના હતો. હું ખુબ જ સ્વાર્થી હતો. ટીનાએ મને ક્યારેય પોતાના પરિવારથી દુર કર્યો નથી. ટીના મુનિમ એમાંથી એક હતી જેમણે મને હંમેશા પોતાની સાથે જોડાયેલ રહેવાનું શીખવાડ્યું અને હંમેશા પરિવારની સાથે રહેવા માટે કહ્યું.

image source

સંજય દત્તએ જણાવ્યું હતું કે, ટીના મુનિમ હંમેશા મને પોતાના પિતા અને બહેનના ઘરે જવા માટે કહેતી. માતા નરગિસ દત્તના મૃત્યુ પછી ટીના મુનિમનો પૂરો સપોર્ટ આપ્યો છે.

સંજય દત્તએ જણાવ્યું હતું કે, હું પોતાની માંને ખુબ જ પ્રેમ કરતો હતો અને તેમની ખુબ જ નજીક હતો. માતા નરગિસના મૃત્યુ પછી સંજય દત્ત ખુબ જ એકલા પડી ગયા હતા અને તે સમયે ટીના મુનિમએ માંની જગ્યા લીધી. ટીના મુનિમએ મારી માની જેમ જ મારી પર દબાણ બનાવ્યું કેમ કે, માં પણ આવું જ કરતી હતી.

image source

સંજય દત્તએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય પણ ટીના મુનિમના કરિયરમાં દખલગીરી કરવાનો હક આપ્યો નહી અને નહી જ ટીના મુનિમને ક્યારેય પણ કોઈ ડાયરેક્ટર કે પછી કોઈ એક્ટ્રેસની સાથે કામ કરવાની મનાઈ કરી નહી.

image source

કહેવામાં આવે છે કે, ટીના મુનિમ અને સંજય દત્ત વચ્ચે સારા સંબંધ હોવા છતાં પણ ટીના મુનિમ ફક્ત એટલા માટે સંજય દ્ત્તથી દુર થઈ ગયા કેમ કે, સંજય દત્તને ડ્રગ્સની લત લાગી ગઈ હતી. સંજય દત્તની ડ્રગ્સની લતથી સંજય દત્તનો પરિવાર પણ હેરાન હતો અને અમેરિકા ઉપચાર માટે મોકલી દેવામાં આવ્યા હતા.

image source

આપને જણાવીએ કે, સંજય દત્તથી અલગ થયા પછી ટીના મુનિમના અફેરની ચર્ચા રાજેશ ખન્નાની સાથે પણ રહી હતી. પરંતુ આ સંબંધ પણ વધારે ચાલ્યો નહી. છેલ્લે ટીના મુનિમએ અનીલ અંબાણી સાથે લગ્ન કરી લીધા અને અંબાણી પરિવારની પુત્રવધુ બની ગઈ.

image source

સંજય દત્તના જીવનમાં ત્રણવાર લગ્ન કર્યા. પહેલા લગ્ન ઋચા શર્મા સાથે કર્યા, ઋચા શર્માની મૃત્યુ કેન્સરના કારણે થઈ ગયું હતું. ત્યાર પછી સંજય દત્તના લગ્ન રિયા પિલ્લઈ સાથે થયા હતા, પરંતુ આ સંબંધ વધારે દિવસ ચાલ્યો નહી અને તલાક થઈ ગયા. ત્યાર પછી ફરીથી માન્યતા સાથે લગ્ન કર્યા અને હવે સંજય દત્ત અને માન્યતા દત્તને બે જુડવા બાળકો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.